Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > જૉબલેસ ક્લેમ ઇતિહાસની નીચી સપાટીથી ચાર ગણા વધતાં સોનાના ભાવમાં ઉછાળો

જૉબલેસ ક્લેમ ઇતિહાસની નીચી સપાટીથી ચાર ગણા વધતાં સોનાના ભાવમાં ઉછાળો

27 March, 2020 11:13 AM IST | Mumbai
Bullion Watch

જૉબલેસ ક્લેમ ઇતિહાસની નીચી સપાટીથી ચાર ગણા વધતાં સોનાના ભાવમાં ઉછાળો

ગોલ્ડ

ગોલ્ડ


ફેડરલ રિઝર્વના અસીમિત પૅકેજ બાદ અમેરિકન સૅનેટે પણ ઐતિહાસિક મોટા પૅકેજને મંજૂરી આપી હોવાથી શૅરબજારમાં જોખમ લઈને રોકાણ કરવાની વૃત્તિને બુધવારથી બળ મળ્યું હતું અને દાયદામાં સૌથી મોટા ઉછાળા બાદ સોનાના ભાવમાં પ્રૉફિટ-બુકિંગ જોવા મળ્યું હતું, પણ આજે લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા અમેરિકામાં જૉબલેસ ક્લેમના ડેટા બહાર પાડવામાં આવ્યા હતા જે ઇતિહાસની અત્યાર સુધીની વિક્રમી નીચી સપાટી કરતાં ચાર ગણા આવ્યા હોવાથી કોરોના વાઇરસને કારણે અમેરિકામાં બેરોજગારી વધી શકે છે, મંડી ધારણા કરતાં મોટી હોઈ શકે છે એવા સંકેત મળતાં સોનાના ભાવ અમેરિકન ટ્રેડિંગમાં ઊછળ્યા હતા.

અમેરિકામાં સૅનેટે બે લાખ કરોડ ડૉલરના પૅકેજની મંજૂરી આપી હોવાથી એશિયા અને યુરોપમાં શૅરબજારમાં તેજી જોવા મળી રહી હતી. બુધવારે સોના-ચાંદીમાં ઊંચા મથાળે પ્રૉફિટ-બુકિંગનો દોર આજે દિવસભર ચાલી રહ્યો હતો, પણ અચાનક જ જૉબલેસ ક્લેમના ડેટા આવતાં વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં તેજીનો કરન્ટ આવી ગયો હતો. કૉમેકસમાં સોનાનો જૂન વાયદો ૫.૮૬ ટકા કે ૯૨.૨૦ ડૉલર વધી ૧૬૬૪.૯૦ અને હાજરમાં ૩.૪૨ ટકા કે ૫૩.૦૯ ડૉલર વધી ૧૬૦૬.૩૨ ડૉલરની સપાટી પર હતા. ચાંદીનો મે વાયદો પણ ૫.૫૩ ટકા કે ૭૩ સેન્ટ વધી ૧૪ ડૉલર પ્રતિ ઔંસ અને હાજરમાં ૫.૫૭ ટકા કે ૭૪ સેન્ટ વધી ૧૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતા. ભારતમાં લૉકડાઉનને કારણે હાજર બજારો બંધ હતાં, પણ વાયદામાં એશિયન ટ્રેડિંગમાં નરમ ભાવને લીધે સોનું ઘટ્યું હતું. જોકે અમેરિકન સત્રમાં સોનું ઊછળતાં ખાનગીમાં સોનાનો ભાવ વધી ગયો છે. અત્યારે ભાવ ફરી ૪૫,૧૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટીને પાર છે. ચાંદીમાં પણ ભાવ વધી ૪૩,૫૦૦ રૂપિયા પ્રતિ કિલોના જોવા મળી રહ્યા છે.
 
સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૨,૦૦૧ ખૂલી, ઉપરમાં ૪૨,૫૭૪ અને નીચામાં ૪૧,૪૩૦ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૭૪ વધીને ૪૨,૩૯૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૩૨૨ વધીને ૮ ગ્રામદીઠ ૩૫,૫૦૯ અને ગોલ્ડ-પેટલ માર્ચ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩૯ વધીને ૧ ગ્રામદીઠ ૪૧૧૨ રૂપિયા થયા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૦,૯૯૪ ખૂલી, ઉપરમાં ૪૧,૫૦૧ અને નીચામાં ૪૦,૫૫૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૯૫ ઘટીને ૪૧,૩૧૧ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ ૪૬૬ ઘટીને ૪૧,૩૧૫ અને ચાંદી-માઇક્રો એપ્રિલ ૫૩૦ રૂપિયા ઘટીને ૪૧,૪૯૦ રૂપિયા બંધ રહ્યા હતા.



કોરોનાની આર્થિક નુકસાનીનો પ્રથમ સંકેત


અમેરિકામાં આજે બેરોજગારીના આંકડા જાહેર થયા હતા. આ આંકડા અનુસાર ૩૨.૮૩ લાખ લોકોએ બેરોજગારીથી રાહત મેળવવા દાવા કર્યા છે. અમેરિકાના લેબર ડિપાર્ટમેન્ટના અહેવાલ અનુસાર અત્યાર સુધી સૌથી વધુ જૉબલેસક્લેમ ઑક્ટોબર ૧૯૮૨માં ૬.૯૫ લાખ નોંધાયા હતા. એની સામે ગયા શનિવાર સુધીનો માર્ચનો આંકડો ચાર ગણો વધુ છે અને એ ઐતિહાસિક રીતે ઊંચો છે. અમેરિકામાં આર્થિક પ્રવૃત્તિ અટકી પડી છે અને લોકોને છૂટા કરવામાં આવી રહ્યા છે એવો અંદાજ હતો. આજના આંકડા આગામી દિવસોમાં આર્થિક વિકાસ કેટલો નબળો રહેશે એ


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2020 11:13 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK