કોરોના વાઇરસના જોખમથી ફરી 1800 ડૉલર ભણી સોનાના ભાવની આગેકૂચ

Published: Jun 30, 2020, 13:31 IST | Bullion Watch | Mumbai

સોનાના ભાવમાં ફરી એક વખત ૧૮૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પાર કરવા માટે ગઈ કાલથી પ્રયત્ન કરી રહ્યા છે. કોરોના વાઇરસના વધી રહેલા કેસના કારણે શુકવારથી સોનાના ભાવમાં ફરી તેજીનો દોરી સંચાર થયો છે.

ગોલ્ડ
ગોલ્ડ

સોનાના ભાવમાં ફરી એક વખત ૧૮૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પાર કરવા માટે ગઈ કાલથી પ્રયત્ન કરી રહ્યા છે. કોરોના વાઇરસના વધી રહેલા કેસના કારણે શુકવારથી સોનાના ભાવમાં ફરી તેજીનો દોરી સંચાર થયો છે. અમેરિકામાં વાઇરસના કેસો વિક્રમી રીતે વધી રહ્યા છે એટલે લૉકડાઉન હળવું કરવાના નિર્યણમાં ફેરફાર કરવાનો અમેરિકાનાં કેટલાંક રાજ્યોએ નિર્ણય લીધો છે જેની અસરથી ડૉલર ફરી નરમ પડી ગયો છે. વાઇરસના જોખમ અને વિશ્વભરનાં નાણાકીય બજારમાં સરકારી બૉન્ડના ઘટી રહેલા યીલ્ડના કારણે સોનામાં આકર્ષણ વધી રહ્યું છે.

શુક્રવારે છેલ્લા કલાકોમાં સોનામાં ખરીદી નીકળતી હતી અને એના કારણે સોનું વાયદો ૨૭ ડૉલર વધી ૧૭૮૦ ડૉલર પ્રતિ ઔંસ બંધ આવ્યો હતો. ચાંદી વાયદો ૧૭ સેન્ટ વધી ૧૮.૦૩ ડૉલર પ્રતિ ઔંસ બંધ આવ્યો હતો. સતત ત્રીજા સપ્તાહે સોનાના ભાવ વધીને બંધ આવ્યા હતા. ગયા સપ્તાહે સોનાના ભાવ ૧.૬ ટકા વધ્યા હતા. એક તબક્કે સોનું ૧૮૦૦ ડૉલરની સપાટી તરફ આગળ વધી રહ્યું હતું, પણ પ્રૉફિટ બુકિંગના કારણે એના ભાવ ૨૦૧૨ પછીની સૌથી ઊંચી સપાટીથી ફરી નરમ પડી ગયા હતા.

આજે કોમેક્સ ખાતે સોનું વાયદો ૦.૦૧ ટકા કે ૨૦ સેન્ટ ઘટી ૧૭૮૦.૧૦ અને હાજરમાં ૦.૦૬ ટકા કે ૧.૦૬ ડૉલર ઘટી ૧૭૭૦.૨૬ ડૉલર પ્રતિ ઔંસ છે. ચાંદીનો વાયદો ૦.૮૭ ટકા કે ૧૬ સેન્ટ ઘટી ૧૮.૦૧ ડૉલર અને હાજરમાં ૦.૧૩ ટકા ઘટી ૧૭.૭૮ ડૉલર પ્રતિ ઔંસ જોવા મળી રહ્યા છે.

ભારતમાં હાજરમાં સોનું નરમ, વાયદા મક્કમ

વૈશ્વિક બજારના પગલે સોનાના ભાવ ભારતમાં સવારે વધ્યા હતા અને પછી ઘટી ગયા હતા. ડૉલર સામે રૂપિયો વધ્યો હોવાથી પણ સોનાના ભાવની પડતર ઘટી જતાં ભાવ પર અસર જોવા મળી  હતી. ગઈ કાલે મુંબઈ ખાતે સોનું ઊંચી સપાટી ૫૦,૨૧૦ રૂપિયા થયા હતા. ગઈ કાલે દિવસના અને મુંબઈમાં હાજર સોનું ૬૦ ઘટી ૫૦,૧૬૦ રૂપિયા અને અમદવાદ ખાતે ૭૦ ઘટી ૫૦,૧૫૦ રૂપિયા રહ્યા હતા.

સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૮૩૬૫ ખૂલી, ઉપરમાં ૪૮૪૬૨ અને નીચામાં ૪૮૨૧૭ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૪૯ વધીને ૪૮૩૫૪ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૩૫૪ વધીને ૮ ગ્રામદીઠ ૩૯૩૦૭ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૪૨ વધીને ૧ ગ્રામદીઠ ૪૯૧૧ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ ૬૧ વધીને બંધમાં ૪૮૪૨૪ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીમાં મુંબઈ હાજર ૫૫ ઘટી ૪૯૮૯૫ રૂપિયા અને અમદાવાદ ખાતે ૫૦ ઘટી ૪૯૮૫૦ રૂપિયા બંધ આવ્યા છે. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૮૬૨૦ ખૂલી, ઉપરમાં ૪૮૬૩૩ અને નીચામાં ૪૮૨૪૧ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૬૪ વધીને ૪૮૪૨૯ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૪ ઘટીને ૪૮૫૯૭ રૂપિયા અને ચાંદી-માઇક્રો જૂન ૬૫ વધીને ૪૮૫૫૪ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલરની વૈશ્વિક નબળાઈથી રૂપિયો ગઈ કાલે વધીને બંધ

ભારતમાં ટ્રેડિંગ ચાલુ હતું ત્યારે વૈશ્વિક બજારમાં નરમ ડૉલર અને ઘટી રહેલા ક્રૂડ ઑઇલના ભાવના કારણે રૂપિયો પણ મજબૂત રહ્યો હતો. જોકે કોરોના વાઇરસના વધી રહેલા કેસની ચિંતાઓ અને શૅરબજારમાં વિદેશી સંસ્થાઓની વેચવાલીના કારણે રૂપિયાની તેજી પર બ્રેક લાગેલી હતી.

ડૉલર સામે રૂપિયો શુક્રવારે ૭૫.૬૫ની સપાટીએ બંધ હતો જે ગઈ કાલે ૭૫.૬૪ ખૂલી ક્રૂડના ઘટી રહેલા ભાવના કારણે વધીને ૭૫.૫૨ થઈ દિવસના અંતે ૭ પૈસા વધી ૭૫.૫૮ બંધ આવ્યો હતો. અન્ય ચલણમાં રૂપિયો યુરો અને યેન સામે ઘટ્યો હતો, જ્યારે પાઉન્ડ સામે આંશિક રીતે વધીને બંધ આવ્યો હતો.

સપ્તાહના અંતે થોડી જોખમથી દૂર રહેવાની વૃત્તિના કારણે ડૉલરના મૂલ્યમાં વધારો જોવા મળ્યો હતો, પણ એ છતાં સાપ્તાહિક ધોરણે ડૉલર વૈશ્વિક બજારમાં નરમ જ બંધ આવ્યો હતો. આ નરમાઈની અસર ગઈ કાલે પણ જોવા મળી રહી હતી. વિશ્વનાં છ અગ્રણી ચલણ સામે ડૉલરનું મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ અત્યારે ૦.૨૯ ટકા ઘટી ૯૭.૧૨૩ની સપાટી પર છે. ડૉલર સામે યુરો ૦.૬૨ ટકા મજબૂત છે. અન્ય ચલણોમાં સ્વીસ ફ્રાંક અને કેનેડિયન ડૉલર સામે પણ અમેરિકન ડૉલર નબળો છે. જોકે ડૉલર પાઉન્ડ અને યેન સામે હજી મક્કમ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK