Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ટ્રેડ-વૉર : ચીનના અમેરિકા ઉપર વળતા પ્રહારથી સોનામાં વૃદ્ધિ

ટ્રેડ-વૉર : ચીનના અમેરિકા ઉપર વળતા પ્રહારથી સોનામાં વૃદ્ધિ

24 August, 2019 09:54 AM IST | મુંબઈ

ટ્રેડ-વૉર : ચીનના અમેરિકા ઉપર વળતા પ્રહારથી સોનામાં વૃદ્ધિ

ટ્રેડ-વૉર : ચીનના અમેરિકા ઉપર વળતા પ્રહારથી સોનામાં વૃદ્ધિ


ચીને અમેરિકા ઉપર ટેરીફ લડવાનો વળતો પ્રહાર કર્યો હતો. ૧ સપ્ટેમ્બરથી ૩૦૦ અબજ ડૉલરની ચીજો ઉપર અમેરિકાએ આ મહિનાના પ્રારંભે ૧૦ ટકા વધારાના ટેરીફની જાહેરાત કરી હતી. જોકે, તેમાં કેટલીક ચીજો ઉપર ટેરીફ વૃદ્ધિ ડિસેમ્બરમાં લાગુ કરવાની સ્પષ્ટતા પછી આજે ચીને વળતો પ્રહાર કર્યો છે. ટ્રેડ-વૉર વકરી રહ્યું હોવાથી આજે સોનાના ભાવમાં ન્યુ યૉર્ક ખાતે ઉછાળો જોવા મળ્યો હતો. ચીને આ જાહેરાત મોડી સાંજે કરી હતી.

ન્યુ યૉર્ક ખાતે કૉમેકસ ઉપર ડિસેમ્બર વાયદો ગુરુવારે ૧૫૦૮.૨ ડૉલરની સપાટીએ બંધ રહ્યો હતો અને આજે ૧૫૦૭.૪૦ ડૉલરની સપાટીએ ખૂલ્યો હતો. ચીનની જાહેરાત પછી ૫.૫૫ ડૉલર વધી ૧૫૧૪.૦૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ હતો. સોનાની સાથે ચાંદીનો વાયદો પણ ૦.૭૭ ડૉલર વધી ૧૭.૧૧૭ ડૉલર પ્રતિ ઔંસ હતો. હાજરમાં સોનાના ભાવ ૧૪૯૯.૪૦ના દિવસના નીચા સ્તરેથી ઊછળી ૧૫૦૪ની ડૉલર પ્રતિ ઔંસ રહ્યા છે.



જોકે, બજારમાં ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ પોવેલની સ્પીચ ઉપર અમેરિકામાં વ્યાજદર આગામી દિવસોમાં ઘટે છે કે નહીં તેની ઉપર બજારની નજર હોવાથી બજારમાં તીવ્ર ઉછાળો અત્યારે જોવા મળ્યો નથી.


વિદેશી ચલણ બજારમાં ડૉલર મજબૂત થયો હતો જ્યારે ચીનનો યુઆન આજે ફરી એક વખત ૭.૦૬ની ૧૧ વર્ષની સૌથી નીચી સપાટીએ હતો. ડૉલર ઇન્ડેક્સ અત્યારે ૯૮.૧૭૨ની સપ્તાહની સૌથી ઉપરની સપાટીએ છે. ડૉલર સામે યુરો ૦.૦૭ ટકા નબળો, યેન સામે ડૉલર ૦.૦૪ ટકા મજબૂત અને પાઉન્ડ ૦.૦૪ ટકા નબળા પડ્યા છે. ચીનની જાહેરાત પછી અમેરિકન શૅરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે.

ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં હાજર બજારમાં આંશિક વધારો થયો હતો. જ્યારે વાયદા ઘટ્યા હતા. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૮,૦૫૨ ખૂલી ઉપરમાં રૂ. ૩૮,૧૩૦ અને નીચામાં રૂ. ૩૭,૯૬૦ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૫૫ ઘટીને રૂ. ૩૮,૦૧૦ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૭ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ. ૩૦,૦૫૪ અને ગોલ્ડ-પેટલ ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૯ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ. ૩૭૮૯ થયા હતા, જ્યારે સોનું-મિનિ સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૪ ઘટીને બંધમાં રૂ. ૩૭,૬૪૫ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ રૂ. ૪૩,૭૭૬ ખૂલી ઉપરમાં રૂ. ૪૩,૮૪૨ અને નીચામાં રૂ. ૪૩,૬૨૫ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે રૂ. ૧૪૨ ઘટીને રૂ. ૪૩,૭૫૪ બંધ રહ્યો હતો. ચાંદી-મિનિ ઑગસ્ટ રૂ. ૧૫૨ ઘટીને રૂ. ૪૩,૭૫૨ અને ચાંદી-માઈક્રો ઑગસ્ટ રૂ. ૧૪૭ ઘટીને રૂ. ૪૩,૭૫૫ બંધ રહ્યા હતા.


સોનાના ઈટીએફમાં રોકાણપ્રવાહમાં વધારો

સોનાના ભાવમાં જોવા મળી રહેલી તેજીની ચમક પાછળ વૈશ્વિક અર્થતંત્ર સામે વધી રહેલા જોખમો, ફરી શરૂ થયેલો હળવા વ્યાજદરનો દોર અને સંભવિત નાણાં પ્રવાહિતા છે. આ તેજીની ચમક પાછળનું પરિબળ એકસ્ચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)ની સતત ખરીદી પણ છે. બ્લુમબર્ગના ડેટા અનુસાર ૨૦૧૬ પછી સોનાના ઈટીએફમાં ૧૦૦૦ ટન જેટલું સોનું ખરીદવામાં આવ્યું છે. ગત બુધવારે વૈશ્વિક બજારમાં ઈટીએફની કુલ અસ્કયામતો ૨૪૨૯.૯ ટન થઈ છે જે ૨૦૧૩ પછીના સૌથી ઊંચા સ્તરે છે. અગાઉ ૨૦૦૮ની નાણકીય કટોકટી પછી પણ સોનામાં રોકાણ વધ્યું હતું. આ કટોકટી બાદ ઈટીએફની અસ્કયામતોમાં ૧૪૨૫.૧ ટનનો વધારો જોવા મળ્યો હતો.

ટ્રેડ-વૉર અને આર્થિક મંદી ઉપર અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ-વૉર પણ એક કારણ છે કે જેના કારણે સોનામાં રોકાણ વધી રહ્યું છે. બીજી તરફ ગોલ્ડમેન શાસે એવી આગાહી કરી છે કે આગામી છ મહિનામાં વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ૧૬૦૦ ડૉલર પ્રતિ ઔંસને પાર કરી જશે.

આ પણ વાંચોઃ વૈશ્વિક મંદીથી બચવા માટે નિર્મલા સીતારમણે કરી મહત્વની જાહેરાતો

રૂપિયામાં વધારો

અમેરિક ડૉલર સામે આજે રૂપિયો એક તબક્કે ડિસેમ્બર ૨૦૧૮ના સ્તરે પટકાયો હતો, પણ કેન્દ્ર સરકાર વિદેશી નાણાં સંસ્થાઓ ઉપરનો સરચાર્જ હટાવી રહી છે તેથી મૂડીપ્રવાહ ફરી ભારતમાં આવશે તેવી આશાએ તેમાં વધારો થયો હતો. આજે રૂપિયો ૭૧.૯૩ની સપાટીએ નબળો ખૂલી વધારે ઘટી ૭૨.૦૫ થયો હતો અને પછી આવેલી ખરીદીમાં વધી ૭૧.૫૮ થયા બાદ ૭૧.૬૫ની સપાટીએ બંધ આવ્યો હતો. આજે રૂપિયામાં ડૉલર સામે ૧૫ પૈસાનો વધારો જોવા મળ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

24 August, 2019 09:54 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK