આ ગુજરાતી વેપારી 50,000 કરોડના શેરનું કરશે દાન, અત્યાર સુધી 1.45 લાખ કરોડનું દાન કર્યું છે

Published: Mar 14, 2019, 17:51 IST

આ ગુજરાતી વેપારી કે જે ભારતની દિગ્ગજ IT કંપની ધરાવે છે જેણે એક મહત્વની જાહેરાત કરીને લોકોના દિલ જીતી લીધા છે. આ બીજું કોઇ જ નહી પણ દેશની ટોચની આઇટી કંપની વિપ્રોના ફાઉન્ડર અઝીમ પ્રેમજીએ કહ્યું છે.

બિઝનેસમેન અઝીમ પ્રેમજી
બિઝનેસમેન અઝીમ પ્રેમજી

આજના સમયે ગુજરાતી વેપારીઓ દેશ અને દુનિયામાં રાજ કરે છે. ત્યારે આ ગુજરાતી વેપારી કે જે ભારતની દિગ્ગજ IT કંપની ધરાવે છે જેણે એક મહત્વની જાહેરાત કરીને લોકોના દિલ જીતી લીધા છે. આ બીજું કોઇ જ નહી પણ દેશની ટોચની આઇટી કંપની વિપ્રોના ફાઉન્ડર અઝીમ પ્રેમજીએ કહ્યું છે.

અઝીમ પ્રેમજીએ શું કરી જાહેરાત

વિપ્રોના ફાઉન્ડર અઝીમ પ્રેમજીએ જાહેરાત કરી છે કે તે પોતાના શેરહોલ્ડિંગના વધારાના 34 ટકા હિસ્સાને દાન કરશે. આ 34 ટકા હિસ્સાની વાત કરીએ તો તેની કિંમત હાલ 52,750 કરોડ રૂપિયા થાય છે. અઝીમ પ્રેમજી દેશની ત્રીજા સૌથી મોટી આઈટી કંપની વિપ્રોના ચેરમેન છે. તેમના ફાઉન્ડેશને અત્યાર સુધીમાં કુલ 1.45 લાખ કરોડ રૂપિયાનું દાન આપી ચુક્યા છે. આપી ચૂક્યા છે.

અઝીમ પ્રેમજી ફાઉન્ડેશને 5 વર્ષમાં 100થી વધુ NGOને ફંડ કર્યું

સમાજ સેવા માટે બનાવવામાં આવેલું અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન મોટા ભાગે શિક્ષાના ક્ષેત્રમાં કામ કરે છે. તેનું લક્ષ્ય પબ્લિક સ્કુલની સિસ્ટમને સારી બનાવવાનું છે. ફાઉન્ડેશ આ ક્ષેત્રમાં કામ કરનાર ઘણાં એનજીઓને આર્થિક મદદ પણ કરે છે. વંચિત વર્ગો માટે કામ કરી કહેલા 150થી વધુ એનજીઓને 5 વર્ષમાં અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનમાંથી ફન્ડ મળ્યું છે.

આ રાજ્યોમાં ફાઉન્ડેશન સક્રિય છે

અઝીમ પ્રેમજી “અઝીઝ પ્રેમજી ફાઉન્ડેશન” ના નામથી સમાજ સેવા કરે છે. હાલ આ ફાઉન્ડેશન કર્ણાટક, ઉતરાખંડ, રાજસ્થાન, છતીસગઢ, પોન્ડીચેરી, તેલંગાના, મધ્ય પ્રદેશ અને ઉતર-પૂર્વી રાજયોમાં શિક્ષણ ક્ષેત્રે સક્રિય છે.

આ પણ વાંચોઃ રાહુલ બજાજનું બજાજ ફિનસર્વના ચૅરમૅન અને નૉન-એક્ઝિક્યુટિવપદેથી રાજીનામું

ફાઉન્ડેશન બેંગલોરમાં યુનિવર્સિટી પણ ચલાવે છે

આ ફાઉન્ડેશન બેંગલુરુમાં અઝીમ પ્રેમજી યુનિવર્સિટી પણ ચલાવે છે. ઝડપથી આ યુનિવર્સિટીને 5 હજાર વિધાર્થીઓ અને 400 શિક્ષકોની ક્ષમતાવાળી બનાવવામાં આવશે. બાદમાં ઉતર ભારતમાં પણ એક યુનિવર્સિટી ખોલવાની યોજના છે.

Loading...

Tags

news
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK