નવેમ્બરમાં મારુતિ સુઝુકીનું વેચાણ ૧૨ ટકા વધ્યું

Published: 3rd December, 2012 06:58 IST

તહેવારોની સીઝન અને નવી લૉન્ચ કરાયેલી અલ્ટો ૮૦૦ સ્મૉલ કારને પગલે નવેમ્બરમાં મારુતિ સુઝુકીના વેચાણમાં વાર્ષિક ધોરણે ૧૨ ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીએ આ સમયગાળામાં ૧.૦૩ લાખ યુનિટ્સનું વેચાણ કર્યું હતું.



ગત મહિને કંપનીનું સ્થાનિક વેચાણ ૧૦ ટકા વધીને ૯૦,૮૮૨ એકમ થયું હતું, જ્યારે નિકાસ ૩૮ ટકા વધીને ૧૨,૩૧૮ યુનિટ્સ થઈ હતી. ૧૬ ઑક્ટોબરના રોજ લૉન્ચ થયેલી નવી અલ્ટો માટે કંપનીને ૫૦,૦૦૦થી પણ વધુ ઑર્ડર મળ્યા હતા. જોકે અલ્ટોને બાદ કરતાં મિની કારનું કુલ વેચાણ નવેમ્બરમાં ૬ ટકા ઘટીને ૩૬,૬૭૯ થયું છે. આ ઉપરાંત વૅનના વેચાણમાં પણ ૧૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે એનએસઈ ખાતે કંપનીનો શૅર એક ટકો ઘટીને ૧૪૭૩.૮૫ બંધ રહ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK