લાંબા ગાળા માટે ઘટાડે ખરીદી કરો

Published: 29th October, 2012 06:25 IST

મૉનિટરી પૉલિસીનો રિવ્યુ બૅન્કિંગ શૅર્સ માટે મહત્વનો બની રહેશેદેવેન ચોકસીની કલમે

ડેરિવેટિવ્ઝના છેલ્લા દિવસ ગુરુવારે બજાર રેન્જબાઉન્ડ રહી હતી. જોકે સેન્સેક્સમાં અડધા ટકાની વૃદ્ધિ થઈ હતી. શુક્રવારે મોટા પાયે વેચવાલીને કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સરકારે જાહેર ક્ષેત્રની કંપની નૅશનલ મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનમાં ૧૦ ટકા ઇક્વિટીના વેચાણને મંજૂરી આપી છે તેમ જ શૅરના વેચાણ માટે ઑક્શન સિવાયના અન્ય વિકલ્પ પણ ધ્યાનમાં લેવાનો નિર્ણય લીધો છે એને કારણે હવે જાહેર ક્ષેત્રની કંપનીઓના શૅર્સ લાઇમલાઇટમાં રહેશે. નાણામંત્રાલયને આશા છે કે ડિસેમ્બરના અંત સુધી સરકારી કંપનીઓના શૅરના વેચાણ દ્વારા ૧૨,૦૦૦થી ૧૩,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરી શકાશે જેને કારણે સરકારને નાણાકીય ખાધ નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે. રિઝર્વ બૅન્ક આવતી કાલે મૉનિટરી પૉલિસીના રિવ્યુમાં વ્યાજદરમાં ઘટાડો કરશે એવી આશા છે.

સ્થાનિક મોરચે હવે ઘણા બધા બનાવો બનવાની અપેક્ષા છે. મારું માનવું છે કે સતત પૉલિસી રિફૉમ્ર્સ, નીચા વ્યાજદરની સ્થિતિ, ગવર્નન્સનો અસરકારક અમલ વગેરેને કારણે જીડીપીમાં વધારો થશે. એને પગલે બિઝનેસની ઑપરેટિંગ એન્વાયર્નમેન્ટ, ઇન્ડસ્ટિÿયલ અને કન્ઝ્યુમર ડિમાન્ડ તેમ જ કૉર્પોરેટ પ્રૉફિટેબિલિટીમાં સુધારો થશે. સેકન્ડ ક્વૉર્ટરનાં કૉર્પોરેટ પરિણામો અપેક્ષા કરતાં સારાં આવી રહ્યાં છે એને કારણે લેટેસ્ટ રિફૉર્મ અને ઇન્વેસ્ટમેન્ટ વધવાથી રીરેટિંગ અને અર્નિંગ્સ રિવિઝન્સની શક્યતા વધી છે. મારું માનવું છે કે લાંબા ગાળા માટે દરેક ઘટાડે શૅરની ખરીદી કરવાનો અત્યારે યોગ્ય સમય છે.

ગુરુવારે અમેરિકન બજારોમાં થોડું પુલબૅક જોવા મળ્યું હતું. કેટલાક પૉઝિટિવ ઇકૉનૉમિક ડેટાને પગલે શૅર્સમાં મામૂલી સુધારો જોવા મળ્યો હતો. જૉબલેસ ક્લેમ્સ માટેની નવી ઍપ્લિકેશન્સમાં ૨૩,૦૦૦નો ઘટાડો થયો હતો. એ દર્શાવે છે કે લે-ઑફ્સ કરતાં હાયરિંગમાં વૃદ્ધિ થઈ છે. સપ્ટેમ્બરમાં અમેરિકામાં ડ્યુરેબલ મૂડીઝના ઑર્ડર્સમાં અપેક્ષા કરતાં વધુ વધારો થયો છે. બૅન્ક ઑફ જપાન મૉનિટિરી પૉલિસી હળવી કરશે એવી અપેક્ષાએ યેન સામે અમેરિકન ડૉલર વધીને છેલ્લાં ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. અમેરિકન શૅર્સમાં સુધારો જોવા મળ્યો હતો. યુનિલિવર અને સનોફ સહિતની કંપનીઓની કામગીરી અપેક્ષા કરતાં સારી રહી હોવાથી યુરોપિયન શૅર્સ બીજા દિવસે પણ વધ્યા હતા. ચાઇના યુનિકૉમ (હૅન્ગકૉન્ગ) અને ઍપલની કામગીરી ઍનલિસ્ટ્સના અંદાજ કરતાં નબળી રહી હતી એટલે એશિયન શૅર્સ અને અમેરિકન ઇક્વિટી ફ્યુચર્સમાં ઘટાડો થયો હતો.

વૅલ્યુ પિક : કેપીઆઇટી કમિન્સ

કેપીઆઇટી કમિન્સ ઇન્ફોસિસ્ટમ્સે સેકન્ડ ક્વૉર્ટરમાં ફસ્ર્ટ ક્વૉર્ટરની સરખામણીએ ડૉલરના મૂલ્યમાં આવકમાં ૫.૫૦ ટકાની વૃદ્ધિ થઈ છે. સિસ્ટાઇમને કારણે આવકના ગ્રોથને સપોર્ટ મળ્યો છે. સિસ્ટાઇમનો સતત બીજા ક્વૉર્ટરમાં ગ્રોથ ડબલ ડિજિટમાં રહ્યો છે. આવકમાં ૧૬ ટકાની વૃદ્ધિ થઈ છે. મૅનેજમેન્ટનું માનવું છે કે સિસ્ટાઇમનો ગ્રોથ ટૂંકા ગાળામાં જળવાઈ રહેશે. હું રોકાણકારોને આ શૅર ઍક્યુમ્યુલેટ કરવાની ભલામણ કરું છું. ટાર્ગેટ પ્રાઇસ ૧૩૮ રૂપિયાની છે.

આગામી ચાલ

લાંબા કન્સોલિડેશન બાદ બીજી સ્ટ્રૉન્ગ તેજી માટે નિફ્ટીએ થોડો આરામ લીધો છે. મારું માનવું છે કે ઘટાડે ખરીદી કરવી જોઈએ. ૧૨૫ રૂપિયાની ઉપર ક્રૉમ્પ્ટનની ખરીદી કરી શકાય. ટાર્ગેટ પ્રાઇસ ૧૩૭થી ૧૪૫ રૂપિયાની છે. સ્ટરલાઇટ ટૅક્નૉલૉજીઝ ૩૦થી ૩૧ રૂપિયાની આસપાસ ખરીદી શકાય. નજીકની ટાર્ગેટ પ્રાઇસ ૩૭ રૂપિયાની અને બાદમાં ૪૭ રૂપિયાની છે. અદાણી એન્ટરપ્રાઇઝ ૨૨૧ રૂપિયાની ઉપર લઈ શકાય. ટાર્ગેટ પ્રાઇસ ૨૫૪ રૂપિયાની છે. ડાઉનવર્ડ રિસ્ક ૨૧૦ રૂપિયાના લેવલનું રાખી શકાય. અદાણી પોર્ટ ૧૫૦ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે ૧૩૦ રૂપિયાની ઉપરમાં ખરીદી શકાય. રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસીનો રિવ્યુ બૅન્કિંગ સ્ટૉક માટે મહત્વનો બની રહેશે. ૨૨૦૦ રૂપિયાની આસપાસ એસબીઆઇ ૨૩૪૦થી ૨૩૫૦ રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે સારો જણાય છે.

આઇસીઆઇસીઆઇ ૧૦૯૬ રૂપિયાની ઉપર ૧૨૦૦ રૂપિયાના ટાર્ગેટ સાથે લઈ શકાય. આઇડીએફસીનો ૧૫૭ રૂપિયાની ઉપર બંધ આવે તો ૧૬૫થી ૧૭૭ રૂપિયાના લેવલની અપેક્ષા રાખી શકાય અને રૂરલ ઇલેક્ટિÿફિકેશન કૉર્પોરેશન પણ સારો જણાય છે. હું આ શૅર્સ ઍક્યુમ્યુલેટ કરવાની ભલામણ કરું છું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK