બૅન્કિંગ કનેક્ટ ટૂલ NPCI ભારત બિલપે લિમિટેડ (NBBL) દ્વારા વિકસાવવામાં આવેલું ઇન્ટરઑપરેબલ નેટ બૅન્કિંગ સૉલ્યુશન છે
પ્રતીકાત્મક તસવીર
દેશમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)થી પેમેન્ટ કરવું એ પેમેન્ટનું સૌથી સરળ અને લોકપ્રિય મીડિયમ બન્યું છે. હવે ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (IoT) સાથે કનેક્ટેડ કાર, સ્માર્ટ વૉચ, સ્માર્ટ ગૉગલ્સ કે સ્માર્ટ ટેલિવિઝન દ્વારા પણ UPI પેમેન્ટ કરી શકાશે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ-૨૦૨૫માં ઑનલાઇન પેમેન્ટ વધુ સ્માર્ટ, ઝડપી અને વધુ અનુકૂળ બનાવવાના હેતુથી ૪ નવાં ડિજિટલ ટૂલ્સ રજૂ કર્યાં હતાં. એમાં IoT સાથે કનેક્ટેડ સ્માર્ટ ડિવાઇસિસ દ્વારા પેમેન્ટની મહત્ત્વની સુવિધા એક મહત્ત્વનું ટૂલ હતું.આ ઉપરાંત UPI HELP આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) બેઝ્ડ સપોર્ટ સિસ્ટમ છે. સ્મૉલ લૅન્ગ્વેજ મૉડલ (SLM) તરીકે UPI HELP હાલમાં ઇંગ્લિશમાં ઉપલબ્ધ છે. તબક્કાવાર આ સપોર્ટ સિસ્ટમને જુદી-જુદી ભારતીય ભાષાઓમાં લૉન્ચ કરવામાં આવશે.
બૅન્કિંગ કનેક્ટ ટૂલ NPCI ભારત બિલપે લિમિટેડ (NBBL) દ્વારા વિકસાવવામાં આવેલું ઇન્ટરઑપરેબલ નેટ બૅન્કિંગ સૉલ્યુશન છે. આ ટૂલ ઇન્ટરનેટ અને મોબાઇલ બૅન્કિંગ ટ્રાન્ઝૅક્શનમાં ઈ-પેમેન્ટને સરળ બનાવશે. UPI રિઝર્વ પે ટૂલ દ્વારા ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ, ફૂડ ડિલિવરી ઍપ્લિકેશન્સ અને કૅબ ઍગ્રિગેટર્સ માટે રિપીટ ટ્રાન્ઝૅક્શન સરળ બનશે. આ ટૂલ્સને લીધે કાર્ડની વિગતો અથવા OTP વારંવાર એન્ટર કર્યા વગર સરળ અને સુરક્ષિત રીતે પેમેન્ટ કરી શકાશે.


