વાંચો બજેટની હાઈલાઈટ્સ અહીં

ફાઇલ તસવીર
બજેટની સાત પ્રાથમિકતા - સપ્તર્ષિ
(૧) સર્વાંગી વિકાસ (૨) સમાજના છેલ્લામાં છેલ્લા નાગરિક સુધી પહોંચવું (૩) ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ (૪) દેશની ક્ષમતાનો ઉપયોગ (પ) હરિત વિકાસ (૬) યુવા શક્તિને પ્રોત્સાહન (૭) નાણાકીય ક્ષેત્રનો વિકાસ
- આ બજેટ અમૃતકાળનું પ્રથમ બજેટ છે
- રેલવે માટેનો મૂડીગત ખર્ચ ૨.૪ ટ્રિલ્યન રૂપિયા કરવામાં આવશે, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ ખર્ચ હશે
- વિશ્વભરમાં આર્થિક નબળાઈ હોવા છતાં ભારત સૌથી વધુ ઝડપે પ્રગતિ કરી રહેલું અર્થતંત્ર
- દુનિયાએ ભારતના અર્થતંત્રની પ્રશંસા કરી છે
- કોરોનાકાળમાં ૮૦ કરોડ લોકોને ૨૮ મહિના સુધી અનાજ ઉપલબ્ધ કરાવ્યું
- પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ આવતા એક વર્ષ સુધી ૧-૧-’૨૩થી લાગું
- વર્તમાન નાણાકીય વર્ષના અંતે ૭ ટકાના વૃદ્ધિદરનો અંદાજ
- ભારતીય અર્થતંત્ર વિશ્વમાં ૧૦મા સ્થાનેથી આગળ વધીને પાંચમા સ્થાને પહોંચ્યું છે
- પીએમ સુરક્ષા હેઠળ ૪૪ કરોડ લોકોને વીમો મળ્યો
- ૪૭.૮ કરોડ જનધન ખાતાં ખોલવામાં આવ્યાં છે
- ભારતનું અર્થતંત્ર યોગ્ય રસ્તે જઈ રહ્યું છે
- ૧૧.૪ કરોડ ખેડૂતોને ૨.૨ લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે
- ૨૦૨૨માં ૧.૨૪ લાખ કરોડ રૂપિયાના યુપીઆઇ વ્યવહારો થયા
- કારીગરો માટે પીએમ વિશ્વકર્મા કૌશલ સમ્માન યોજના : કારીગરોને એમએસએમઈ વૅલ્યુ ચેઇન સાથે સાંકળવામાં આવશે
- સરકાર આર્થિક વિકાસ તથા રોજગાર વધારવા પર લક્ષ આપશે
- પીપીપી મૉડલ હેઠળ પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવશે, કારણ કે આ ક્ષેત્રે વિકાસની તક ઉપલબ્ધ છે
- અમૃતકાળ ટેક્નૉલૉજી પર આધારિત હશે
- જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે કાર્ય કરાશે
- ઍગ્રિકલ્ચર એક્સેલરેટર ફન્ડની રચના કરાશે. કૃષિ સ્ટાર્ટઅપ સ્થાપવા માટે ગામડાંના યુવાનોને પ્રોત્સાહન આપવામાં આવશે
- ભારત કડધાન્યમાં વૈશ્વિક અગ્રણી બનવા તૈયાર
- કપાસ માટે પીપીપી કાર્યક્રમ હેઠળ યોજના તૈયાર
- આત્મનિર્ભર ક્લીન કાર્યક્રમ શરૂ કરાશે
- આગામી નાણાકીય વર્ષમાં કૃષિ ક્ષેત્રે ૨૦ લાખ કરોડ રૂપિયાનું ધિરાણ આપવાનું લક્ષ્ય
- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મિલેટ્સની સ્થાપના કરાશે
- ૬૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે પીએમ મત્સ્ય સંપદા યોજનાનો અમલ થશે
- ૧૫૭ નર્સિંગ કૉલેજ ખોલવામાં આવશે, જે મેડિકલ કૉલેજોની સાથે બનશે
- ૬૩,૦૦૦ પ્રાઇમરી ઍગ્રી ક્રેડિટ સોસાયટી બનાવવામાં આવશે
- કો-ઑપરેટિવ સોસાયટી માટે નૅશનલ ડેટાબેઝ બનાવવામાં આવશે
- ફાર્મા ઉદ્યોગમાં સંશોધન માટે નવો કાર્યક્રમ
- સ્વૈચ્છિક સંસ્થાઓની સાથે મળીને સાક્ષરતા માટે કામ કરવામાં આવશે
- એકલવ્ય સ્કૂલ માટે ૩૮,૮૦૦ શિક્ષકોની ભરતી કરવામાં આવશે
- પીએમ આવાસ યોજનાનો ખર્ચ ૬૬ ટકા વધારવામાં આવ્યો છે
- વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવા માટે રાજ્યોને પ્રોત્સાહિત કરવા PM-PRANAM શરૂ કરવામાં આવશે
- સરકાર ૧ કરોડ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા માટે સુવિધા આપશે
- નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ માટે રાજકોષીય ખાધનું લક્ષ્ય ૬.૪ ટકા
- કૅપિટલ ઇન્વેસ્ટમેન્ટ જીડીપીના ૩.૩ ટકા હશે. કુલ ૧૩.૭ લાખ કરોડ રૂપિયાનો મૂડીગત ખર્ચ (કૅપિટલ એક્સપેન્ડિચર) કરવામાં આવશે
- પરિવહન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે ૭૫,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી
- ફિનટેક સેવાઓના ક્ષેત્રે નવી સુવિધાઓ લાવવામાં આવશે. ડિજિલૉકરમાં વધુ દસ્તાવેજોને રાખવા માટેની વ્યવસ્થા કરાશે
- એમએસએમઈ અને મોટા બિઝનેસ માટે પણ ડિજિલૉકર બનશે
- ૭૦૦૦ કરોડ રૂપિયાના રોકાણ દ્વારા ઈ-કોર્ટના ત્રીજા તબક્કાની શરૂઆત કરાશે
- 5G ઍપ્લિકેશન્સ માટે ૧૦૦ લૅબોરેટરીઝની સ્થાપના કરવામાં આવશે
- કેવાયસીની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે
- તમામ નગરો અને શહેરોમાં સેપ્ટિક ટૅન્ક તથા ગટરની સફાઈ માટે માણસોની જગ્યાએ હવે સંપૂર્ણપણે મશીનો દ્વારા કામ કરવામાં આવશે
- ભારતમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના વિકાસ અને ઉપયોગ માટે ત્રણ ઉત્કૃષ્ટતા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે
- ગ્રીન હાઇડ્રોજન મિશન માટે ૧૯,૭૦૦ કરોડ રૂપિયાની ફાળવણી. ૨૦૩૦ સુધીમાં ફાઇ- એમએમટી ગ્રીન હાઇડ્રોજનનું નિર્માણ કરવાનું આયોજન
- લદાખ માટે રિન્યુએબલ એનર્જી માટે ૨૦,૭૦૦ કરોડ રૂપિયાની ફાળવણી
- વૈકલ્પિક ખાતર માટે નવી યોજના શરૂ કરાશે
- સરકાર નૅશનલ ડેટા ગવર્નન્સ પૉલિસી લાવશે
- ૩૦ રાષ્ટ્રીય કૌશલ્ય કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે
- ૪૭ લાખ યુવાનોને ત્રણ વર્ષ માટે સ્ટાઇપેન્ડ આપવામાં આવશે
- વરિષ્ઠ નાગરિકો માટેની બચત યોજનામાં મહત્તમ રોકાણ ૧૫ લાખથી વધારીને ૩૦ લાખ રૂપિયા કરવામાં આવશે
- માસિક આવક યોજના માટેની મહત્તમ સિંગલ નામમાં કરાતા રોકાણ માટેની મર્યાદા ૪.૫ લાખથી વધારીને ૯ લાખ કરવામાં આવશે