Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરવું કોને માટે જરૂરી?

ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરવું કોને માટે જરૂરી?

23 May, 2023 12:57 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સામાન્ય રીતે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં ડેવલપર, બિલ્ડિંગના બધા જ ફ્લૅટના માલિકોને જ્યાં સુધી નવા ફ્લૅટ બંધાઈ ન જાય ત્યાં સુધી તેમને વળતરરૂપે માસિક ભાડું ચૂકવે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ટેક્સ રામાયણ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલિંગનો સમય આવી ગયો છે. આપણા બધાના મનમાં એક સવાલ હોય છે કે ઇન્કમ ટૅક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવું કોને માટે જરૂરી છે?

જો નાણાકીય વર્ષ દરમ્યાન નીચે જણાવેલ શરતોમાંથી કોઈ પણ તમારા માટે બંધબેસતી આવતી હોય તો તમારે માટે ITR ફાઇલ કરવું ફરજિયાત છે.  • કુલ આવક બેઝિક એક્ઝમ્પ્શન લિમિટથી વધુ હોય 
 • ૨,૫૦,૦૦૦ રૂપિયા ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ માટે 
 • ૩,૦૦,૦૦૦ રૂપિયા સિનિયર સિટિઝન માટે (ઉંમર ૬૦ વર્ષ કે એથી વધુ)
 • ૫,૦૦,૦૦૦ રૂપિયા સુપર સિનિયર સિટિઝન માટે (ઉંમર ૮૦ વર્ષ કે એથી વધુ)
 • ટર્નઓવર, નફો અથવા નુકસાન વગેરેને ધ્યાનમાં લીધા વગર દરેક પાર્ટનરશિપ ફર્મ્સ, લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ્સ અને કંપનીઓ માટે ITR ફાઇલ કરવું જરૂરી છે.  
 • સિનિયર સિટિઝન સિવાયના કોઈ પણ વ્યક્તિ માટે ટૅક્સ ડિડક્ટેડ/કલેક્ટેડ ઍટ સોર્સ જો ૨૫,૦૦૦થી વધુ હોય અને સિનિયર સિટિઝન માટે ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ હોય. 
 • બૅન્કના એક અથવા વધુ કરન્ટ અકાઉન્ટમાં એક કરોડ કે એથી વધુ રૂપિયા જમા કરાવ્યા હોય. 
 • સેવિંગ બૅન્કના ખાતામાં ૫૦ લાખ રૂપિયાથી વધુ જમા કરાવ્યા હોય. 
 • ૩૦ લાખ રૂપિયાથી વધુની કિંમતની પ્રૉપર્ટીની ખરીદી-વેચાણ કર્યા હોય. 
 • ધંધામાં ૬૦ લાખ રૂપિયાથી વધુનું ટર્નઓવર થયું હોય. 
 • પ્રોફેશનમાંથી ગ્રોસ આવક ૧૦ લાખ રૂપિયાથી વધુ હોય. 
 • એક લાખથી વધુનો ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ હોય. 
 • ઇન્કમના કોઈ પણ મથાળા (હેડ) હેઠળ લૉસને કૅરી ફૉર્વર્ડ કરી હોય. 
 • વિદેશપ્રવાસ પર બે લાખ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો હોય. 
 • ભારત દેશની બહાર કોઈ પણ ઍસેટ અથવા ફાઇનૅન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય. 

 રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ દરમ્યાન મળતાં ભાડાં વિશે રાહતદાયી ચુકાદો 

ઇન્કમ ટૅક્સ અપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)ની મુંબઈ બેન્ચે હાલમાં જણાવ્યું છે કે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને કારણે બિલ્ડર પાસેથી વળતરરૂપે મળેલાં ભાડાંની આવકનો પ્રકાર કૅપિટલ રિસીટ ગણાશે અને પહેલાના ફ્લૅટના માલિક કે જેને આ ભાડું મળે છે તેને માટે એ રકમ આવક તરીકે નહીં ગણાય અને એથી એની પર ટૅક્સ નહીં લાગે.    


સામાન્ય રીતે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં ડેવલપર, બિલ્ડિંગના બધા જ ફ્લૅટના માલિકોને જ્યાં સુધી નવા ફ્લૅટ બંધાઈ ન જાય ત્યાં સુધી તેમને વળતરરૂપે માસિક ભાડું ચૂકવે છે. પહેલાના ફ્લૅટ માલિકો આ રીતે મળતાં ભાડાંની રકમને કામચલાઉ રીતે બીજા ફ્લૅટમાં રહેવા માટેનું ભાડું ચૂકવવા માટે વાપરે છે.   

નાણાકીય વર્ષ ૨૦૧૨-’૧૩ માટે અજય પારસમલ કોઠારીનો કેસ આઇટી સ્ક્રૂટીની માટે લેવામાં આવ્યો હતો. અજયનો મુંબઈની એક હાઉસિંગ સોસાયટીમાં ફ્લૅટ હતો. તેમને વળતર પેટે ભાડાંના ૩.૭ લાખ રૂપિયા સોસાયટીના ડેવલપરે ચૂકવ્યા હતા. અજયે ડેવલપર પાસેથી મળેલી આ રકમને કૅપિટલ રિસીટ તરીકે બતાવી અને એથી એ ટૅક્સેબલ નથી એમ જણાવ્યું. 
આ સ્થળાંતરના સમય દરમ્યાન તેઓ પોતાનાં માતા-પિતા સાથે રહ્યા હતા. તપાસણીકર્તા ઑફિસરે નોંધ્યું કે અજયે આ રકમ બીજા ઘરનાં ભાડાંની ચુકવણી પેટે નથી વાપરી. એથી આ ઑફિસરે ૩.૭ લાખ રૂપિયાની રકમને ‘ઇન્કમ ફ્રૉમ અધર સોર્સિસ’ તરીકે ગણીને ટૅક્સેબલ ગણાવી. ઇન્કમ ટૅક્સ કમિશનરે પણ આ ચુકાદો માન્ય રાખ્યો. આથી અજયે ઇન્કમ ટૅક્સ અપેલેટ ટ્રિબ્યુનલમાં અપીલ કરી.  

સ્થળાંતરની તકલીફનું વળતર

ઇન્કમ ટૅક્સ અપેલેટ ટ્રિબ્યુનલે નોંધ્યું કે ભલે એસેસી બીજા ભાડાના ઘરમાં રહેવા નહોતા ગયા અને માતા-પિતાના ઘરમાં જ રહ્યા હતા, છતાં પણ તેમણે રીડેવલપમેન્ટને લીધે પોતાનું ઘર છોડવાના કારણે તકલીફ તો ઉઠાવી જ છે. એથી ઇન્કમ ટૅક્સ અપેલેટ ટ્રિબ્યુનલે જણાવ્યું કે એસેસીને મળેલી આ રકમ એ સ્થળાંતરને લીધે તેમને પડેલી તકલીફનું વળતર જ છે. હાર્ડશિપ અલાવન્સ અને પડેલી તકલીફના વળતરરૂપે મળેલી રકમ જેને મળી છે એને માટે કરપાત્ર નથી, કેમ કે તકલીફને આર્થિક રીતે મૂલવી ન શકાય અને એની કોઈ કિંમત ન મૂકી શકાય. પહેલાના આવા જ એક કેસને આધાર માનીને ઇન્કમ ટૅક્સ અપેલેટ ટ્રિબ્યુનલે વળતરરૂપે મળેલ ભાડાંની રકમ પર ટૅક્સ નહીં લાગે એમ જણાવ્યું હતું. તાજેતરમાં અસંખ્ય પરિવારો રીડેવલપમેન્ટને કારણે સ્થળાંતરિત થઈને ભાડાં પર બીજા ફ્લૅટ્સમાં રહે છે, તેમને માટે આ ચુકાદો એક મોટી રાહત સાબિત થશે.

સવાલ તમારા…

સવાલ : એમ. એલ. મોટવાનીનો પ્રશ્ન છે કે અમે ચાંદ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી, જુહુમાં રહીએ છીએ. સોસાયટીમાં કુલ ૧૬૧ ફ્લૅટ છે. અમારા વિસ્તારના એક નામાંકિત બિલ્ડર એને રીડેવલપ કરવાના છે. આઇઓડી અને સીસી મળ્યા પછી, નવા બાંધકામના સમયગાળા દરમ્યાન અમને ભાડું મળવાનું છે. આજનાં અખબારોમાં પ્રકાશિત થયેલા એક ચુકાદા મુજબ આ ભાડાંની રકમ પર ટૅક્સ નહીં લાગે.   અમને હાર્ડશિપ અલાવન્સ પણ મળવાનું છે. શું સેક્શન ૫૪ પ્રમાણે, આ હાર્ડશિપ અલાવન્સ પર ટૅક્સ લાગુ પડશે? 

ઉત્તર : હાર્ડશિપ અલાવન્સને કૅપિટલ રિસીટ ગણવામાં આવે છે એથી એ ટૅક્સ ફ્રી ગણાશે, પરંતુ લિટિગેશન ટાળવા માટે રિટર્ન ખૂબ જ સાવધાનીપૂર્વક ભરવું. 

ટૅક્સ રેજિમ બદલી શકે નહીં. એક વાર એમ્પ્લોયરને ટૅક્સ રેજિમની પસંદગી બાબત જણાવ્યા બાદ એ પ્રમાણે ટૅક્સ કપાઈ જશે. તેમ છતાં, કર્મચારી આવકવેરાનું રિટર્ન ફાઇલ કરતી વખતે કોઈ પણ ટૅક્સ રેજિમની પસંદગી કરી શકશે.  

- જનક બથિયા

Whatsapp-channel Whatsapp-channel

23 May, 2023 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK