Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > બિઝનેસ સમાચાર > તમારી કાર કે ઘરની લોનના EMI નહીં વધે

તમારી કાર કે ઘરની લોનના EMI નહીં વધે

06 April, 2024 09:36 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સતત સાતમી વખત રિઝર્વ બૅન્કે વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કર્યા

RBIના ગવર્નર શક્તિકાન્ત દાસ

RBIના ગવર્નર શક્તિકાન્ત દાસ

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ સતત સાતમી વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBIના ગવર્નર શક્તિકાન્ત દાસે રેપો રેટને ૬.૫ ટકા પર જાળવી રાખ્યો છે. આનો મતલબ એ થાય કે તમારી હોમ-લોન, કાર-લોન અને અન્ય તમામ પ્રકારની લોનના ઇક્વેટેડ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ (EMI)માં કોઈ ફરક નહીં પડે. શક્તિકાંત દાસે જણાવ્યું કે મૉનિટરી પૉલિસીની મીટિંગમાં કમિટીના ૬માંથી પાંચ સભ્યો પૉલિસી-રેટમાં કોઈ ફેરફાર નહીં કરવા માટે સહમત થયા હતા.

આ સાથે જ સ્ટૅન્ડિંગ ડિપોઝિટ ફૅસિલિટી (SDF) રેટ ૬.૨૫ ટકા પર અને માર્જિનલ સ્ટૅન્ડિંગ ફૅસિલિટી (MSF) રેટ અને બૅન્ક રેટ ૬.૭૫ ટકા પર યથાવત્ છે. આ ઉપરાંત રિઝર્વ બૅન્કે એના વલણમાં કોઈ ફેરફાર કર્યો નથી.

રિઝર્વ બૅન્કના અનુમાન મુજબ જ મોંઘવારી દર રહ્યો
ફેબ્રુઆરીમાં રીટેલ મોંઘવારી દર ૫.૦૯ ટકા રહ્યો છે જે જાન્યુઆરીમાં ૫.૧૦ ટકા હતો, જ્યારે ડિસેમ્બરમાં રીટેલ મોંઘવારી દર ૫.૬૯ ટકા હતો જે ૪ મહિનાની ઊંચી સપાટી છે. રિઝર્વ બૅન્ક મોંઘવારીને બેથી ૬ ટકા વચ્ચે જ રાખવા માગે છે. છેલ્લા ત્રણ મહિનાથી મોંઘવારી દર રિઝર્વ બૅન્કના અંદાજ મુજબ જ 
રહ્યો છે.

રિઝર્વ બૅન્કે અગાઉ મે ૨૦૨૨ બાદ વ્યાજદરમાં સતત વધારો કરવાનું શરૂ કર્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી ૨.૫ ટકાનો દરમાં વધારો કરવામાં આવ્યો છે. રેપો રેટ છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩માં ૦.૨૫ ટકા વધારીને ૬.૫ ટકા કરવામાં આવ્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધી રેપો રેટ આ જ સ્તરે જળવાઈ રહ્યો છે એટલે કે છેલ્લા એક વર્ષથી વ્યાજદરમાં કોઈ ફેરફાર થયો નથી.

છેલ્લા ૯ મહિનામાં કોર મોંઘવારી દરમાં સતત ઘટાડો

રિઝર્વ બૅન્કના ગવર્નરે કહ્યું કે ‘છેલ્લા ૯ મહિનામાં કોર (જેમાં ફૂડ અને ફ્યુઅલનો સમાવેશ નથી) ફુગાવાના દરમાં સતત ઘટાડો થયો છે. ફ્યુઅલ કમ્પોનન્ટ સતત ૬ મહિનાથી ડિફ્લેશનમાં રહ્યો છે. મોંઘવારી રિઝર્વ બૅન્કના લક્ષ્યની નજીક છે, પરંતુ અંતિમ તબક્કો હજી પણ પડકારજનક છે.’

ગવર્નરે કહ્યું કે ‘ગ્લોબલ ઇકૉનૉમી વૉલેટાઇલ છે. ૨૦૨૪માં ગ્લોબલ ટ્રેડ ઝડપથી વધવાની અપેક્ષા છે. વિકસિત દેશોમાં સર્વિસ ઇન્ફ્લેશન સ્થિર છે. ઇક્વિટી માર્કેટમાં તેજી જોવા મળી છે. આ ઉપરાંત બૉન્ડ યીલ્ડ અને ડૉલરમાં પણ વધ-ઘટ છે.’

મૅન્યુફૅક્ચરિંગને કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં તેજી જોવા મળી રહી છે. મૅન્યુફૅક્ચરિંગનો PMI ફેબ્રુઆરી અને માર્ચમાં સતત સુધર્યો છે અને તમામ સેક્ટરોએ મજબૂત વૃદ્ધિ નોંધાવી છે
વર્ષ ૨૦૨૪-’૨૫ માટે GDP ગ્રોથનો અંદાજ ૭ ટકા નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ (GDP) ગ્રોથ ૭ ટકા રહેવાનો અંદાજ છે. જ્યારે એ પ્રથમ ક્વૉર્ટરમાં ૭.૧, બીજા ક્વૉર્ટરમાં ૬.૯, ત્રીજા ક્વૉર્ટરમાં ૭ અને ચોથા ક્વૉર્ટરમાં પણ ૭ ટકા રહેવાની અપેક્ષા છે.રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ સતત સાતમી વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBIના ગવર્નર શક્તિકાન્ત દાસે રેપો રેટને ૬.૫ ટકા પર જાળવી રાખ્યો છે. આનો મતલબ એ થાય કે તમારી હોમ-લોન, કાર-લોન અને અન્ય તમામ પ્રકારની લોનના ઇક્વેટેડ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ (EMI)માં કોઈ ફરક નહીં પડે. શક્તિકાંત દાસે જણાવ્યું કે મૉનિટરી પૉલિસીની મીટિંગમાં કમિટીના ૬માંથી પાંચ સભ્યો પૉલિસી-રેટમાં કોઈ ફેરફાર નહીં કરવા માટે સહમત થયા હતા.
આ સાથે જ સ્ટૅન્ડિંગ ડિપોઝિટ ફૅસિલિટી (SDF) રેટ ૬.૨૫ ટકા પર અને માર્જિનલ સ્ટૅન્ડિંગ ફૅસિલિટી (MSF) રેટ અને બૅન્ક રેટ ૬.૭૫ ટકા પર યથાવત્ છે. આ ઉપરાંત રિઝર્વ બૅન્કે એના વલણમાં કોઈ ફેરફાર કર્યો નથી.

રિઝર્વ બૅન્કના અનુમાન મુજબ જ મોંઘવારી દર રહ્યો

ફેબ્રુઆરીમાં રીટેલ મોંઘવારી દર ૫.૦૯ ટકા રહ્યો છે જે જાન્યુઆરીમાં ૫.૧૦ ટકા હતો, જ્યારે ડિસેમ્બરમાં રીટેલ મોંઘવારી દર ૫.૬૯ ટકા હતો જે ૪ મહિનાની ઊંચી સપાટી છે. રિઝર્વ બૅન્ક મોંઘવારીને બેથી ૬ ટકા વચ્ચે જ રાખવા માગે છે. છેલ્લા ત્રણ મહિનાથી મોંઘવારી દર રિઝર્વ બૅન્કના અંદાજ મુજબ જ 
રહ્યો છે.

રિઝર્વ બૅન્કે અગાઉ મે ૨૦૨૨ બાદ વ્યાજદરમાં સતત વધારો કરવાનું શરૂ કર્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી ૨.૫ ટકાનો દરમાં વધારો કરવામાં આવ્યો છે. રેપો રેટ છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩માં ૦.૨૫ ટકા વધારીને ૬.૫ ટકા કરવામાં આવ્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધી રેપો રેટ આ જ સ્તરે જળવાઈ રહ્યો છે એટલે કે છેલ્લા એક વર્ષથી વ્યાજદરમાં કોઈ ફેરફાર થયો નથી.\

છેલ્લા ૯ મહિનામાં કોર મોંઘવારી દરમાં સતત ઘટાડો

રિઝર્વ બૅન્કના ગવર્નરે કહ્યું કે ‘છેલ્લા ૯ મહિનામાં કોર (જેમાં ફૂડ અને ફ્યુઅલનો સમાવેશ નથી) ફુગાવાના દરમાં સતત ઘટાડો થયો છે. ફ્યુઅલ કમ્પોનન્ટ સતત ૬ મહિનાથી ડિફ્લેશનમાં રહ્યો છે. મોંઘવારી રિઝર્વ બૅન્કના લક્ષ્યની નજીક છે, પરંતુ અંતિમ તબક્કો હજી પણ પડકારજનક છે.’

ગવર્નરે કહ્યું કે ‘ગ્લોબલ ઇકૉનૉમી વૉલેટાઇલ છે. ૨૦૨૪માં ગ્લોબલ ટ્રેડ ઝડપથી વધવાની અપેક્ષા છે. વિકસિત દેશોમાં સર્વિસ ઇન્ફ્લેશન સ્થિર છે. ઇક્વિટી માર્કેટમાં તેજી જોવા મળી છે. આ ઉપરાંત બૉન્ડ યીલ્ડ અને ડૉલરમાં પણ વધ-ઘટ છે.’

મૅન્યુફૅક્ચરિંગને કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં તેજી જોવા મળી રહી છે. મૅન્યુફૅક્ચરિંગનો PMI ફેબ્રુઆરી અને માર્ચમાં સતત સુધર્યો છે અને તમામ સેક્ટરોએ મજબૂત વૃદ્ધિ નોંધાવી છે
વર્ષ ૨૦૨૪-’૨૫ માટે GDP ગ્રોથનો અંદાજ ૭ ટકા નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ (GDP) ગ્રોથ ૭ ટકા રહેવાનો અંદાજ છે. જ્યારે એ પ્રથમ ક્વૉર્ટરમાં ૭.૧, બીજા ક્વૉર્ટરમાં ૬.૯, ત્રીજા ક્વૉર્ટરમાં ૭ અને ચોથા ક્વૉર્ટરમાં પણ ૭ ટકા રહેવાની અપેક્ષા છે.

RBI પૉલિસીની હાઇલાઇટ્સ
૧    વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં, રેપો રેટ ૬.૫ ટકા પર યથાવત્
૨    અકોમોડેશન મૉનિટરી વલણ અકબંધ
૩    વર્ષ ૨૦૨૪-’૨૫ માટે CPI મોંઘવારીનું અનુમાન ૪.૫ ટકા
૪    ખાધ ફુગાવાદરમાં હજી પણ અસ્થિરતા છે
૫    માર્ચમાં લિક્વિડિટીની સ્થિતિમાં સુધારો થયો
૬    વર્ષ ૨૦૨૩-’૨૪ના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળા દરમ્યાન વર્તમાન ખાતાની ખાધ નોંધપાત્ર ઘટી
૭    રિઝર્વ બૅન્કનો વિદેશી હૂંડિયામણનો ભંડાર રેકૉર્ડ સ્તરે
૮    અન્ય ઘણી મોટી કરન્સીની તુલનાએ રૂપિયો વધુ સ્થિર રહ્યો
૯    PPI વૉલેટ દ્વારા UPI પેમેન્ટને થર્ડ પાર્ટીના UPI ઍપ્સ મારફત મંજૂરી

ગવર્નમેન્ટ બૉન્ડમાં રોકાણ માટે મોબાઇલ-ઍપ લૉન્ચ કરશે રિઝર્વ બૅન્ક
ટૂંક સમયમાં ગવર્નમેન્ટ બૉન્ડ અથવા સિક્યૉરિટીઝ (G-Sec)માં રોકાણ કરવું ખૂબ સરળ બની જશે. નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫ની પ્રથમ મૉનિટરી પૉલિસીની મીટિંગ બાદ શક્તિકાન્ત દાસે ઘણી મહત્ત્વની જાહેરાત કરી છે, જેમાંથી એક રીટેલ ડાયરેક્ટ સ્કીમ સંદર્ભે પણ છે. ગવર્નમેન્ટ સિક્યૉરિટીઝ માર્કેટમાં રીટેલ રોકાણકારોની ભાગીદારી વધારવા અને પ્રક્રિયાને સરળ બનાવવા માટે રિઝર્વ બૅન્ક ટૂંક સમયમાં એક મોબાઇલ-ઍપ લૉન્ચ કરવા જઈ રહી છે. મોબાઇલ-ઍપ લૉન્ચ થયા બાદ આ સિક્યૉરિટીઝની ખરીદી અને વેચાણ સરળ બનશે.
રીટેલ ડાયરેક્ટ સ્કીમ ૨૦૨૧માં લૉન્ચ કરવામાં આવી હતી. એ G-Secમાં રોકાણ કરવા માટે રીટેલ રોકાણકારોના ઍક્સેસને સરળ બનાવવા માટે લૉન્ચ કરવામાં આવી હતી. ગવર્નમેન્ટ સિક્યૉરિટીઝમાં વ્યક્તિગત રોકાણકારની રોકાણ-સુવિધા માટે રીટેલ ડાયરેક્ટ સ્કીમ એ વન-સ્ટૉપ સૉલ્યુશન છે. આ પ્રોસેસમાં કોઈ એજન્ટ કે મધ્યસ્થીની જરૂર હોતી નથી. શક્તિકાન્ત દાસે કહ્યું કે ‘ગવર્નમેન્ટ સિક્યૉરિટીઝ સુધી રોકાણકારોની પહોંચ સરળ અને વધુ સારી બનાવવા માટે રીટેલ ડાયરેક્ટ પોર્ટલની મોબાઇલ-ઍપ તૈયાર કરવામાં આવી રહી છે. આ ઍપ ટૂંક સમયમાં ઉપયોગ માટે ઉપલબ્ધ થશે. એના દ્વારા તમે કોઈ પણ સમયે, ગમે ત્યાંથી ગવર્નમેન્ટ બૉન્ડ અથવા સિક્યૉરિટીઝ ખરીદી અને વેચી શકશો.’

Whatsapp-channel Whatsapp-channel

06 April, 2024 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK