Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > દેશમાંથી ચાની નિકાસ જાન્યુઆરીથી ઑક્ટોબરમાં ૧૮ ટકા વધી

દેશમાંથી ચાની નિકાસ જાન્યુઆરીથી ઑક્ટોબરમાં ૧૮ ટકા વધી

10 January, 2023 03:14 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશમાંથી કુલ ૧૮૫૩.૧૦ લાખ કિલો ચાની નિકાસ થઈ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


દેશમાંથી ચાની નિકાસમાં વીતેલા કૅલેન્ડર વર્ષના પહેલા ૧૦ મહિનામાં સરેરાશ વધી હતી. ટી-બોર્ડના આંકડાઓ મુજબ જાન્યુઆરી અને ઑક્ટોબર ૨૦૨૨ વચ્ચે ભારતમાંથી ચાની નિકાસ ૧૮.૧ ટકા વધીને ૧૮૫૩.૧ લાખ કિલો થઈ છે, જે અગાઉના સમાન પ્રથમ દસ મહિનામાં ૧૬૦૦ લાખ કિલો હતી.

ટી-બોર્ડના ડેટા અનુસાર, સીઆઇએસ દેશો ૨૦૨૨ના પ્રથમ દસ મહિનામાં ૪૩૬.૫ લાખ કિલોની સૌથી મોટી આયાતકર્તા રહ્યા, જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં ૩૬૯.૫ લાખ કિલો હતા.



યુએઈ આ સમયગાળા દરરમ્યાન ૩૨૯.૫ લાખ કિલો સાથે બીજા સૌથી મોટા આયાતકાર તરીકે સપાટી પર આવ્યું, જે અગાઉના સમાન સમયગાળામાં ૧૨૪.૫ લાખ કિલોથી નોંધપાત્ર રીતે વધારે છે.


ઈરાન જે ભારતીય રૂઢિચુસ્ત વિવિધતાનું મોટું આયાતકાર હતું, તેણે જાન્યુઆરીથી ઑક્ટોબર ૨૦૨૨ના સમયગાળામાં ૧૯૫.૨ લાખ કિલોની આયાત કરી હતી, જે ૨૦૨૧ના એ ૧૦ મહિનામાં ૨૧૪.૫ લાખ કિલોથી ઓછી છે.

ટી અસોસિએશન ઑફ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ પી કે ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે ઈરાન માટે શિપમેન્ટમાં ઘટાડો થયો હોવા છતાં સારી વાત એ છે કે સીઆઇએસ દેશો પછી યુએઈ મુખ્ય આયાતકાર તરીકે સપાટી પર આવ્યું છે.


ચા ઉદ્યોગનાં સૂત્રોએ જણાવ્યું કે એ સ્પષ્ટપણે જાણી શકાયું નથી કે ઈરાન શા માટે ભારતને ઑર્ડર નથી આપી રહ્યું અને છેલ્લા બે મહિનામાં અચાનક ખરીદી બંધ કરી દીધી છે. 

આ મુદ્દે ટી-બોર્ડ તરફથી પણ કોઈ પ્રતિસાદ મળ્યો નથી, એમ ઉદ્યોગના એક સૂત્રે દાવો કર્યો હતો. રશિયા ૩૨૮ લાખ કિલો પર સીઆઇએસ દેશોમાં સૌથી મોટો આયાતકાર દેશ બન્યો છે.

ઇન્ડસ્ટ્રીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે યુક્રેન સાથેના સશસ્ત્ર સંઘર્ષના પરિણામે સર્જાયેલી લૉજિસ્ટિક મુશ્કેલીઓને કારણે રશિયામાં શિપમેન્ટને અસર થઈ છે જે ચાલુ છે.

યુકે અને યુએસએ ૨૦૨૨ના પ્રથમ ૧૦ મહિનામાં ૮૩.૩ લાખ કિલો અને ૧૦૪.૨ લાખ કિલોના મધ્યમ ખરીદદારો હતા ગયા વર્ષે જાન્યુઆરી-ઑક્ટોબરના સમયગાળામાં ચાની નિકાસ દ્વારા દેશે કુલ ૬૫ કરોડ ડૉલરનું વિદેશી હૂંડિયામણ મેળવ્યું હતું, જે અગાઉના સમાન સમયગાળામાં ૫૯ કરોડ ડૉલરથી વધુ છે.

Whatsapp-channel Whatsapp-channel

10 January, 2023 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK