આઇસી૧૫ ઇન્ડેક્સ ૧૨૪૩ પૉઇન્ટ વધ્યો
પ્રતીકાત્મક તસવીર
ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરશે એવી ધારણાને પગલે બુધવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં રિકવરી થઈ હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૧.૭૦ ટકા (૧૨૪૩ પૉઇન્ટ) વધીને ૭૪,૪૮૨ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૭૩,૨૩૯ ખૂલીને ૭૫,૩૮૭ની ઉપલી અને ૭૨,૪૬૯ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ચેઇનલિન્ક સિવાયના ઇન્ડેક્સના તમામ કૉઇન ઘટ્યા હતા. અવાલાંશ, કાર્ડાનો, બીએનબી અને બિટકૉઇનમાં ૧થી ૫ ટકા વૃદ્ધિ થઈ હતી.
દરમ્યાન બૅન્ક ઑફ ઇટાલી ક્રિપ્ટો ઉદ્યોગનું નિયમન કરવા માટે યુરોપિયન યુનિયનના માર્કેટ્સ ઇન ક્રિપ્ટો ઍસેટ રેગ્યુલેશન પર આધારિત માર્ગદર્શિકા બહાર પાડશે. બીજી બાજુ, અમેરિકાની સશસ્ત્ર દળો સંબંધિત સેનેટની સમિતિએ સપ્લાય ચેઇન મૅનેજમેન્ટ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રે બ્લૉકચેઇન ટેક્નૉલૉજીની ચકાસણી કરવાનું સંરક્ષણ ખાતાને સૂચન કર્યું છે. આ જ રીતે વિયેટનામમાં ટીથરે વિયેટનામ બ્લૉકચેઇન અસોસિએશન સાથે સહયોગ સાધ્યો છે. એનું ઉદ્દેશ્ય બ્લૉકચેઇન ટેક્નૉલૉજીનો ઉપયોગ વધારવાનું અને ડિજિટલ ઍસેટ સંબંધિત જાણકારી વધારવાનું છે.

