Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > એચડીએફસી ટ‍્વિન્સ અને રિલાયન્સના ભારમાં સેન્સેક્સ ૪૧૩ પૉઇન્ટ ડાઉન, ઑઇલ શૅર સુધારામાં

એચડીએફસી ટ‍્વિન્સ અને રિલાયન્સના ભારમાં સેન્સેક્સ ૪૧૩ પૉઇન્ટ ડાઉન, ઑઇલ શૅર સુધારામાં

Published : 17 May, 2023 01:31 PM | IST | Mumbai
Anil Patel

બૅન્ક ઑફ બરોડાનો નફો ૧૬૮ ટકા વધ્યો, પરંતુ શૅરમાં ઝમક ન જોવાઈ : બુલિશ વ્યુમાં સોનાટા સૉફ્ટવેર વૉલ્યુમ સાથે નવી ટોચે, ઝેનસાર ટેક્નૉમાં પ્રૉફિટ બુકિંગ : માથે રિઝલ્ટ વચ્ચે ટેસ્ટી બાઇટ ૫૭૨ રૂપિયા મજબૂત

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


જૅપનીઝ શૅરબજારનો નિક્કી ઇન્ડેક્સ ઑગસ્ટ ૧૯૯૦ પછીની ઊંચી સપાટીએ : ઇન્ટ્રા-ડેમાં બૅન્કેક્સ તથા એફએમસીજી ઇન્ડેક્સમાં નવી ટૉપ : ભારતી ઍરટેલ પરિણામ પૂર્વે નરમ, ઇન્ડિયન ઑઇલને રિઝલ્ટ ફળ્યાં : વિસુવિયસ અને એમપીએસ લિમિટેડ બહેતરીન કામગીરીના પગલે ૨૦-૨૦ ટકાની ઉપલી સર્કિટે : બૅન્ક ઑફ બરોડાનો નફો ૧૬૮ ટકા વધ્યો, પરંતુ શૅરમાં ઝમક ન જોવાઈ : બુલિશ વ્યુમાં સોનાટા સૉફ્ટવેર વૉલ્યુમ સાથે નવી ટોચે, ઝેનસાર ટેક્નૉમાં પ્રૉફિટ બુકિંગ : માથે રિઝલ્ટ વચ્ચે ટેસ્ટી બાઇટ ૫૭૨ રૂપિયા મજબૂત

ડેટ સીલિંગની મડાગાંઠમાં અમેરિકન બજાર સાંકડી વધઘટે અથડાયેલું છે. બહુમતી એશિયન બજારો પણ મંગળવારે સાધારણથી માંડી અડધા ટકાની આસપાસ ઢીલાં રહ્યાં છે. તાઇવાનીઝ ટ્વેસી ઇન્ડેક્સ સામા પ્રવાહે સવા ટકો વધ્યો છે. જૅપનીઝ શૅરબજાર બુલ-રનમાં ૨૯,૯૧૬ની ઑગસ્ટ ૧૯૯૦ પછીની નવી ટોચે જઈ પોણા ટકાની આગેકૂચમાં ૨૯,૮૪૩ બંધ આવ્યું છે. ૨૦૨૩ દરમ્યાન નિક્કી ઇન્ડેક્સ ૧૬ ટકા વધી ચૂક્યો છે. યુરોપ રનિંગમાં નજીવી વધઘટે ફ્લૅટ મૂડમાં જણાયું છે. બ્રેન્ટ ક્રૂડ ૭૫ ડૉલરે ટકેલું છે. ઘરઆંગણે સેન્સેક્સ ૧૩૦ બજારનાં સેક્ટોરલ્સ બહુધા સાંકડી વધઘટે નરમ વલણમાં હતાં. બૅન્ક નિફ્ટીને અનુસરતાં બૅન્કકૅસ પણ ૫૦,૧૮૨ની વિક્રમી સપાટી બનાવી ૧૮૧ પૉઇન્ટના ઘટાડે ૪૯,૮૬૫ નજીક બંધ રહ્યો છે. એફએમસીજી ઇન્ડેક્સ ૧૭,૮૪૫ ઉપર નવી સર્વોચ્ચ સપાટી બનાવી સાધારણ ઘટી ૧૭,૭૩૮ હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી પોણો ટકો, નિફ્ટી આઇટી ઇન્ડેક્સ સામાન્ય તથા પાવર ઇન્ડેક્સ નજીવો વધ્યો છે. ડીશટીવી અને પીપીઆર આઇનોક્સના ભાર હેઠળ નિફ્ટી મીડિયા બેન્ચમાર્ક ૧.૪ ટકા નરમ હતો. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હતી. એનએસઈ ખાતે વધેલા ૯૭૯ શૅરની સામે ૧૦૪૮ કાઉન્ટર ઘટ્યાં છે. 



સમીક્ષાના નામે વિન્ડફૉલ ટૅક્સમાં પખવાડિક વધઘટની કવાયતમાં સરકારે સ્થાનિક ક્રૂડ પરનો ટનદીઠ ૪૧૦૦ રૂપિયાનો વેરો ઘટાડી શૂન્ય કરી નાખ્યો છે, એના પગલે ઓએનજીસી ૧.૪ ટકા વધી ૧૬૮ તથા ઑઇલ ઇન્ડિયા ૦.૬ ટકા સુધરી ૨૬૧ બંધ આવી છે. ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન માર્ચ ક્વૉર્ટરમાં ૫૨ ટકાના વધારા સાથે ૧૦,૮૪૧ કરોડ નેટ પ્રૉફિટ કરતાં શૅર છ ગણા કામકાજે ૮૮ નજીક વર્ષની ટૉપ બનાવી ૩.૩ ટકા ઊંચકાઈ ૮૭ થયો છે. ભારત પેટ્રો દોઢ ટકા, હિન્દુ. પેટ્રો અડધો ટકા, એમઆરપીએલ ૧.૪ ટકા તથા ચેન્નઈ પેટ્રો ૧.૩ ટકા પ્લસ હતા. 


એચડીએફસી ટ‍્વિન્સ બજારને ૨૧૩ પૉઇન્ટ નડ્યા, અદાણીના ૮ શૅર ડાઉન 

સેન્સેક્સના ૩૦માંથી ૧૬ અને નિફ્ટીના ૫૦માંથી ૩૩ શૅર ઘટ્યા છે. એચડીએફસી બૅન્ક ૧.૮ ટકા ગગડી ૧૬૪૭ અને એચડીએફસી ૨.૨ ટકા બગડી ૨૭૨૨ બંધ થતાં બજારને કુલ ૨૧૩ પૉઇન્ટનો માર પડ્યો છે. ભારતી ઍરટેલ પરિણામ પૂર્વે ઉપરમાં ૮૦૨ થઈ સવા ટકો ઘટીને ૭૮૮ બંધ થયો છે. એનો પાર્ટપેઇડ ૩.૧ ટકાની ખરાબીમાં ૪૦૧ બંધ આવ્યો  છે. મહિન્દ્ર ૧.૮ ટકા, કોટક બૅન્ક ૧.૪ ટકા, તાતા મોટર્સ ૧.૮ ટકા, સનફાર્મા ૧.૧ ટકા, મારુતિ સુઝુકી ૧.૪ ટકા ડાઉન હતા. રિલાયન્સ ૨૪૯૮ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૨૪૫૧ થઈ ૧.૪ ટકાની નબળાઈમાં ૨૪૫૪ હતો. એચસીએલ ટેક્નૉ, ટેક મહિન્દ્ર અને પાવર ગ્રિડ પોણા ટકાથી માઇનસ થયા છે. નિફ્ટી ખાતે કોલ ઇન્ડિયા, ઓએનજીસી અને ભારત પેટ્રો સવાથી દોઢ ટકાના સુધારા સાથે મોખરે હતા. સેન્સેક્સ ખાતે બજાજ ફાઇ. એક ટકા જેવો તથા સ્ટેટ બૅન્ક અને એનટીપીસી ૦.૯ ટકા જેવા પ્લસ હતા. અદાણીના ૧૦માંથી ૮ શૅર ઘટ્યા છે. અદાણી એન્ટર એકાદ ટકો, અદાણી પોર્ટ્સ પોણા ટકાથી વધુ, અદાણી ટ્રાન્સ. પોણાત્રણ ટકા, અદાણી ટોટલ પાંચ ટકાની નીચલી સર્કિટે, અદાણી વિલ્મર પોણા ટકા નજીક, એસીસી અડધા ટકાથી વધુ, અંબુજા સિમેન્ટ્સ અને એનડીટીવી દોઢ-દોઢ ટકો કટ થયા છે. અદાણી ગ્રીન અડધો ટકો અને અદાણી પાવર સામાન્ય સુધર્યો છે. 


રોકડામાં વિસુવિયસ તગડા પરિણામ પાછળ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૩૭૮ રૂપિયા ઉછળીને ૨૨૬૭ની નવી ટોચે બંધ હતો. એમપીએસ લિમિટેડ પણ આજ કારણમાં ૨૦ ટકાની તેજીની સર્કિટે ૧૮૦ના જમ્પમાં ૧૦૮૩ થયો છે. સ્ટાર હેલ્ટા ટ્રાન્સફોર્મર્સ ૨૩૪ના બેસ્ટ લેવલ બાદ ૧૯ ટકાની તેજીમાં ૨૩૨ બંધ હતો. એસએમઈ સેગમેન્ટની મુંબઈની સીડબ્લ્યુડી લિમિટેડ ૧૪.૬ ટકા કે ૨૫૩ રૂપિયા લથડીને ૧૪૮૭ થઈ છે. સમોર રિયલ્ટીમાં ૧૦ ટકાની મંદીની સર્કિટ લાગેલી હતી. પરિણામનું જોર પૂરું થતાં ઝેનસાર ટેક્નૉલૉજીઝ દોઢા કામકાજે સવાઆઠ ટકા ગગડી ૩૫૨ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે વર્સ્ટ પર્ફોર્મર બની છે. એન્જિનિયર્સ ઇન્ડિયા ૧૦૩ની નવી મલ્ટિયર ટૉપ બનાવી સાડાત્રણ ટકા વધી ૧૦૦ ઉપર બંધ આવી છે. 

એયુ બૅન્ક તથા ઉજ્જીવન ટ‍્વિન્સમાં નવાં બેસ્ટ લેવલ, હુડકો નવી ટોચે 

બૅન્ક નિફ્ટી નીચામાં ૪૩,૮૧૬ની અંદર જઈ ૧૬૮ પૉઇન્ટના ઘટાડે ૪૩,૯૦૪ બંધ થયો છે. અત્રે ૧૨માંથી ૬ શૅર પ્લસ અને બે જાતો યથાવત હતી. સામે પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના સથવારે પોણો ટકો વધ્યો છે. બૅન્કિંગ ઉદ્યોગના ૩૭માંથી ૨૬ શૅર પ્લસ હતા. ઉજ્જીવન સ્મૉલ બૅન્ક ૩૫ની નવી ટૉપ બતાવી ૩.૨ ટકા વધીને ૩૪ તથા એની પેરન્ટ્સ ઉજ્જીવન ફાઇ. સર્વિસિસ ૩૩૫ના નવા શિખરે જઈ ૩.૮ ટકાની આગેકૂચમાં ૩૩૩ બંધ હતા. એયુ બૅન્ક તેજીની ચાલમાં ૭૩૭ની નવી ટૉપ બતાવી દોઢ ટકો વધીને ૭૨૯ નજીક ગઈ છે. બૅન્ક ઑફ બરોડાએ ૧૬૮ ટકાના વધારામાં ૪૭૭૫ કરોડનો ત્રિમાસિક નફો કરી સારાં પરિણામ આપ્યાં છે. શૅર દોઢા કામકાજે ૧.૪ ટકા વધીને ૧૮૬ બંધ રહ્યો છે. પંજાબ સિંધ બૅન્ક ૩.૪ ટકા, ઇક્વિટાસ બૅન્ક બે ટકા, સૂર્યોદય બૅન્ક ખોટમાંથી નફામાં આવતાં પોણાબે ટકા વધ્યા હતા. બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૭ ટકા, આરબીએલ બૅન્ક ૧.૯ ટકા, સિટી યુનિયન બૅન્ક ૧.૮ ટકા નરમ હતા. સ્ટેટ બૅન્ક પોણો ટકો સુધરી ૫૮૬ વટાવી ગઈ છે. પરિણામ ગુરુવારે છે. 

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૪૧માંથી ૭૪ શૅરના સુધારા વચ્ચે અડધો ટકો ઘટ્યો છે. હુડકો ૬૦ની નવી ટૉપ બનાવી પોણાસાત ટકાની તેજીમાં ૫૯ નજીક બંધ હતો. કૅર રેટિંગ અને પૉલિસી બાઝાર પોણાપાંચ ટકાની આસપાસ તો સ્ટાર હેલ્થ અને એલઆઇસી હાઉસિંગ સાડાત્રણેક ટકા જેવા મજબૂત હતા. યુગ્રો કૅપિટલ ૭ ટકા તૂટી ૧૯૨ થયો છે. જેએમ ફાઇ. સવાત્રણ ટકા નરમ હતો. એલઆઇસીનાં પરિણામ ૨૪ મેએ આવશે. શૅર ૫૬૭ના લેવલે ફ્લૅટ હતો. ઝોમૅટો સવા ટકો નરમ તો નાયકા સવા ટકો પ્લસ થયા છે. પેટીએમ દોઢ ટકો વધી ૭૨૩ દેખાયો છે. મોનાર્ક નેટવર્થ એક ટકો ઘટીને ૨૦૫ રહ્યો છે. 

આઇટીમાં ફ્રન્ટલાઇન સાવ સુસ્ત, સોનાટા સૉફ્ટવેર નવા શિખરે ગયો

આઇટી બેન્ચમાર્ક ૫૯માંથી ૩૦ શૅર પ્લસમાં આપીને ૫૧ પૉઇન્ટ જેવો મામૂલી સુધર્યો છે. સોનાટા સૉફ્ટવેરની ત્રિમાસિક આવક ૧૫.૪ ટકા અને નેટ પ્રૉફિટ ૩.૩ ટકા ઘટ્યા છે. કંપનીએ શૅરદીઠ પોણાનવ ટકાનું આખરી ડિવિડન્ડ જાહેર કર્યું છે. સાધારણ પરિણામ છતાં એચડીએફસી સિક્યૉ. દ્વારા ૧૦૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયની ભલામણ આવી છે. શૅર સાડાચાર ગણા કામકાજે ૯૬૨ની વિક્રમી સપાટી બનાવી આઠ ટકાના ઉછાળે ૯૫૪ બંધ આવ્યો છે. બિરલા સૉફ્ટ સવાછ ટકા, બ્રાઇટકોમ ૫ ટકા, ડીલિન્ક અઢી ટકા પ્લસ હતા. ઝેનસાર સવાઆઠ ટકા ડૂલ થયો છે. ઓરિઅન-પ્રો પાંચ ટકા, સીએન્ટ સવાત્રણ ટકા, સુબેક્સ બે ટકા નરમ હતા. ટેક મહિન્દ્ર પોણો ટકો ઘટ્યો છે. ઇન્ફી, ટીસીએસ અને વિપ્રો નહીંવતથી સાધારણ સુધર્યા હતા. ટેલિકૉમમાં ઑન મોબાઇલ બાર ગણા વૉલ્યુમે ૧૨ ટકા ઊછળી ૭૮ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. રિઝલ્ટ ૨૯મીએ છે. વોડાફોન ૩.૭ ટકા, ઇન્ડ્સ ટાવર ૨.૮ ટકા, વિન્દય ટેલિ ૨.૪ ટકા મજબૂત હતા. ભારતી તથા તેજસ નેટ સવા ટકાથી વધુ માઇનસ થયા છે. ટેક્નૉલૉઝિસ સ્પેસમાં ટીવી-૧૮, એચએફસીએલ, જસ્ટ ડાયલ, નેટવર્ક-૧૮, પીવીઆર એકથી બે ટકા ઢીલા હતા. ડીશ ટીવી પાંચ ટકા ખરડાઈને પોણાસોળની અંદર ઊતરી ગયો છે. ઝી એન્ટર પોણો ટકો નરમ હતો.  

બજાજ ઑટો, આઇશર, મારુતિ સુઝુકી, મહિન્દ્ર અને તાતા મોટર્સ પોણાથી પોણાબે ટકા ઘટતાં ઑટો ઇન્ડેક્સ ૩૧૨ પૉઇન્ટ કે એક ટકો કપાયો છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૧૯ પૉઇન્ટ જેવો નજીવો પ્લસ થયો છે. જોકે લાર્સન ૦.૯ ટકા ઘટીને ૨૨૨૭ હતો. હિન્દુ. ઍરોનૉટિક્સ ૩૧૨૧ની નવી વિક્રમી સપાટી બનાવી અઢી ટકા વધી ૩૦૯૭ બંધ થયો છે. 

થેમિસ મેડી અને ઓરોબિંદો ફાર્મા નવા શિખરે, ડીએલએફ મજબૂત 

ગઈ કાલે મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી ૫ શૅરના સુધારામાં ફ્લૅટ હતો. જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૭ ટકા અને નાલ્કો પોણો ટકો નરમ હતા. કોલ ઇન્ડિયા સવા ટકો વધી ૨૪૧ થયો છે. હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૯માંથી ૫૭ શૅરની નબળાઈમાં અડધો ટકો ઢીલો હતો. ન્યુલૅન્ડ લૅબ અડધો ટકો ઘટી ૨૯૫૪ રહ્યો છે. થેમિસ મેડીકૅર ૧૭૦૦ નજીકના બેસ્ટ લેવલે પહોંચી સાડાછ ટકા કે ૧૦૦ રૂપિયાના ઉછાળે ૧૬૪૭ હતો. ઓરોબિંદો ફાર્મા ૬૪૮ની ટૉપ દેખાડી ૪.૭ ટકા ઊંચકાઈને ૬૪૨ રહ્યો છે. અમી ઑર્ગેનિક્સ ૧૧૮૦ના શિખરે જઈ નજીવા ઘટાડે ૧૧૩૪ બંધ આવ્યો છે. રિયલ્ટી બેન્ચમાર્ક નજીવો ઘટ્યો છે, પણ ડીએલએફ ૪૭૮ ઉપર નવી ઊંચી સપાટી બતાવી પોણા ટકાની આગેકૂચમાં ૪૭૨ નજીક સરક્યો છે. શોભા અઢી ટકા જેવો અને ઑબેરૉય રિયલ્ટી સવા ટકો ડાઉન હતો. 

યુટિલિટી સેગમેન્ટમાં કેપીઆર ગ્રીન એનર્જી પાંચ ગણા કામકાજે ૫૪૦ નજીક નવું બેસ્ટ લેવલ બનાવી નવ ટકાના જમ્પમાં ૫૩૨ નજીક બંધ આવ્યો છે. ગુજરાત ઇન્ડ પાવર સવાબે ટકા વધીને ૧૦૦ થવાની તૈયારીમાં જણાયો છે. સતલજ જલવિદ્યુત, તાતા પાવર અને આઇનોક્સ ગ્રીન સવાથી પોણાબે ટકા વધ્યા હતા. રિલાયન્સ ઇન્ફ્રા સવાબે ટકા ઘટીને ૧૪૧ની અંદર ઊતરી ગયો છે. એફએમસીજી ક્ષેત્રે ટેસ્ટી બાઇટનાં પરિણામ ૧૮મીએ છે. શૅર પોણાછ ટકા કે ૫૭૨ રૂપિયાની તેજીમાં ૧૦,૪૫૦ નજીક પહોંચ્યો છે. આઇટીસી એકાદ ટકો ઘટીને ૪૨૪ તો હિન્દુસ્તાન યુનિલીવર અડધો ટકો સુધરી ૨૬૭૫ બંધ હતો. 
૦૦૦૦૦

Whatsapp-channel Whatsapp-channel

17 May, 2023 01:31 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK