નિફ્ટી ઈન્ડેક્સમાં 50 કંપનીઓમાંથી 3 કંપનીઓના શૅરના ભાવ વધી રહ્યા છે અને 47 કંપનીઓના શૅરના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે
પ્રતીકાત્મક તસવીર
ભારતીય શૅરબજાર (Indian Share Market)ની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. શૅરબજારમાં પ્રોફિટ રિકવરીના સંકેતો છે અને માર્કેટમાં ઘટાડો ચાલુ રહેવાની શક્યતા છે. SGX નિફ્ટી ઇન્ડેક્સ (SGX Nifty) ભારતીય શૅરબજાર માટે નકારાત્મક સંકેતો દર્શાવી રહ્યા હતા. યુએસ શૅરબજાર પણ નીચામાં બંધ થયું હતું. તેની અસર ભારતીય શૅરબજાર પર જોવા મળશે એવી આગાહી કરવામાં આવી હતી.
આજે સવારે શૅરબજારનો વેપાર શરૂ થયો ત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ (Sensex) 197 પોઈન્ટ ઘટીને 61,608.85 પર ખુલ્યો હતો. દરમિયાન, નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટી 80.15 પોઈન્ટના ઘટાડા સાથે 18,340.30 પર ખુલ્યો હતો. સવારે 9.30 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 447 પોઈન્ટના ઘટાડા સાથે 61,358.41 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 119 પોઈન્ટના ઘટાડા સાથે 18,301.05 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ADVERTISEMENT
સવારે 9.45 વાગ્યાની આસપાસ સેન્સેક્સ ઇન્ડેક્સમાં 30માંથી માત્ર એક કંપનીના શૅરના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં એક્સિસ બેન્કના શૅરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. તો ઈન્ફોસિસ, બજાજ ફિનસર્વ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, નેસ્લે ઈન્ડિયા, HDFC, ભારતી એરટેલ, પાવરગ્રીડ, ટાટા મોટર્સના શૅરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
નિફ્ટી ઈન્ડેક્સમાં 50 કંપનીઓમાંથી 3 કંપનીઓના શૅરના ભાવ વધી રહ્યા છે અને 47 કંપનીઓના શૅરના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ, એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટના શૅરના ભાવ નિફ્ટીમાં વધારો દર્શાવે છે. તો હિન્દાલ્કો, ટેક મહિન્દ્રા, આઈશર મોટર્સ, એચસીએલ ટેક, એશિયન પેઈન્ટ્સ વગેરેના શૅરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Google ભારતના સ્ટાર્ટઅપ્સમાં કરશે આટલા મિલિયન ડૉલરનું રોકાણ
સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 18,230ની નીચે લપસી ગયો
શૅરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 619.2 પોઈન્ટ વધીને 61185 પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે નિફ્ટી 185.45 પોઈન્ટના ઘટાડા સાથે 18230 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી આઈટી 1.16 પોઈન્ટના ઘટાડા સાથે 28,224.05 પર ટ્રેડ કરી રહ્યો છે.


