Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > છેતરામણા પ્રારંભિક સુધારા પછી સેન્સેક્સ ગગડ્યો, બજારનો આંતરપ્રવાહ ખરડાયો

છેતરામણા પ્રારંભિક સુધારા પછી સેન્સેક્સ ગગડ્યો, બજારનો આંતરપ્રવાહ ખરડાયો

22 December, 2022 02:45 PM IST | Mumbai
Anil Patel

અદાણી ગ્રુપના દસેદસ શૅર બગડ્યા, અદાણી એન્ટર. નવા શિખરે જઈ સવાછ ટકા કે ૨૬૧ રૂપિયા તૂટ્યો : માર્કેટ બ્રેડ્થમાં ભારે ખરાબી, માર્કેટ કૅપની રીતે રોકાણકારોના ૪.૪૫ લાખ કરોડ રૂપિયા સ્વાહા! : સુઝલોન તથા એના પીપીમાં કડાકો 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કોવિડની ફડકમાં ફાર્મા હેલ્થકૅરના શૅરોમાં ખાસ્સી લાલી આવી, આઇટીમાં નહીંવત્ સુધારો : બૅન્કિંગના ૩૭માંથી ૩૫ તથા ફાઇનૅન્સ ઇન્ડેક્સના ૧૩૭માંથી ૧૨૭ શૅર ડાઉન : હાઈ નેટવર્થવાળાની બેરૂખી વચ્ચે કૅફીનનો આઇપીઓ પૂરો થયો અને ગ્રે માર્કેટમાંથી પ્રીમિયમ ગાયબ : અદાણી ગ્રુપના દસેદસ શૅર બગડ્યા, અદાણી એન્ટર. નવા શિખરે જઈ સવાછ ટકા કે ૨૬૧ રૂપિયા તૂટ્યો : માર્કેટ બ્રેડ્થમાં ભારે ખરાબી, માર્કેટ કૅપની રીતે રોકાણકારોના ૪.૪૫ લાખ કરોડ રૂપિયા સ્વાહા! : સુઝલોન તથા એના પીપીમાં કડાકો 

બુધવારે એશિયન શૅરબજારો સામાન્ય વધઘટે મિશ્ર વલણણાં બંધ થયાં છે. યુરોપ રનિંગમાં અડધો– પોણો ટકાની આસપાસ પ્લસ હતું. ભારતીય શૅરબજાર પૉઝિટિવ ઓપનિંગ બાદ સારું એવું ડહોળાયું છે. આશરે ૩૦૦ પૉઇન્ટ જેવા ગૅપ-અપ ઓપનિંગ પછી શૅરઆંક ઉપરમાં ૬૨,૦૦૬ વટાવી ગયો હતો અને ત્યાંથી એકધારો ઘસાતો રહી નીચામાં ૬૦,૯૩૮ થયો હતો. ઉપલા મથાળેથી ૧૦૬૮ પૉઇન્ટની આ ખરાબી બાદ બજાર છેવટે ૬૩૫ પૉઇન્ટ બગડી ૬૧,૦૬૭ તો નિફ્ટી ૧૮૬ પૉઇન્ટ ગગડી ૧૮,૧૯૯ બંધ થયો છે. ગઈ કાલે સેન્સેક્સ નિફ્ટી તથા લાર્જ કૅપની એકાદ ટકો જેવી નરમાઈ સામે સ્મૉલ કૅપ બેન્ચમાર્ક ૨.૨ ટકા ધોવાયો છે. એના ૯૫૨માંથી ૮૩૬ શૅર માઇનસ થયા છે. બ્રૉડર માર્કેટ ખાતે ૫૦૧માંથી ૪૦૨ શૅર નરમ હતા અને આંક સવા ટકો ઘટ્યો છે. તો મિડ કૅપ ઇન્ડેક્સ ૧૨૨માંથી ૯૪ શૅરની નબળાઈમાં ૧.૪ ટકા ડૂલ થયો છે. માર્કેટ બ્રેડ્થમાં બૂરાઈ હતી. એનએસઈ ખાતે એક શૅર પ્લસ તો છ શૅર ઘટ્યાના ઘાટમાં વધેલી ૩૦૦ જાતો સામે ૧૭૨૭ કાઉન્ટર માઇનસ હતાં. 



બન્ને બજારોમાં જૂજ અપવાદ સિવાય તમામ ઇન્ડાસિસ રેડ ઝોનમાં રહ્યા છે. બીએસઈનો હેલ્થકૅર ઇન્ડેક્સ સવાબે ટકા, નિફ્ટી હેલ્થકૅર ૨.૭ ટકા, નિફ્ટી ફાર્મા ૨.૪ ટકા તો આઇટી બેન્ચમાર્ક ૦.૨ ટકા અપ હતા. સામે નિફ્ટી મીડિયા, એનર્જી, ઑઇલ-ગૅસ, ટેલિકૉમ, પાવર-યુટિલિટી, બૅન્ક નિફ્ટી, નિફ્ટી મેટલ, પીએસયુ બૅન્ક નિફ્ટી જેવા સેક્ટોરલ દોઢથી ત્રણ ટકા જેવા કપાયા છે. દરમ્યાન કાર્વિના કૌભાંડોનો ઓથાર જેની સાથે વણાયેલો છે એવી કૅફીન ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૩૬૬ની અપર બેન્ડ સાથેનો ૧૫૦૦ કરોડ રૂપિયાનો પ્યોર ઑફર ફૉર સેલ ઇશ્યુ બુધવારે કુલ ૨.૬ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. અત્રે ૭૫ ટકાનો ક્યુઆઇબી પોર્શન ૪.૨ ગણો છલકાયો છે, પણ હાઈ નેટવર્થ પોર્શન માત્ર ૨૩ ટકા ભરાયો છે. રીટેલ રિસ્પૉન્સ ૧.૪ ગણો મળ્યો છે. અત્રે ગ્રે માર્કેટમાં એક તબક્કે ઉપરમાં પ્રીમિયમ ૧૦ વટાવી ગયા હતા એ ગગડી હાલ શૂન્ય પર આવી ગયા છે. મુંબઈની સુલા વાઇનયાર્ડ્સનો બેના શૅરદીઠ ૩૫૭ના ભાવનો આઇપીઓ ગુરુવારે લિસ્ટેડ થવાનો છે. હાલ અહીં ૧૨ રૂપિયાના ડિસ્કાઉન્ટ ગ્રે માર્કેટમાં બોલાઈ રહ્યા છે. 


દિવિસ લૅબ ૧૬૮ના ઉછાળે ટૉપ ગેઇનર, અદાણી એન્ટર નવી ટોચથી લથડ્યો 

સેન્સેક્સના ૩૦માંથી ૭ અને નિફ્ટીના ૫૦માંથી ૧૨ શૅર વધ્યા છે. દિવિસ લૅબ ૪.૯ ટકાની તેજીમાં ૩૫૧૫ બંધ આપી નિફ્ટી ખાતે બેસ્ટ ગેઇનર બન્યો છે. આ ઉપરાંત અત્રે અપોલો હૉસ્પિટલ્સ ૩.૩ ટકા, સિપ્લા ૩.૫ ટકા, સનફાર્મા ૨.૩ ટકા મજબૂત હતા. સેન્સેક્સમાં સનફાર્મા ૧.૭ ટકા વધી ૧૦૦૫ બંધમાં મોખરે હતો. એચસીએલ ટેક્નો એક ટકો સુધર્યો છે. ડૉ. રેડ્ડીઝ લૅબ, નેસ્લે, ટેક મહિન્દ્ર, ટીસીએસ અડધાથી એક ટકો વધ્યા હતા. 


અદાણી એન્ટર ૪૧૯૦ની નવી વિક્રમી સપાટી બનાવી ૬.૧ ટકા કે ૨૫૬ રૂપિયાની ખુવારીમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બન્યો છે. અદાણી પોર્ટ્સ ૨.૯ ટકા, બ્રિટાનિયા ૨.૧ ટકા, મારુતિ સુઝુકી ૨.૨ ટકા કે ૯૬ રૂપિયા, ભારત પેટ્રો બે ટકા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક સવાબે ટકા, અલ્ટ્રાટેક ૨.૪ ટકા, બજાજ ફિનસર્વ સવાબે ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૮ ટકા, સ્ટેટ બૅન્ક ૧.૭ ટકા, એચડીએફસી ૧.૪ ટકા, ભારતી ઍરટેલ ૧.૭ ટકા, ઓએનજીસી ૧.૬ ટકા, કોટક બૅન્ક ૧.૭ ટકા સાફ થયા છે. રિલાયન્સ ૧.૪ ટકા બગડી ૨૫૮૪ બંધ થયો છે. અદાણી ગ્રુપના અન્ય શૅરમાં અદાણી પાવર પાંચ ટકા, અદાણી ટ્રાન્સ ૨.૮ ટકા, અદાણી ગ્રીન ૪.૮ ટકા, અદાણી ટોટલ ૨.૧ ટકા, અદાણી વિલ્મર ૫.૫ ટકા, એસીસી દોઢ ટકા, અંબુજા સિમેન્ટ્સ ૩.૯ ટકા તો એનડીટીવી પાંચ ટકાની મંદીની સર્કિટે બંધ હતા. ગ્રુપના દસેદસ શૅર ગઈ કાલે ઘટ્યા છે. 

ફાર્મા અને હેલ્થકૅર શેરોમાં કોવિડનો ડર તેજીની રમઝટ લાવ્યો 

ચાઇના ખાતે કોવિડનો નવો ઉત્પાત વિશ્વસ્તરે ચિંતાનું કારણ બની રહ્યો છે. કોવિડ અંકુશોના વત્તે-ઓછે અંશે પુનરાગમનનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. કોવિડની ફડકનો તાત્કાલિક લાભ ફાર્મા અને હેલ્થકૅર સેક્ટર ખાટશે, એમ લાગે છે. ગઈ કાલે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૨૦માંથી ૧૯ શૅરની મજબૂતીમાં ૨.૪ ટકા, નિફ્ટી હેલ્થકૅર આંક ૨૦માંથી ૧૯ શૅરના સથવારે ૨.૭ ટકા તો બીએસઈનો હેલ્થકૅર બેન્ચમાર્ક ૯૬માંથી ૬૩ શૅરના સુધારે ૫૧૯ પૉઇન્ટ કે સવાબે ટકા ઊંચકાયા છે. થાઇરૉકૅર ૧૪.૯ ટકા, આઇઓએલ કેમિકલ્સ ૧૪.૨ ટકા, વિજયા ડાયગ્નોસ્ટિક્સ ૧૧.૭ ટકા ઊછળ્યા છે. ડૉ. લાલ પેથ લૅબ્સ સવાછ ટકા અને મેટ્રોપોલિસ સાત ટકા વધ્યા હતા. પેનેસિયા બાયો, ગ્લેન માર્ક ફાર્મા, સોલરા ઍક્ટિવ, મોરપેન લૅબ, એસએમઈ ફાર્મા સવાપાંચથી સાડાનવ ટકાની તેજીમાં જોવાયા છે. થેમિસ મેડી ૬.૩ ટકા તૂટી ૧૩૦૫ તો ગુજરાત થેમિસ ૪.૩ ટકા ગગડી ૭૮૦ બંધ હતા. ગ્લેન્ડ ફર્મા ૧૬૦૭ની નવી બૉટમ બાદ દોઢ ટકા ઘટી ૧૬૧૨ થયો છે. 

આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૧૪ શૅર પ્લસમાં આપી ૬૬ પૉઇન્ટ જેવો મામૂલી સુધર્યો છે. ટીસીએસ પોણો ટકો, ઇન્ફી સાધારણ, એચસીએલ ટેક્નો એક ટકો, ટેક મહિન્દ્ર પોણો ટકો, લાટિમ ૧.૪ ટકો અને વિપ્રો નહીંવત્ સુધારામાં હતા. ડીલીન્ક, નેલ્કો તથા એચસીએલ ઇન્ફો સિસ્ટમ્સ સાડાછથી પોણાનવ ટકા ધોવાયા છે. ઓરિઅન પ્રો સાડાપાંચ ટકા તૂટ્યો હતો. 

બૅન્કિંગ ફાઇનૅન્સમાં સાગમટે ખરાબી, નાયકામાં સતત નવા વરવા બૉટમ 

બૅન્કિંગ ફાઇનૅન્સ ગઈ કાલે સાગમટે ખરડાયું છે. બૅન્ક નિફ્ટી બારેબાર શૅરના બગાડમાં ૧.૭ ટકા કે ૭૪૨ પૉઇન્ટ અને પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરની ખરાબીમાં ૨.૯ ટકા ગગડ્યા છે. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રે ૩૭માંથી ૩૫ શૅર માઇનસ હતા. યુકો બૅન્ક તથા આઇઓબી બે ટકા જેવા બાઉન્સબૅકમાં સામા પ્રવાહે વધ્યા છે. સૂર્યોદય સ્મૉલ બૅન્ક સવાનવ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૯ ટકાથી વધુ, ડીસીબી બૅન્ક સવાસાત ટકા, યસ બૅન્ક તથા જેકે બૅન્ક પોણાસાતેક ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક અને ધનલક્ષ્મી બૅન્ક છ ટકાથી વધુ, કર્ણાટકા બૅન્ક પોણાછ ટકા તૂટ્યા છે. ગ્રોસ એનપીએ ૧૯૭ કરોડ ઓછી બતાવી હોવાના રિઝર્વ બૅન્કના તારણમાં સિટી યુનિયન બૅન્ક દસેક ગણા કામકાજે નીચામાં ૧૭૨ થઈ સવાપાંચ ટકા લથડી ૧૭૯ બંધ થયો છે. એચડીએફસી બૅન્ક ૦.૯ ટકા, કોટક બૅન્ક ૧.૮ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૯ ટકા, ઇન્ડ્સઇન્ડ ૨.૩ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૯ ટકા અને સ્ટેટ બૅન્ક ૧.૯ ટકા સેન્સેક્સને કુલ મળી ૨૯૮ પૉઇન્ટનો માર પડ્યો છે. ગઈ કાલે ૨૭ જેટલા બૅન્ક શૅર બે ટકાથી માંડી ૯ ટકા કરતાં વધુ સાફ થયા છે. 

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૭માંથી ૧૨૭ શૅરના ઘટાડે પોણાબે ટકા ડૂલ થયો છે. યુટીઆઇ ઍસેટ મૅનેજમેન્ટ ચાર ટકાની આગેકૂચમાં ૮૮૪ વટાવી ગઈ છે. ન્યુ ઇન્ડિયા એસ્યૉરન્સ ૧૦.૮ ટકા, જનરલ ઇન્શ્યૉરન્સ ૧૦.૪ ટકા, આઇઆરએફસી નવ ટકા, જીઆઇસી હાઉસિંગ ૮.૪ ટકા, હુડકો ૭.૮ ટકા, પ્રુડેન્ટ કૉર્પોરેટ અને પીએનબી હાઉસિંગ પોણાઆઠ ટકા, પૈસા લો ડિજિટલ ૬.૮ ટકા, જેએમ ફાઇ પોણાછ ટકા કટ થયા હતા. એલઆઇસી પાંચ ટકા તૂટી ૭૦૨ હતો. પેટીએમ પોણાબે ટકા તો પૉલિસી બાઝાર સાડાત્રણ ટકા બગડ્યા છે. નાયકા ૧૫૧ની નવી ઑલટાઇમ બૉટમ બાદ ૪.૯ ટકા ધોવાઈ ૧૫૨ પર રહ્યો છે. 

એનર્જી, ઑઇલ-ગૅસ, પાવર, ટેલિકૉમ, યુટિલિટી, મેટલ સેક્ટરમાં મોટી ખરાબી 

ગઈ કાલે એનર્જી ઇન્ડેક્સ તમામ ૨૭ શૅરની નરમાઈ સાથે પોણાબે ટકા, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ બધા જ શૅર માઇનસમાં આપી ૧.૯ ટકા, પાવર ઇન્ડેક્સ તમામ ૧૧ શૅરના અંધારપટમાં ૨.૪ ટકા, યુટિલિટી ઇન્ડેક્સ સીઈએસસીના નામપૂરતા સુધારા સિવાય ૨૨ શૅરની નબળાઈમાં અઢી ટકા, નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧૫માંથી ૧૩ શૅરના ઘટાડે સવાબે ટકાથી વધુ ડાઉન હતા. જિંદાલ ડ્રીલિંગ, એમઆરપીએલ, દીપ ઇન્ડ, હિન્દુ. ઑઇલ, ચેન્નઈ પેટ્રો, કૉન્ફિડન્સ પેટ્રો, ગુજ. ગૅસ, હિન્દુ. પેટ્રો, અદાણી પાવર, અદાણી ગ્રીન, જેએસડબ્લ્યુ એનર્જી, એબીબી, સતલજ જલ વિદ્યુત, કેપીઆઇ ગ્રીન એનર્જી, રિલાયન્સ ઇન્ફ્રા, વાટેક વાબેગ, વેદાન્ત, એમઓઆઇએલ જેવી જાતો ત્રણથી છ ટકા ડૂલ થઈ હતી. જેપી પાવર સવાઆઠ ટકા અને ગ્રીન પાવર સાડાતેર ટકા તૂટ્યા છે. ટેક્નૉલૉજી સ્પેસમાં આઇનોક્સ લિઝર, તેજસ નેટ, પીવીઆર, એચએફસીએલ, સ્ટરલાઇટ ટેક્નો, જસ્ટ ડાયલ તથા નેટવર્ક ૧૮ ત્રણથી સવાછ ટકા ડાઉન હતા. ક્વિન્ટ ડિજિટલ સવાત્રણ ટકા તૂટી ૩૨૪ થયો છે. સુઝલોન ૧૧.૪ ટકા તૂટી સવાદસની અંદર તથા એનો પાર્ટ પેઇડ (પીપી) ૧૩.૮ ટકાના કડાકામાં ૭.૬૮ રૂપિયા બંધ હતા. રાઉટ મોબાઇલના નજીવા સુધારાને બાદ કરતાં ટેલિકૉમ બેન્ચમાર્ક બાકીના ૧૫ શૅરની નબળાઈમાં સવાબે ટકાથી વધુ કટ થયો છે. અત્રે એમટીએનએલ ૧૧.૭ ટકા, ઓપ્ટિમસ ૧૦ ટકા, વિન્દ્ય ટેલી ૫.૩ ટકા તૂટ્યા હતા. ભારતી ઍરટેલ ૧.૭ ટકાના ઘટાડે ૮૧૪ નીચે ગયો છે. વોડાફોન ૩ ટકા માઇનસ હતા. 

Whatsapp-channel Whatsapp-channel

22 December, 2022 02:45 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK