Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રોકડામાં નબળાઈ વચ્ચે સેન્સેક્સ ૩૨૦ પૉઇન્ટ સુધર્યો, સારાં રિઝલ્ટ છતાં રિલાયન્સ ન ચાલ્યો

રોકડામાં નબળાઈ વચ્ચે સેન્સેક્સ ૩૨૦ પૉઇન્ટ સુધર્યો, સારાં રિઝલ્ટ છતાં રિલાયન્સ ન ચાલ્યો

24 January, 2023 03:11 PM IST | Mumbai
Anil Patel

ટીસીએસ ઇન્ફીની આગેવાનીમાં આઇટી ઇન્ડેક્સ ટૉપ ગેઇનર બન્યો : સાધારણ પરિણામ વચ્ચે જેપી મૉર્ગનના બુલિશ વ્યુથી બંધન બૅન્ક જોરમાં : ઍક્સિસ બૅન્ક પરિણામ પૂર્વે ફ્લૅટ : માર્કેટ બ્રેડ્થમાં નબળાઈ યથાવત્ રહી 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મોટા ભાગનાં અગ્રણી એશિયન બજારો લુનર વેકેશન પર : નબળાં રિઝલ્ટમાં અલ્ટ્રાટેક ૩૩૧ રૂપિયા તૂટ્યો ને સિમેન્ટ શૅરોમાં માનસ ખરડાયું : લોઢાની નૅશનલ સ્ટાન્ડર્ડ્સમાં મંદીની સર્કિટની હૅટ-ટ્રિક થઈ, સ્પોર્ટકિંગ ૧૯ ટકાની તેજીમાં રહ્યો : ટીસીએસ ઇન્ફીની આગેવાનીમાં આઇટી ઇન્ડેક્સ ટૉપ ગેઇનર બન્યો : સાધારણ પરિણામ વચ્ચે જેપી મૉર્ગનના બુલિશ વ્યુથી બંધન બૅન્ક જોરમાં : ઍક્સિસ બૅન્ક પરિણામ પૂર્વે ફ્લૅટ : માર્કેટ બ્રેડ્થમાં નબળાઈ યથાવત્ રહી 

સોમવારે મોટા ભાગનાં અગ્રણી એશિયન બજારો રજામાં હતાં. જૅપનીઝ નિક્કી સવા ટકો અને થાઇલૅન્ડ અડધો ટકો જેવું પ્લસ હતું. યુરોપ રનિંગમાં નહીંવત્ સુધારો બતાવતું હતું. અમેરિકન જૉબડેટા નબળા આવ્યા છે, પણ એની તાત્કાલિક કોઈ માઠી અસર વર્તાઈ નથી. ઘરઆંગણે નવા સપ્તાહની શરૂઆત થઈ છે. સેન્સેક્સ સોમવારે અઢીસો પૉઇન્ટના ગૅપઅપ ઓપનિંગ બાદ છેક સુધી પૉઝિટિવ ઝોનમાં રહી ૩૨૦ પૉઇન્ટ વધીને ૬૦,૯૪૨ બંધ થયો છે. નિફ્ટી ૯૧ પૉઇન્ટ વધીને ૧૮,૧૧૯ હતો. મોટા ભાગનાં સેક્ટોરલ સુધર્યાં છે. આઇટી અને ટેક્નૉલૉજી ઇન્ડેક્સ દોઢેક ટકો ઊંચકાઈ મોખરે હતા. ફાર્મા-હેલ્થકૅર બેન્ચમાર્ક પોણો ટકો વધ્યા છે. એફએમસીજી, એનર્જી તથા ઑટો ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ સુધર્યા હતા. રિયલ્ટી બેન્ચમાર્ક પોણો ટકો ઘટ્યો છે. નિફ્ટી મેટલ અડધો ટકો ડાઉન હતો. માર્કેટ બ્રેડ્થમાં નરમાઈ યથાવત્ રહી છે. એનએસઈમાં વધેલા ૮૯૧ શૅરની સામે ૧૧૫૯ જાતો માઇનસ હતી. સેન્સેક્સના ૩૦માંથી ૨૧ અને નિફ્ટીના ૫૦માંથી ૩૨ શૅર પ્લસ થયા છે. સનફાર્મા બમણા કામકાજે ૧.૯ ટકા વધીને ૧૦૪૯ હતો. હિન્દુસ્તાન યુનિલીવર બે ટકા, ટેક મહિન્દ્ર ૧.૭ ટકા અપ હતા. આઇશર, યુપીએલ, ઇન્ફી, ટીસીએસ, કોલ ઇન્ડિયા, બજાજ ઑટો, સ્ટેટ બૅન્ક, કોટક બૅન્ક, દીવીસ લૅબ, મહિન્દ્ર, તાતા મોટર્સ, એચસીએલ ટેક્નૉ, અપોલો હૉસ્પિટલ એક ટકાથી લઈ પોણાબે ટકા સુધી વધ્યા હતા. રિલાયન્સ ધારણાથી સારાં પરિણામ પાછળ પ્રારંભિક સુધારામાં ૨૪૬૬ થઈ પ્રૉફિટ બુકિંગમાં ૨૪૨૬ બતાવી અડધો ટકો ઘટી ૨૪૨૯ રહ્યો છે. નબળાં પરિણામને લઈ અલ્ટ્રા ટેક સિમેન્ટ નીચામાં ૬૮૩૫ થઈ ૪.૬ ટકા કે ૩૩૧ રૂપિયા તરડાઈને ૬૮૪૭ બંધ આવ્યો છે. ગ્રાસીમ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એનટીપીસી એકથી સવા ટકો માઇનસ હતા. લાર્સન ૦.૬ ટકા ઘટી ૨૨૩૩ રહ્યો છે. આઇટીસી તથા નેસ્લે એકાદ ટકાની નજીકમાં સુધર્યા છે. 


અદાણી વર્ષે સરેરાશ એક ઇશ્યુ લાવશે, ડૉ. અગરવાલ આઇઝમાં કડાકો જોવાયો 

અદાણી ગ્રુપની ફ્લેગશિપ અદાણી એન્ટર.નો ૨૦,૦૦૦ કરોડનો ફૉલોઑન ઇશ્યુ ૨૭મીએ ખૂલશે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઘટીને ૫૫-૫૬ થયા પછી સુધારામાં છેલ્લે ૬૨-૬૪ સંભળાતા હતા. અદાણી ગ્રુપના સીઈઓ તરફથી અપાયેલા નિર્દેશ પ્રમાણે ગ્રુપ ઍરપોર્ટ, રોડ ટ્રાન્સપોર્ટ, મેટલ-માઇનિંગ, ડિજિટલ ઇત્યાદી સહિત એના પાંચ વર્ટિકલ્સને ડી-મર્જ કરી ૨૦૨૮ સુધીમાં પાંચ નવા મૂડીભરણાં લાવવા વિચારે છે. મતલબ કે દર વર્ષે સરેરાશ એક ઇશ્યુ અદાણી લાવશે. અદાણી એન્ટર ૦.૬ ટકા ઘટી ૩૪૩૪ બંધ થયો છે. અદાણી પોર્ટ્સ પોણો ટકો, અદાણી પાવર અડધો ટકો, અદાણી ગ્રીન બે ટકા, અદાણી ટોટલ પોણો ટકો, અદાણી વિલ્મર દોઢ ટકો નરમ હતા. અદાણી ટ્રાન્સ. પોણો ટકો અને એનડીટીવી અડધો ટકો સુધર્યા છે. 


ગઈ કાલે ચોરડિયા ફૂડ્સ, ચેન્નઈ ફેરો ઇન્ડસ્ટ્રીઝ, નિર્મિતિ રોબોટિક્સ ૨૦-૨૦ ટકાની તેજીની સર્કિટે બંધ હતા. સ્પોર્ટકિંગ ઇન્ડિયા ૧૮.૯ ટકાના જમ્પમાં ૭૯૨ બંધ આપી ‘એ’ ગ્રુપમાં મોખરે હતો. ટોરન્ટ પાવર ૬.૭ ટકા તો દિલ્હીવરી ૬.૬ ટકા મજબૂત હતા. ડૉ. અગરવાલ આઇઝ નબળાં રિઝલ્ટમાં ૮૩ ગણા કામકાજે ૨૦ ટકા કે ૨૫૬ રૂપિયાના કડાકામાં ૧૦૨૪ થયો છે. લોઢાની નૅશનલ સ્ટાન્ડર્ડ્સ સતત ત્રીજી ૧૦ ટકાની મંદીની સર્કિટે ૬૭૨ના ગાબડામાં ૬૦૪૫ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ લૂઝર હતો. અપાર ઇન્ડ.નાં પરિણામ ૩૧મીએ છે. શૅર ૭ ટકા કે ૧૧૯ રૂપિયા લથડીને ૧૫૭૮ બંધ આવ્યો છે. 

લાટિમ નીચલા મથાળેથી ૨૮૦ રૂપિયા ઊંચકાયો, વોડાફોનમાં નવું બૉટમ 

આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૩૭ શૅરના સહારે ૪૮૭ પૉઇન્ટ કે ૧.૭ ટકા વધ્યો છે. ઇન્ફોસિસ દોઢ ટકા વધીને ૧૫૪૮ તથા ટીસીએસ ૧.૬ ટકા વધીને ૩૧૧૪ બંધ થયા છે. ટેક મહિન્દ્ર ૧.૭ ટકા, એચસીએલ ટેક્નૉ. સવા ટકો તથા વિપ્રો એક ટકો પ્લસ હતા. લાટિમ (એલટીઆઇ માઇન્ડ ટ્રી)એ ૨૫ ટકાના વધારામાં ૮૬૨૦ કરોડની આવક પર પોણાપાંચ ટકાના ઘટાડામાં ૧૦૦૧ કરોડ જેવો નેટ પ્રૉફિટ કરી શૅરદીઠ ૨૦નું ઇન્ટરિમ જાહેર કર્યું છે. નબળી બૉટમ લાઇન છતાં શૅર ઉપરમાં ૪૪૦૦ થઈ ૨.૩ ટકા વધી ૪૩૬૮ બંધ આવ્યો છે. કામકાજ ત્રણેક ગણાં હતાં. શૅર નીચામાં જોકે ૪૧૨૦ થયો હતો. અન્ય ચલણી કાઉન્ટર્સમાં કોફોર્જ ૬.૩ ટકા, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ ૬.૧ ટકા, ડેટામૅટિક્સ ૪.૨ ટકા, ઇન્ટલેક્ટ ડિઝાઇન ૪.૨ ટકા, તાતા ઍલેક્સી ૨૯૧ રૂપિયા કે ૪.૬ ટકા, બિરલા સૉફ્ટ ૩.૮ ટકા, સાસ્કેન પોણાચાર ટકા મજબૂત હતા. સામે બોનવર્ડ ટેક્નૉ સાતેક ટકા, ૬૩ મૂન્સ ૪.૬ ટકા, તાન્લા પ્લૅટફૉર્મ ચાર ટકા, નેલ્કો ૩.૩ ટકા, હૅપ્પી એસ્ટ માઇન્ડ ૨.૯ ટકા નરમ હતા. ટેલિકૉમમાં તાતા કમ્યુ. ૨.૮ ટકા, ભારતી એક ટકો, સ્ટરલાઇટ ટેક્નૉ દોઢ ટકો પ્લસ હતા. વોડાફોન સાતના નવા તળિયે જઈ ૨.૩ ટકા બગડી ૭.૦૯ થયો છે. ઑપ્ટિમસ ૪.૬ ટકા અને રાઉટ મોબાઇલ ૩ ટકા માઇનસ હતા. સારેગામા ૭.૧ ટકા તૂટી ૩૩૨ રહ્યો છે. પીવીઆર અડધો ટકો પ્લસ તો આઇનોક્સ લિઝર બે ટકા ડાઉન હતો. 

આ પણ વાંચો : વૉલેટાઇલ માર્કેટનું હવે પછીનું એકમાત્ર ટ્રિગર બજેટ બનશે

યસ બૅન્ક પરિણામ પાછળ ગગડ્યો, બંધન બૅન્ક બુલિશ વ્યુમાં ઊછળ્યો 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરના સુધારામાં પોણો ટકો કે ૩૧૪ પૉઇન્ટ વધ્યો હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ચાર શૅર પ્લસમાં આપી અડધો ટકો વધ્યો છે. યસ બૅન્કનો ત્રિમાસિક નફો ૮૧ ટકા ગગડી બાવન કરોડે આવી જતાં ચાર ગણા કામકાજે ભાવ નીચામાં ૧૭.૩૫ થઈ ૮.૩ ટકાની ખરાબીમાં ૧૮ ઉપર બંધ થયો છે. આઇસીઆઇસીઆઇ બૅન્કે ૭૯૯૪ કરોડની ધારણા કરતાં સારો, ૮૩૧૨ કરોડ નેટ નફો કર્યો છે. શૅર ઉપરમાં ૮૮૪ અને નીચામાં ૮૬૫ થઈ સહેજ વધી ૮૭૧ રહ્યો છે. કોટક મહિન્દ્ર બૅન્કે ૨૫૯૩ કરોડના અંદાજ સામે ૨૭૯૨ કરોડ ચોખ્ખો નફો મેળવ્યો છે. શૅર સરેરાશ કરતાં ૪૦ ટકાના વૉલ્યુમે એક ટકો વધીને ૧૭૮૩ થયો છે. કૅનેરા બૅન્કનો ત્રિમાસિક નફો ૯૨ ટકા વધીને ૨૮૮૧ કરોડ થતાં ભાવ બમણા કામકાજે ૧.૩ ટકા વધીને ૩૨૩ બંધ આવ્યો છે. બંધન બૅન્કનાં પરિણામ સાધારણ આવ્યાં હોવા છતાં જેપી મૉર્ગને ૩૫૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનું રેટિંગ આપતાં શૅર ત્રણ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૫૦ બતાવી ૪.૭ ટકા ઊંચકાઈ ૨૪૮ થયો છે. ઍક્સિસ બૅન્ક પરિણામ પૂર્વે સામાન્ય સુધારે ૯૩૩ રહ્યો છે. ગઈ કાલે બૅન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૨૦ શૅર માઇનસ હતા. સૂર્યોદય સ્મૉલ બૅન્ક ૪.૧ ટકા, ઉજ્જીવન બૅન્ક સાડાત્રણ ટકા, પંજાબ સિંઘ બૅન્ક અઢી ટકા, સેન્ટ્રલ બૅન્ક અઢી ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૨.૮ ટકા, જેકે બૅન્ક દોઢ ટકા, આઇઓબી બે ટકા, આરબીએલ બૅન્ક સવા ટકો નરમ હતા. સ્ટેટ બૅન્ક ૧.૪ ટકા, બૅન્ક ઑફ બરોડા ૦.૬ ટકા, કરૂર વૈશ્ય બૅન્ક ત્રણ ટકા, ફેડરલ બૅન્ક સવા ટકો, એયુ બૅન્ક ચાર ટકા પ્લસ હતા. એચડીએફસી બૅન્ક પોણો ટકો વધીને ૧૬૭૩ નજીક રહી છે. 

નાયકામાં સતત નવાં બૉટમ જારી, ધુનસેરી વેન્ચર્સ વૉલ્યુમ સાથે તેજીમાં

બૅન્કિંગના ચલણી શૅરની હૂંફ વચ્ચે એચડીએફસી એકાદ ટકો, બજાજ હોલ્ડિંગ્સ ૩.૭ ટકા, ચોલા ઇન્વેસ્ટમેન્ટ પોણાબે ટકા, હોમ ફર્સ્ટ ૨.૮ ટકા, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ અઢી ટકા, આવાસ અઢી ટકા, ઇન્ડિયન એનર્જી એક્સ. બે ટકા, મનપ્પુરમ ૨.૭ ટકા, કૅર રેટિંગ ૨.૩ ટકા વધ્યા હતા, જેમાં ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૭માંથી ૬૬ શૅરના સથવારે અડધો ટકો વધ્યો છે. અત્રે ધુનસેરી વેન્ચર્સ ૧૫ ગણા વૉલ્યુમે ૧૦.૬ ટકાની તેજીમાં ૨૬૩ બંધ હતો. સાટિન ક્રેડિટ ૩.૫ ટકા, કેનફિન હોમ્સ છ ટકા, શૅર ઇન્ડિયા ચાર ટકા મજબૂત હતા. ઇન્ફિબીમ ૭.૬ ટકા ગગડ્યો છે. પૉલિસી બાઝાર નીચામાં ૪૦૭ થઈ ૩.૫ ટકા લથડી ૪૧૯ રહ્યો છે. પેટીએમ સવા ટકો ડાઉન હતો, તો એલઆઇસી નહીંવત્ સુધારે ૭૦૧ રહ્યો છે. જીઆઇસી હાઉસિંગ સાડાત્રણ ટકા, એડલવીસ ૨.૮ ટકા, આઇઆઇએફએલ ૩.૭ ટકા માઇનસ હતા. નાયકા મંદીની ચાલ આગળ વધારતાં ૧૨૧ની અંદર નવા ઑલટાઇમ તળિયે જઈ અઢી ગણા કામકાજે બે ટકા બગડીને ૧૨૫ થયો છે. ઝોમૅટો એક ટકો ઢીલો હતો. એમસીએક્સનાં રિઝલ્ટ ૪ ફેબ્રુઆરીએ છે. શૅર પોણો ટકો નરમ હતો. બીએસઈ દોઢ ટકા સુધરી ૫૩૦ રહ્યો છે. બજાજ ફિનસર્વ ૧૩૩૩ના લેવલે ફ્લૅટ તથા બજાજ ફાઇ. નહીંવત્ સુધારે બંધ આવ્યા છે. 

અલ્ટ્રાટેકનાં પરિણામે સિમેન્ટ શૅર બગડ્યા, શ્રી સિમેન્ટ ૧૩૦૫ તૂટ્યો 

અલ્ટ્રાટેક પાછળ સિમેન્ટ શૅરોમાં માનસ બગડ્યું છે. શ્રી સિમેન્ટનાં પરિણામ ૮ ફેબ્રુઆરીએ છે, પરંતુ શૅર ગઈ કાલે નીચામાં ૨૨,૯૫૬ થઈ ૫.૪ ટકા કે ૧૩૦૫ રૂપિયા તરડાઈને ૨૩,૧૧૨ બંધ થયો છે. જેકે સિમેન્ટ ત્રણ ટકા, ઇન્ડિયા સિમેન્ટ ૩.૫ ટકા, દાલમિયા ભારત ૩.૮ ટકા, અંબુજા સિમેન્ટ્સ ૩.૨ ટકા, સૌરાષ્ટ્ર સિમેન્ટ ૩.૨ ટકા, ગ્રાસિમ ૧.૮ ટકા, એસીસી ૧.૩ ટકા, રામકો સિમેન્ટ અઢી ટકા, નુવાકો વિસ્ટા ૨.૯ ટકા, સાગર સિમેન્ટ બે ટકા ડાઉન હતા. સામે બિગબ્લૉક પાંચ ટકા, સાંધી ઇન્ડ. સવાબે ટકા, શ્રી કેશવ સિમેન્ટ્સ ત્રણ ટકા વધ્યા છે. ઉદ્યોગના ૪૪માંથી ૩૫ શૅર ઘટ્યા છે. 

ઉત્પાદનમાં ઘટાડા વચ્ચે સરકાર નિકાસ અંકુશ કડકપણે જાળવી રાખે એવી ગણતરી પાછળ શુગર શૅરોમાં ઘટાડાનું વલણ દેખાવા માંડ્યું છે. ઉદ્યોગના ૩૮માંથી ૩૨ શૅર માઇનસ હતા. પોની ઇરોડ ૮ ટકા, એસબીઈસી શુગર પાંચ ટકા, રાવલગાંવ પાંચ ટકા, દાવણગીરી પાંચ ટકા, સિમ્ભોલી શુગર ૪.૬ ટકા, સર શાદીલાલ ચાર ટકા, ઉત્તમ શુગર ૧.૮ ટકા, ધરણી શુગર દોઢ ટકા, બજાજ હિન્દુસ્તાન અઢી ટકા, રાજશ્રી શુગર દોઢ ટકા નરમ હતા. રીગા શુગર ૩.૯ ટકા તો બન્નારી અમાન એક ટકો વધ્યા હતા. 

જેમ-જ્વેલરી સેગમેન્ટમાં પીસી જ્વેલર્સ પાંચ ટકા, રાજેશ એક્સ સવા ટકો, એશિયન સ્ટાર ૧.૬ ટકા, ઉદમ જ્વેલરી ૩.૭ ટકા, વીરકૃપા પાંચ ટકા, આરઓ જ્વેલ્સ પાંચ ટકા, યુએચ ઝવેરી ૪.૯ ટકા ડાઉન હતા. સામે ઝોડિયાક જેઆરડી એમકેજી ૫.૮ ટકા, આશાપુરી ગોલ્ડ પાંચ ટકા, સ્કાય ગોલ્ડ ૮.૬ ટકા, રાધિકા જ્વેલ્સ ૮.૫ ટકા, ગોલ્ડિયમ ત્રણ ટકા પ્લસ હતા. ટાઇટન ૦.૪ ટકા ઘટી ૨૩૬૩ હતો.

Whatsapp-channel Whatsapp-channel

24 January, 2023 03:11 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK