Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૮,૧૯૦ અને ૧૮,૨૨૮ નીચામાં ૧૭,૮૨૦ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૮,૧૯૦ અને ૧૮,૨૨૮ નીચામાં ૧૭,૮૨૦ મહત્ત્વની સપાટીઓ

23 January, 2023 03:27 PM IST | Mumbai
Ashok Trivedi

પ્રથમ ટૉપને એટલે કે સૌથી ઊંચામાં ઊંચા ભાવને એની સામે થયેલ લોઅર ટૉપ સાથે જોડતી રેખાને ડાઉનવર્ડ ટ્રેન્ડલાઇન અથવા ફૉલિંગ ટ્રેન્ડલાઇન કહેવામાં આવે છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૭,૮૮૬.૯૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૩૦.૫૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૮,૦૫૫.૮૦ બંઘ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૩૬૦.૫૯ પૉઇન્ટના નેટ સુધારે ૬૦,૬૨૧.૭૭ બંઘ રહ્યો. ઉપરમાં ૬૧,૧૧૦, ૬૧,૩૯૪ કુદાવે તો સુધારો જોવાય. ૬૧,૩૯૪ ઉપર ૬૧,૪૨૦, ૬૧,૬૭૦, ૬૧,૯૦૦, ૬૨,૦૦૦ સુધીની શક્યતા. નીચામાં ૬૦,૪૭૦ નીચે ૬૦,૦૭૦ સપોર્ટ ગણાય. જેની નીચે ૫૯,૬૨૮ તૂટે તો ૫૯,૪૦૦, ૫૮,૯૩૫, ૫૮,૪૭૦ સુધીની શક્યતા. માથે બજેટ છે. બન્ને બાજુના વેપારમાં સાવચેતી રાખવી.

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૮,૨૨૮ અને ૧૮,૩૭૪ કુદાવે તો ટૂંકા અને મધ્યમ ગાળાનો પ્રવાહ બદલાય. નીચામાં ૧૭,૮૨૦ સપોર્ટ ગણાય. લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. ((૨) ડાઉનવર્ડ ટ્રેન્ડલાઇન=જ્યારે ભાવો વધઘટે નીચે તરફ જતા હોય ત્યારે લોઅર ટૉપ અને લોઅર બૉટમની રચના થતી હોય છે. પ્રથમ ટૉપને એટલે કે સૌથી ઊંચામાં ઊંચા ભાવને એની સામે થયેલ લોઅર ટૉપ સાથે જોડતી રેખાને ડાઉનવર્ડ ટ્રેન્ડલાઇન અથવા ફૉલિંગ ટ્રેન્ડલાઇન કહેવામાં આવે છે. (૩) ફ્લૅટ ટ્રેન્ડલાઇન=ભાવો જ્યારે સાંકડી વધઘટે અથડાઈ જાય એટલે કે ભાવો જ્યારે મર્યાદિત રેન્જમાં રહેતા હોય ત્યારે થતા ટૉપને ટૉપ સાથે અને બૉટમને બૉટમ સાથે જોડતી રેખાને ફ્લૅટ ટ્રેન્ડલાઇન અથવા હૉરિઝન્ટલ ટ્રેન્ડલાઇન કહેવામાં આવે છે.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૮,૦૮૧.૨૮ છે. જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે. 



તાતા કન્ઝ્યુમર (૭૩૮.૪૫) ૮૨૧.૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૪૮ ઉપર ૭૫૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૩૬ નીચે ૭૧૯, ૭૦૪, ૬૯૭ અને ૬૯૭ તૂટે તો ૬૮૯, ૬૭૪, ૬૫૯, ૬૪૫ સુધીની શક્યતા. 


ટાઇટન (૨૩૭૧.૩૦) ૨૬૨૬.૨૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪૩૦ ઉપર ૨૪૪૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૩૫૩ નીચે ૨૩૦૪, ૨૨૪૩, ૨૧૯૦ સુધીની શક્યતા. 

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૫૪૧.૯૫) ૪૨૪૮.૫૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૨,૮૦૫ અને ૪૨,૮૮૦ ઉપર સુધારો જોવાય. ૪૨,૮૮૦ ઉપર ૪૨,૯૪૫, ૪૩,૧૧૦, ૪૩,૨૭૦, ૪૩,૪૪૦, ૪૩,૬૦૦, ૪૩,૭૧૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૪૧,૯૭૨, ૪૧,૮૮૦, ૪૧,૬૪૦ મહત્ત્વના સપોર્ટ ગણાય. ૪૧,૬૪૦ તૂટે તો ૪૧,૩૦૦, ૪૦,૮૮૦ સુધીની શક્યતા. 


નિફટી ફ્યુચર (૧૮,૦૫૫.૮૦)

૧૮,૯૯૮.૮૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮,૧૧૫, ૧૮,૧૯૦, ૧૮,૨૨૮ ઉપર સુધારો જોવાય. ૧૮,૨૨૮ ઉપર ૧૮,૨૬૨, ૧૮,૩૩૫, ૧૮,૪૧૦, ૧૮,૪૯૦, ૧૮,૫૫૦ સુધીની શક્યતા. નીચામાં ૧૮,૦૩૬ નીચે ૧૭,૯૬૦, ૧૭,૮૨૦ સપોર્ટ ગણાય. ૧૭,૮૨૦ નીચે જાય તો ૧૭,૭૪૦, ૧૭૬૧૭, ૧૭,૪૬૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

બજાજ ફિનસર્વ (૧૩૩૩.૨૦)

૧૮૧૭.૯૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૭૦ ઉપર ૧૪૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૩૨૬ નીચે ૧૩૧૪, ૧૨૬૬, ૧૨૧૮ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

બજાજ ફાઇનૅન્સ (૫૮૬૦.૪૦)

૭૭૭૮ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૯૭૦ ઉપર ૬૦૦૬, ૬૦૭૩ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૮૩૭ નીચે ૫૬૮૪, ૫૫૨૩, ૫૩૬૨ સુધીની શક્યતા. આ સાથે મન્થ્લી ચાર્ટ આપેલ છે.

શૅરની સાથે શેર

જે સમજની કૂખથી જન્મી હતી, એ સમસ્યા પુખ્ત વયની થાય છે. - કૃણાલ શાહ 

Whatsapp-channel Whatsapp-channel

23 January, 2023 03:27 PM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK