Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બૅન્કિંગની મજબૂતી પાછળ બજાર સાધારણ સુધારે ૮૧,૦૦૦ ઉપર

બૅન્કિંગની મજબૂતી પાછળ બજાર સાધારણ સુધારે ૮૧,૦૦૦ ઉપર

Published : 10 November, 2026 10:07 AM | IST | Mumbai
Anil Patel

HDFC, ICICI તથા સ્ટેટ બૅન્ક બજારને ૩૫૫ પૉઇન્ટ ફળી ઃ નબળા રિઝલ્ટમાં ઘટનારી ડેટા પૅટર્ન્સ વળતા ‌દિવસે ૩૨૦ રૂ‌પિયા ઊછળી ઃ વેદાન્ત પૉલી ફેબ્સનું ‌લિસ્ટિંગ નબળું રહ્યું

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


PSU બૅન્ક ‌નિફ્ટી તમામ શૅરની મજબૂતીમાં પોણાચાર ટકા ઊંચકાયો, બૅન્ક ‌નિફ્ટીમાં ૮૯૧ પૉઇન્ટની તેજી ઃ ‌ડિવીઝ લૅબ, લૌરસ લૅબ, ગ્લૅન્ડ ફાર્મા, ગ્લેનમાર્ક, અર‌‌બિંદો ફાર્મા, કોરોના રેમેડિઝ, ગુ‌ફિક બાયો, મૅનકાઇન્ડ ફાર્મા, ડૉ. લાલ પૅથ લૅબ્સ, ‌‌પિરામલ ફાર્મા સ‌હિત સંખ્યાબંધ હેલ્થકૅર-ફાર્મા શૅરોમાં નવા ઊંચા ભાવ જોવાયા ઃ HDFC, ICICI તથા સ્ટેટ બૅન્ક બજારને ૩૫૫ પૉઇન્ટ ફળી ઃ નબળા રિઝલ્ટમાં ઘટનારી ડેટા પૅટર્ન્સ વળતા ‌દિવસે ૩૨૦ રૂ‌પિયા ઊછળી ઃ વેદાન્ત પૉલી ફેબ્સનું ‌લિસ્ટિંગ નબળું રહ્યું

વર્ષ ૨૦૧૭ પછી મુહૂર્ત-સેશનમાં પ્રથમ વાર રેડ ઝોનમાં બંધ થયા પછી વળતા ‌દિવસે ‌દિવસનો મોટો ભાગ માઇનસમાં રહી બજાર છેવટે ૧૦૭ પૉઇન્ટ સુધરી ૮૧,૧૦૭ નજીક બંધ થયું છે. ‌નિફ્ટી ૫૭ પૉઇન્ટ વધી ૨૫,૦૪૫ હતો. સોમવારે સેન્સેક્સ આગલા બંધથી ૩૨૮ પૉઇન્ટ પ્લસ, ૮૧,૩૨૭ ખુલ્યો હતો. માર્કેટ નીચામાં ૮૦,૫૧૯ અને ઉપરમાં ૮૧,૩૩૯ થયું હતું. માર્કેટ બ્રેડ્થ નબળી હતી. NSEમાં વધેલા ૧૬૨૮ શૅર સામે ૧૯૫૭ કાઉન્ટર ઘટ્યાં છે. બજારનું માર્કેટકૅપ ૪૬,૦૦૦ કરોડ વધી ૫૦૬.૪૧ લાખ કરોડ થયું છે. બહુમતી સેક્ટોરલ સુધર્યા હતા. ટેલિકૉમ ઇન્ડેક્સ દોઢ ટકા, IT ૧.૩ ટકા, ‌નિફ્ટી ‌સિમેન્ટ દોઢ ટકા, ‌નિફ્ટી મેટલ અડધો ટકો ઘટ્યા છે. સામે PSU બૅન્ક ‌નિફ્ટી પોણાચાર ટકા, બૅન્ક ‌નિફ્ટી દોઢ ટકા, હેલ્થકૅર ૧.૧ ટકા, ‌નિફ્ટી ફાર્મા ૧.૭ ટકા, ફાઇનૅન્સ પોણો ટકો પ્લસ હતા. સ્ટેટ બૅન્ક બન્ને બજારમાં બેસ્ટ ગેઇનર બની છે. એની સાથે HDFC અને ICICI બૅન્કની આગેકૂચ જળવાઈ રહેતાં આ ૩ શૅર બજારને કુલ ૩૫૫ પૉઇન્ટ લાભદાયી નીવડ્યા છે. લાર્સન સવાયા કામકાજે ઉપર ૪૧૯૪ થઈ બે ટકા વધી ૪૧૮૫ થઈ છે. ટ્રેન્ટ ૨.૧ ટકા અપ હતી. કોટક મ‌હિન્દ્ર બૅન્ક ૪૮૩ના બેસ્ટ લેવલે જઈ ૪૮૦ના સ્તરે ફ્લૅટ હતી. ICICI બૅન્કમાં નવા ‌શિખરનો ‌શિરસ્તો ચાલુ રહ્યો છે. HCL ટેક્નૉલૉઝિસ અઢી ટકા ઘટી ૧૪૦૭ બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બની છે. સેન્સેક્સ ખાતે અલ્ટ્રાટેક બે ટકા, ઇન્ફી દોઢ ટકા, તાતા સ્ટીલ ૨.૪ ટકા, ITC ૧.૭ ટકા, ટેક મહિન્દ્ર ૧.૮ ટકા, બજાજ ફાઇનૅન્સ એક ટકા, અલ્ટ્રાટેક ૧.૮ ટકા, TCS એકાદ ટકો, એ‍‌શિયન પેઇન્ટ સવા ટકો ડાઉન હતી. ‌રિલાયન્સ નામપૂરતા સુધારે ૧૩૨૪ રહી છે. તનફ્ટી ખાતે તાતા સ્ટીલ ૨.૮ ટકા, અલ્ટ્રા ટેક ૧.૮ ટકા, ઇન્ફોસિસ દોઢ ટકા, TCS એકાદ ટકો, ITC ૧.૬ ટકા, બજાજ ફાઇનૅન્સ દોઢ ટકા, મૅક્સ હેલ્થકૅર સવા ટકા નરમ હતા. ‌ 
ડેટા પેટર્ન્સના રિઝલ્ટ નબળા રહ્યા છે. આવક ૫૬.૭ ટકા ઘટી ૧૩૩ કરોડ તથા નફો ૫૫.૬ ટકા ગગડી ૨૧૮૨ લાખ થયો છે. ભાવ રિઝલ્ટ બાદ બગડ્યા પછી ગઈ કાલે પાંચ ગણા કામકાજે ઉપર ૪૦૬૬ બતાવીને ૮.૭ ટકા કે ૩૨૦ રૂ‌પિયા ઊછળી ૪૦૨૦ બંધમાં એ-ગ્રુપ ખાતે ઝળક્યો છે. કેપ્રિ ગ્રીન એનર્જી સવાઆઠ ટકા ઊચકાઈ ૩૧૪ થઈ છે. સામે એ-ગ્રુપ ખાતે રેઇન ઇન્ડસ્ટ્રીઝ ૭.૪ ટકા, આર.આર. કેબલ સાત ટકા, ટીડી પાવર સિસ્ટમ્સ સવાછ ટકા ઘટી છે. મુહૂર્ત-સેશનમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૩૧૦ બંધ થયેલી ‌ફિનોલેક્સ કેબલ્સ ગઈ કાલે ઉપર ૧૩૨૮ થઈ અંતે ૬ ટકા કપાઈ ૧૨૩૧ રહી છે. રોકડામાં કે.પી. એનર્જી ૧૧ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સ‌‌ર્કિટમાં ૨૦૫ થઈ ત્યાં જ બંધ આવી છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી મુંબઈના બાંદરા ખાતેની એમ.કે. સન્સ ફાઇન જ્વેલ્સ ૧૫૨ના વર્સ્ટ લેવલે જઈ ૨.૩ ટકા ઘટી ૧૫૪ હતી. લૌરસ લૅબ નવી ટૉપ બનાવી ૩.૪ ટકા, ગ્લેન માર્ક ફાર્મા નવું ‌શિખર નોંધાવી ૩.૩ ટકા વધીને બંધ આવી છે.



એક્સ-રાઇટની પૂર્વસંધ્યાએ ઝોડિયાક જેઆરડી-MKJ ગગડી
વેસ્ટ બેંગોલની વેદાન્ત પૉલી ફેબ્સ ૧૦ના શૅરદીઠ ૯૪ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં પાંચથી શરૂ થઈ ઉપરમાં ૧૫ થયા પછી ગગડી છેલ્લે એક રૂ‌પિયો થયેલા ‌પ્રીમિયમ સામે ગઈ કાલે NSEમાં ભાવોભાવ ૯૪ ખૂલી ૮૯ બંધ આવતાં પાંચ ટકા ‌લિસ્ટિંગ લૉસ મળી છે. લગભગ ૫૭ કરોડનો આ NSE SME IPO રીટેલમાં સવાબે ગણા સ‌હિત કુલ ૧.૯ ગણો ભરાયો હતો. દરમ્યાન તાજેતરમાં ‌લિસ્ટેડ થયેલા અન્ય શૅરમાં ગઈ કાલે બરોડાની મૅક્સવેલ એન્જિ‌નિયરિંગ ૩૪૪ના નવા શિખરે જઈ પાંચ ટકા તૂટી ૩૧૪, અમદાવાદી વેક્ટ્રાસ એન્પ્રોકન ૧૦૬ નીચે નવા તળિયે જઈ બે ટકા ઘટી ૧૦૬ ઉપર, મહેસાણાની જગુદણની જ્હૉનસન કેબલ ઇલેક્ટ્રિકલ્સ ૨૨૦ના નવા વર્સ્ટ લેવલે જઈ પાંચ ટકા ગગડી ત્યાં જ, મુંબઈના અંધેરી-વેસ્ટની બૉમ્બે કૉટેડ ઍન્ડ સ્પેશ્યલ સ્ટીલ્સ ૮૧નો નવો નીચો ભાવ દેખાડી પાંચ ટકા ખરડાઈ ૮૧, સલરતની બાજવા પ્રોજેક્ટ્સ પાંચ ટકા તૂટીને ૧૫૭ના આગલા વર્સ્ટ લેવલે, રાજકોટની કારવેર રોબોવેલ્ડ ઉપરમાં ૯૭ થઈ ૩.૩ ટકા વધી ૯૬, જિયો પ્લૅટફૉર્મ નીચામાં ૧૪૦૭ થઈ ૦.૬ ટકા ઘટી ૧૪૧૨ તથા પારસ હેલ્થકૅર ૭૭૪ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી એક ટકો સુધરી ૭૫૦ બંધ થઈ છે. 
દરમ્યાન મુંબઈની બાંદરા (ઈસ્ટ) ખાતેની બી.એન. ઍગ્રોકેમ ૧૦ના શૅરના એક રૂ‌પિયામાં ‌વિભાજનમાં ૧૬મીએ એક્સ-‌સ્પ્લીટ થવાની છે. શૅર ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૩૯ નજીક જઈ ત્યાં જ બંધ થયો છે. ૧૨ નવેમ્બર ૨૦૨૫માં ભાવ ૪૨૦ની ‌વિક્ર્મી સપાટીએ હતો? અગાઉ નોવા‌ર્ટિસ ઇ‍‌ન્ડિયા તરીકે ઓળખાતી ઇવોનોઇલ ફાર્મા પાંચ રૂ‌પિયાના શૅરદીઠ ૯૦૦ના ભાવથી ૧૨ શૅરદીઠ પાંચના પ્રમાણમાં રાઇટમાં બુધવારે એક્સ-રાઇટ થવાની છે. શૅર ગઈ કાલે નીચામાં ૧૮૩૧ અને ઉપરમાં ૧૯૨૦ થઈ અઢી ટકા વધીને ૧૮૬૧ બંધ થયો છે. પાંચના શૅરની  બુકવૅલ્યુ હાલમાં ૩૪૪ ઉપર છે. કંપનીએ છેલ્લે જાન્યુઆરી ૧૯૯૦માં બે શૅરદીઠ એકનું બોનસ આપ્યું હતું. જ્યારે નવેમ્બર ૨૦૦૦માં ૧૦ના શૅરનું પાંચમા ‌વિભાજન કર્યું હતું. મુંબઈની દલાલ સ્ટ્રીટ ખાતેની ઝોડિયાક જેઆરડી-MKJ ૧૦ના શૅરદીઠ ૨૫ના ભાવથી ૧૦૦ શૅરદીઠ ૧૪૫ શૅરના પ્રમાણમાં રાઇટ ઇશ્યુમાં બુધવારે એક્સ-રાઇટ થશે. શૅર ગઈ કાલે ઉપરમાં ૩૬ વટાવી ૧૦.૩ ટકા તૂટી ૩૧ ઉપર બંધ થઈ છે. બૉશ ‌‌લિમિટેડ તરફથી ૧૦ના શૅરનું બે રૂ‌પિયામાં ‌વિભાજન તેમજ બે રૂ‌પિયાનો એક એવા પ્રત્યેક શૅરદીઠ ત્રણ શૅરનું ઉદાર બોનસ જાહેર કરાયું છે. કંપનીએ ૨૮.૨ ટકા વધારામાં ૭૬૫૫ કરોડની આવક ઉપર ૧૮.૩ ટકા વધારામાં ૮૩૯ કરોડનો ‌ત્રિમા‌સિક નફો મેળવ્યો છે. પરંતુ આ નફામાંથી ૧૩૦ કરોડનો વનટાઇમ ગેઇન બાદ કરાય તો ખરેખર પ્રૉ‌ફિટ ૭૦૯ કરોડ રહે છે જે સપ્ટેમ્બર ૨૦૨૫ના ક્વૉર્ટરના ૮૪૦ કરોડના મુકાબલે ૧૫.૬ ટકા ઘટાડો બતાવે છે. આના લીધે શૅરમાં નરમાઈનું માનસ છે. ભાવ શુક્રવારે પ‌રિણામ પૂર્વે ઉપરમાં ૫૨,૪૫૦ હતો એ ‌રિઝલ્ટ બાદ સવાત્રણ ટકા ઘટી ૫૦,૭૬૫ બંધ થયો હતો. શૅર ગઈ કાલે નીચામાં ૪૯,૧૦૦ થઈ ૨.૯ ટકા ઘટી ૪૯,૨૫૦ થયો છે.


હેલ્થકૅર તેમ જ નિફ્ટી ફાર્મા નવા શિખર સાથે મજબૂત બંધ
પરિણામની તેજીમાં ડિવીઝ લૅબોરેટરીઝ ગઈ કાલે સાડાપાંચ ગણા વૉલ્યુમમાં ૧૧,૮૧૮ની લાઇફ ટાઇમ ટૉપ બનાવીને સાડાચાર ટકા કે ૪૯૦ રૂપિયા વધી ૧૧,૫૭૦ બંધ થઈ છે. કંપનીનું માર્કેટકૅપ ૩.૦૭ લાખ કરોડ વટાવી ગયું છે. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩૫ ટકા વધારામાં ૩૬૭૬ કરોડ આવક ઉપર ૬૪ ટકા વૃદ્ધિદરથી ૧૧૨૭ કરોડ નેટ પ્રૉફિટ કરતાં શૅર મુહૂર્ત ટ્રેડિંગમાં સાડાસાત ટકા ઊંચકાઈ ૧૧.૦૮૦ બંધ થયો હતો. જેફરીઝે ૧૨,૫૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ જાળવી રાખ્યું છે. ચોઇસ ઇન્ટરનૅશનલે ૧૨,૬૫૦ની ટાર્ગેટ પ્રાઇસ આપી છે. ગઈ કાલે એકંદર ઢીલા બજારમાં BSEનો હેલ્થકૅર ઇન્ડેક્સ ૫૩,૬૪૦ના બેસ્ટ લેવલે જઈને ૧.૧ ટકા વધી ૫૩,૦૮૧ તો નિફ્ટી ફાર્મા ૨૯,૨૨૫ની ઑલટાઇમ હાઈ દેખાડી ૧.૭ ટકા વધી ૨૮,૮૯૬ બંધ થયો છે. અત્રે આરતી ડ્રગ્સ ૧૧ ટકા ઊછળી ૫૦૦, આઇઓએલ કેમિકલ્સ દસ ટકાની તેજીમાં ૨૦૩, ગ્લૅન્ડ ફાર્મા ૩૩૭૨ના શિખરે જઈ ૫.૬ ટકા વધી ૩૩૦૧, સ્પાર્ક ૭ ટકા વધી ૨૧૧, જીએસકે ફાર્મા ૭ ટકા ઊંચકાઈ ૨૭૧૬, સાંઈ લાઇફ સાયન્સિસ ૧૮૯૭ની નવી ટૉપ બનાવી ૫.૨ ટકા વધી ૧૯૩૬, ન્યુલૅન્ડ લૅબ સવાબે ટકા કે ૪૪૮ રૂપિયા વધી ૨૦,૩૨૫, બ્લીસ જીવીએસ ફાર્મા પાંચ ટકા વધી ૬૫૧, મોરપેન લૅબ પાંચ ટકા ઉપલી સર્કિટે ૯૯ બંધ થઈ છે. ડૉ. રેડ્ડીઝ લૅબ સવા ટકો વધી ૧૩૮૫, ટૉરન્ટ ફાર્મા નજીવી સુધરી ૪૭૭૫, ઝાયડ્સ લાઇફ સાયન્સ એક ટકો વધી ૧૨૧૩, સિપ્લા સામાન્ય ઘટાડે ૧૪૦૬ બંધ થઈ છે. 
બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૯ શૅરના સથવારે દોઢ ટકા તો PSU બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરની મજબૂતીમાં પોણાચાર ટકા વધ્યો છે. સ્ટેટ બૅન્ક સવાબે ગણા કામકાજે અઢી ટકા વધી ૧૦૪૧ બંધમાં સેન્સેક્સ ખાતે તો અઢી ટકા વધી ૧૦૪૨ બંધમાં નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર હતી. HDFC બૅન્ક દોઢ ટકા વધી ૭૯૬ બંધમાં બજારને ૧૫૩ પૉઇન્ટ ફળી છે. ICICI બૅન્ક ૧૫૮૯ ઉપર નવી ઑલટાઇમ હાઈ બનાવી સવા ટકો વધી ૧૫૮૫ બંધ થતાં બજારને બીજા ૧૧૫ પૉઇન્ટ મળી ગયા હતા. ઍક્સિસ બૅન્ક નહિવત્ નરમ અને કોટક બૅન્ક ૪૮૦ના લેવલે ફ્લૅટ હતી. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી ૨૯ શૅર પ્લસ હતા. પીએનબી પાંચ ટકા વધી ૧૩૨ બંધમાં મોખરે હતી. યુનિયન બૅન્ક સાડાપાંચ ટકા, બૅન્ક ઑફ બરોડા ૪.૧ ટકા, કૅનેરા બૅન્ક ચારેક ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૪.૪ ટકા, કર્ણાટક બૅન્ક ૩.૮ ટકા, ઇન્ડિયન બૅન્ક ૪ ટકા વધી છે. સૂર્યોદય બૅન્ક બે ટકા, યસ બૅન્ક ૧.૭ ટકા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૧.૩ ટકા, કરૂર વૈશ્ય બૅન્ક એકાદ ટકો ઘટી છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ પોણો ટકો અપ હતો. અત્રે રેપ્કો હોમ ફાઇનૅન્સ ૩૨ ગણા કામકાજમાં ઉપર ૪૦૩ વટાવી ૧૧.૫ ટકાના જમ્પમાં ૩૮૫ બંધ રહી છે. ઇરડા ૭.૪ ટકા, ફાઇવ પૈસા કૅપિટલ ૫.૧ ટકા, મનીબૉક્સ ૪.૭ ટકા, વીએલએસ ફાઇનૅન્સ સવાત્રણ ટકા, કલ્યાણી ઇન્વેસ્ટમેન્ટ ૩.૫ ટકા, પ્રાઇમ સિક્યૉરિટીઝ ૨.૮ ટકા, હુડકો ૩.૪ ટકા વધી હતી. પિરામલ ફાઇનૅન્સ પોણાપાંચ ટકા બગડી ૨૦૬૯ થઈ છે. બજાજ ફાઇનૅન્સ ૧.૮ ટકા તો બજાજ ફીનસર્વ એક ટકો ડાઉન થઈ છે. 

નફાશ‌ક્તિ બગડતાં જ્યુ‌‌બિલન્ટ ફૂડવર્ક્સ પાંચ ટકા ડૂલ થઈ
આઇઆઇએફએલ ફાઇનૅન્સમાં આશરે ૫૦થી ૬૦ કરોડ ડૉલરના રોકાણથી બ્લૅકસ્ટોન ૧૫ ટકા ‌હિસ્સો લેવા વાતચીત ચલાવી રહી હોવાના અહેવાલ વચ્ચે શૅર અઢી ગણા કામકાજે ઉપરમાં ૬૩૭ બતાવી ૦.૪ ટકા ઘટી ૬૨૭ બંધ રહ્યો છે. મામાઅર્થવાળી હોનાસા કન્ઝ્યુમર દ્વારા ૩૬ ટકા જેવા વધારામાં ૭૩૧ કરોડની આવક ઉપર ૮૬.૭ ટકા વૃ‌દ્ધિદરથી ૭૩૨૪ લાખ નેટ નફો દર્શાવાયો છે. શૅર ગઈ કાલે ૪૯૪ વટાવી ત્રણ ટકા વધી ૪૮૩ થયો છે. શૅર વર્ષ પૂર્વે ૨૪૮ના તળિયે હતો. રિઝલ્ટ બાદ જેફરીઝે ૭૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આપ્યો છે, સામે સિટી ગ્રુપે ૩૯૦ની ટાર્ગેટ પ્રાઇસથી બેરિશ-વ્યુ જારી કર્યો છે. બ્લુ સ્ટોન જ્વેલરી તરફથી પહેલી ઑક્ટોબરથી ૮ નવેમ્બર સુધીના સવા મહિનાના ગાળામાં બિઝનેસ ગ્રોથ ૪૫ ટકા નોંધાયો હોવાની જાણ કરાઈ છે. શૅર ગઈ કાલે બે ગણા કામકાજમાં ઊપરમાં ૭૪૩ થઈ ૩.૭ ટકા વધી ૭૪૦ બંધ આવ્યો છે. અન્ય જાણીતા જ્વેલરી શૅરમાં ગઈ કાલે કલ્યાણ જ્વેલર્સ ત્રણ ટકા, મનોજ જ્વેલર્સ પોણાબે ટકા, સ્વર્ણ સરિતા અડધો ટકો, શૂરા ડિઝાઇન્સ પાંચેક ટકા, ઉદય જ્વેલરી અઢી ટકા પ્લસ હતા. સામે ડીપી આભૂષણ ત્રણ ટકા, શાંતિ ગોલ્ડ ૨.૭ ટકા, ગોલ્ડિયમ ઇન્ટરનૅશનલ સવા ટકો, પીસી જ્વેલર્સ ચાર ટકા, એસએમઆર જ્વેલ્સ એક ટકા, લલિતા જ્વેલરી માર્ટ પોણા ચાર ટકા, દીપ જ્વેલર્સ પોણાત્રણ ટકા, નિત્યાસ જેમ્સ ૪ ટકા ઝંખવાઈ છે. ટીબીઝેડ પાંચ ટકા ઊછળી ૬૩૬ રહી છે. થંગમયિલ જ્વેલરી ૦.૪ ટકા ઘટીને ૪૨૩૭ હતી. 
ડોમિનો પ‌ીત્ઝા ફેમ જ્યુબિલન્ટ ફૂડ તરફથી ૧૧.૮ ટકા વધારામાં ૨૬૦૮ કરોડની આવક દર્શાવાઈ છે, પરંતુ નફો ૧૧,૩૩૦ લાખથી માત્ર ૬૦ લાખ વધી ૧૩,૦૯૦ લાખ થયો છે. શૅર પાંચેક ગણા કામકાજે નીચામાં ૪૨૭ બતાવી પાંચ ટકા ખરડાઈ ૪૨૯ રહ્યો છે. વૉલ્ટાસે સવાપંદર ટકા વધારામાં ૨૭૦૭ કરોડ આવક ઉપર ૫૩.૪ ટકા વધારામાં ૫૨૬૪ લાખ નેટ નફો મેળવ્યો છે. બ્રોકરેજ ફર્મ એમ્ફે ગ્લોબલે ૧૫૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ-વ્યુ જારી કર્યો છે. શૅર રિઝલ્ટ પછી ઘટ્યા બાદ ગઈ કાલે નીચામાં ૧૦૧૭ થઈ પોણાત્રણ ટકા વધી ૧૦૮૮ રહ્યો છે. ૨૭ ફેબ્રુઆરીના રોજ શૅર ઉપરમાં ૧૫૮૨ની ટોચે ગયો હતો, ત્યાંથી ઘટાડાની ચાલમાં ૨૮ ઑક્ટોબરના રોજ અહીં ૯૩૦નું ઐતિહાસિક બૉટમ બન્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2026 10:07 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK