આજે આપણે વાત કરીશું કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો તેને મેનેજ કઈ રીતે કરવું? આ સિવાય કયા અને કેટલા એવા મુદ્દાઓ છે જેનાથી તમે તમારું ફિનાન્સ મેનેજ કરવામાં મદદ મળી શકે છે?
તસવીર ડિઝાઈન: કિશોર સોસા
કી હાઇલાઇટ્સ
- મેડિક્લેમ સિવાય એવી કઈ વસ્તુ છે જે ઇમરજન્સી ભંડોળમાં આવે છે?
- બચત શરૂ કર્યા બાદ નફો વધે તેમાટે શું કરવું?
- રોકાણ વધારવું અને ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ કેમ લેવી જરૂરી?
ગુજરાતીમાં સુપ્રસિદ્ધ કહેવત છે કે ‘આજે રોકડા ને ઉધાર કાલે’ જેનો સરળ અર્થ છે ‘રોકડા તે ખરા; ઉધારની વાત નહીં’. જોકે, ઉપભોક્તાવાદને પગલે આ કહેવતનો અર્થ એમ કરીએ કે ‘આજે રોકડા (લોન) ને ઉધાર (ઇએમઆઈ) કાલે’ તો પણ અતિશયોક્તિ નથી. આવી સ્થિતિમાં યોગ્ય નાણાકીય નિર્ણયો કેવી રીતે લેવા? કઈ બાબતોનું ધ્યાન રાખવું? ઇન્વેસ્ટમેન્ટ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવું? આ બધા જ સવાલોના જવાબ આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે નવું નજરાણું ‘પૈસાની વાત’ (Paisa Ni Vaat). આ કૉલમમાં આપણે મળીશું ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સને અને તેમની પાસેથી જાણીશું ફાઇનનાન્સના કેટલાક મૂળભૂત ફંડા.
આગળ આપણે વાત કરી કે તમે જે સમયે કમાવવાનું શરૂ કરો છો તે જ સમયથી તમારે બચત કરવાનું શરૂ કરી દેવું જોઈએ. બચત કર્યા બાદ સૌથી પ્રથમ તમારે ઇમરજન્સી ભંડોળ જમા કરવું, એટલે કે મેડિક્લેમનો ખર્ચ વગેરે. ત્યાર બાદ ક્યાં કેટલું ઈન્વેસ્ટમેન્ટ કરવું તે વિશે આપણે ચર્ચા કરી. હવે આજે આપણે વાત કરીશું કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો તેને મેનેજ કઈ રીતે કરવું? આ સિવાય કઈ અને કેટલી એવી જગ્યાઓ છે જેનાથી તમે તમારું ફિનાન્સ મેનેજ કરી શકો છો?
ADVERTISEMENT
લાઇફ ઇન્શ્યોરન્સ કવર કેટલું જરૂરી?
મેડિક્લેમ બાદ ઇમરજન્સી ભંડોળમાં હજી એક ભંડોળ આવે છે જે છે લાઇફ ઇન્શ્યોરન્સ કવર. મેડિક્લેમની જેમ જ લાઇફ ઇન્શ્યોરન્સ કવર પણ એટલું જ મહત્વનું છે. તમે આજે નાનકડી રકમ પણ જો કમાવાની શરૂઆત કરી છે તો તેનો સીધો અર્થ છે કે કાલ-સવારે તમારા પર જવાબદારી આવી શકે છે. એ જવાબદારી જ્યારે તમે ઉઠાવો છો, પણ જેમ આપણે કહીએ `ન કરે નારાયણ અને કોઈ મુશ્કેલી આવી પડી તો શું?` આવી મુશ્કેલીઓમાં આવક બંધ થાય અથવા તમે પથારીવશ પડો, કોઈ મેજર ઇન્જરી કે હેલ્થ ઇશ્યૂ થયા આ સિવાય અકસ્માતમાં એકમાત્ર કમાતી વ્યક્તિનું નિધન થયું.. આવા કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે, કમાતી વ્યક્તિના મોત બાદ પાછળ પરિવાર કઇ રીતે જીવશે તેનો ખ્યાલ જો કમાતી વ્યક્તિ રાખીને ગઈ હોય તો પરિવારને અમુક સમય મળી રહે છે પોતાને તૈયાર કરવાનો. તો આ જ કારણ છે કે તમારે લાઇફ ઇન્શ્યોરન્સ હોવું જરૂરી છે.
એકવાર સેવિંગ શરૂ કર્યા બાદ જ્યારે આવક વધે ત્યારે ખર્ચ પણ વધે છે એવું આપણે બધા જ કહેતા હોઈએ છીએ, પણ આવક અને ખર્ચ વધે તેમ જ સેવિંગ અને રોકાણ વધારવું પણ એટલું જ મહત્વનું કેમ છે?
તમે રળવાનું શરૂ કર્યું ત્યારે તમારી જે આવક હતી, તે જ આવક, મોંઘવારી અને ખર્ચ આજીવન રહેવાના નથી. આ જ કારણસર તમારે જેમ આવક વધે તેમ જ રોકાણ અને બચતની રકમ પણ બચાવવી જરૂરી થઈ પડે છે. હવે દાખલા તરીકે તમારી આવક શરૂઆતમાં 20 હજાર રૂપિયા મહિને છે. તમે 4-5 હજાર રૂપિયા મહિને બચત કરો છો. પાંચ વર્ષ પછી તમારી આવક 35 હજાર રૂપિયા મહિને થાય છે. તેમ છતાં જો તમે 4-5 હજાર રૂપિયાની મહિને બચત કે રોકાણ કરશો તો તમને આગળ જતાં એ રકમ સાવ નજીવી જેવી લાગશે પણ એ જ રકમમાં તમે દર વર્ષે કે છ મહિને અમુક ટકાનો વધારો કરશો, તો જે મૂડી તમને હાલ તમારા અકાઉન્ટમાં દેખાય છે અને તમારે ખર્ચો કરી દેવાની ઇચ્છા થાય છે, તે ખર્ચ ઘટી જશે અને તમારું રિટર્ન ખૂબ જ ઝડપથી વધી જશે. તો જ્યારે તમે એ મૂડીને વળતર તરીકે અમુક વધારા સાથે જોશો ત્યારે તમને એ વધારો ચોક્કસ અને સારો દેખાશે.
ફાઈનાન્શિયલ એડવાઇઝર હોવું શા માટે જરૂરી છે?
ફાઈનાન્શિયલ એડવાઇઝર તમારી આવક અને તમારા ખર્ચની સાથે તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખીને તમારે માટે એક યોજના ઘડે છે. તમારી પાસે જે મૂડી છે તે યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે રોકાણ પામે તે માટે ફાઈનાન્શિયલ એડવાઈઝર હોવા ખૂબ જ જરૂરી છે. `હું મારું ફિનાન્સ જાતે પ્લાન કરી શકું છું` એવું માનનારા પણ કેટલાક લોકો હોય છે, પણ ફાઈનાન્શિયલ એડવાઈઝર અને પ્લાનર, તમારા ફાઈનાન્સને ચોક્કસ રીતે સ્ટડી કર્યા પછી તેમાં એક્સપર્ટીઝ ધરાવતો હોવાથી અને પોતાના અનુભવ સાથે તમારું ફિનાન્સ પ્લાન કરી આપી શકે છે, જે બહોળો અનુભવ તમારી પાસે નથી તે અનુભવનો ઉપયોગ તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝર તમારી મૂડીના રોકાણ અને બચતમાં કરે છે આથી ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહથી જ તમારે આગળનું રોકાણ કરવું જોઈએ.