અત્યારે કંપની એન્જિનિયરિંગ, પ્રોસેસિંગ અને કમિશનિંગ તેમ જ ઑપરેશન અને મેઇન્ટેનન્સની સર્વિસિસ પૂરી પાડતી વૈવિધ્યકરણ-યુક્ત બની રહી છે.
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની પ્રતીકાત્મક તસવીર
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ના સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME) પર વધુ એક કંપની ઓવલ પ્રોજેક્ટ્સ એન્જિનિયરિંગ લિમિટેડ લિસ્ટ થતાં આ પ્લૅટફૉર્મ પર લિસ્ટ થયેલી કંપનીઓની કુલ સંખ્યા ૬૧૧ની થઈ છે.
ઓવલ પ્રોજેક્ટ્સ એન્જિનિયરિંગ ત્રિપુરાના અગરતલામાં હેડ ઑફિસ ધરાવે છે. ઓવલ પ્રોજેક્ટ્સ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ કંપની છે જે ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની કંપનીઓ, ખાસ કરીને ઑઇલ અને ગૅસ ક્ષેત્રની કંપનીઓને પ્રોસેસિંગ પ્લાન્ટ, પાઇપલાઇન બિછાવવી, હૉરિઝોન્ટલ ડિરેક્શનલ ડ્રિલિંગ, ટર્મિનલ સ્ટેશન, શહેર ગૅસ વિતરણ સંબંધિત સર્વિસિસ પૂરી પાડે છે. કંપનીએ પ્રોજેક્ટ મૅનેજમેન્ટ કન્સલ્ટન્સી કંપની તરીકે કામકાજનો પ્રારંભ કર્યો હતો અને અત્યારે કંપની એન્જિનિયરિંગ, પ્રોસેસિંગ અને કમિશનિંગ તેમ જ ઑપરેશન અને મેઇન્ટેનન્સની સર્વિસિસ પૂરી પાડતી વૈવિધ્યકરણ-યુક્ત બની રહી છે.
ADVERTISEMENT
કંપનીએ બુક બિલ્ડિંગ IPO મારફત ૫૪.૯૯ લાખ નવા ઇક્વિટી શૅર ૮૫ રૂપિયાના ભાવે ઇશ્યુ કરી કુલ ૪૬.૭૪ કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો IPO ૧ સપ્ટેમ્બરે બંધ થયો હતો.


