નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૭૯૩.૨૯ છે જે ક્લોઝિંગ પ્રાઇઝના આધારે રોજ બદલાયા કરે છે.
ચાર્ટ મસાલા
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૫,૮૫૦.૨૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૫૭૭.૪૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૬,૩૪૫.૧૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૦૨૭.૫૪ પૉઇન્ટના નેટ સુધારે ૮૫,૫૭૧.૮૫ બંધ રહ્યો. ઉપરમાં ૮૫,૯૭૮ ઉપર ૮૬,૨૦૦, ૮૬,૪૦૦, ૮૬,૬૮૦, ૮૬,૯૨૦, ૮૭,૧૬૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૮૪,૯૦૦ નીચે ૮૪,૬૦૦ સપોર્ટ ગણાય. બજાર થોડા સમયથી કરેક્શન આપ્યા વગર ઓવરબૉટ ઝોનમાં સતત વધ્યા કરે છે, એ ચિંતાજનક છે. બજાર ડેન્જર ઝોનમાં ગણાય. માંચડો ઘણી વાર પોતાના ભારથી જ તૂટતો હોય છે.