Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી-સેન્સેક્સ નવા શિખરે ઑક્ટોબરમાં ટ્રેન્ડનો મદાર કંપની-રિઝલ્ટ્સ પર

નિફ્ટી-સેન્સેક્સ નવા શિખરે ઑક્ટોબરમાં ટ્રેન્ડનો મદાર કંપની-રિઝલ્ટ્સ પર

Published : 27 September, 2024 11:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સપ્ટેમ્બર વલણમાં નિફ્ટી ૧૦૬૪ પૉઇન્ટ્સ સુધર્યો, ઑટો શૅરો ફર્સ્ટ ગિયરમાં, મેટલ્સની સુધારાના પંથે આગેકૂચ, તાતા મોટર્સમાં જેએલઆર ઇફેક્ટ, ભારત ઇલેક્ટ્રૉનિક્સ અને ટ્રેન્ટ આજથી નિફ્ટીમાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુરુવારે નિફ્ટીએ  26216.05 બંધ આપીને યક્ષપ્રશ્નનો જવાબ આપી દીધો છે. 26250.90નો નવો રેકૉર્ડ હાઈ બનાવી ક્લોઝ પણ 26200 પર આપી નિફ્ટીએ 211.90 પૉઇન્ટ્સ, 0.81 ટકાનો દૈનિક વધારો નોંધાવ્યો હતો. સેન્સેક્સ પણ 85,930.43નો રેકૉર્ડ હાઈ બનાવી 85836.12ના સ્તરે 666.25, 0.78 ટકા વધીને બંધ રહ્યો હતો. છેલ્લા કલાકના ઉછાળામાં નિફ્ટી અને સેન્સેક્સે સેટલમેન્ટ દિવસનો રંગ દેખાડ્યો હતો. સપ્ટેમ્બર વલણમાં નિફ્ટી 1064 પૉઇન્ટ્સ, 4.23 ટકા વધ્યો હતો. સપ્ટેમ્બરના આ સુધારાને પગલે ઑક્ટોબરમાં ટ્રેન્ડ કેવો રહેશે એવો પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. એનો વનલાઇનર જવાબ છે - સપ્ટેમ્બર ત્રિમાસિકનાં કંપની-પરિણામો અને એના ઍનૅલિસિસ પરથી ફન્ડામેન્ટલ ઍનલિસ્ટો કેવું તારણ કાઢે છે એ બાબત પર ટ્રેન્ડ નિર્ભર રહેશે.  
સેન્સેક્સ 666 પૉઇન્ટ વધીને 85836, નિફ્ટી ફિફ્ટી 212 પૉઇન્ટ સુધરીને 26216 અને નિફ્ટી બૅન્ક 274 પૉઇન્ટના ગેઇને 54375 બંધ હતા. નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ 167.70, 0.67 ટકાના ગેઇને 25155.45 તો નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી પોણો ટકો સુધરીને 569.55 પૉઇન્ટ્સ વધીને 77086.95ના સ્તરે વિરમ્યા હતા. જોકે નિફ્ટી મિડકૅપ સિલેક્ટ એકાદ પૉઇન્ટની મામૂલી નરમાઈએ 13258.60 બંધ હતો. એનએસઈના 77માંથી 62 ઇન્ડેક્સ પ્લસમાં વિરમ્યા એમાં નિફ્ટી ઑટોએ 27526.35નો નવો ઑલટાઇમ હાઈ બનાવી 27496 અને  મેટલ ઇન્ડેક્સમાં વધુ  2.13 ટકાનો સુધારો જોવા મળતાં એ 9985ના સ્તરે બંધ હતો. ચીને અર્થતંત્રને પુનઃ ધમધમતું કરવા કરેલી જાહેરાતે આંતરરાષ્ટ્રીય  રોકાણકારોના વિશ્વાસમાં ઘણો વધારો કર્યો છે, પરિણામે વૈશ્વિક બજારોમાં, ખાસ કરીને એશિયન ઇન્ડેક્સોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ઉપરાંત યુએસના આર્થિક ડેટાને લઈને પણ બજાર આશાવાદી દૃષ્ટિકોણ ધરાવે છે. ઘરઆંગણે વધુ વિકાસલક્ષી સરકારી માળખાકીય ખર્ચને કારણે નાણાકીય વર્ષ 2025ના સેકન્ડ હાફમાં કૉર્પોરેટ કમાણીમાં મજબૂત રિકવરીની આશા ઍનલિસ્ટો રાખે છે. હમણાં જોકે  રૅલીનું નેતૃત્વ લાર્જ-કૅપ શૅરો કરે છે, કેમ કે  મિડ અને સ્મૉલ કૅપ્સમાં ઑલરેડી સારી એવી ઊંચાઈ જોવાઈ ગઈ હોવાથી તુલનાએ લાર્જ કૅપ્સ વધુ વાજબી મૂલ્ય ધરાવે છે. ઑટો સ્ટૉક્સમાં આ મહિનાના મન્થ્લી સેલ્સ ડેટા આવતા સપ્તાહે જાહેર થાય એ પૂર્વે જ મારુતિ સાડાચાર ટકા સુધરીને 13359 રૂપિયા, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર 2.52 ટકા વધી 3169 રૂપિયા અને તાતા મોટર્સે ઇવી ઉત્પાદન યોજના માટે JLRના 50 કરોડ પાઉન્ડના રોકાણની યોજના જાહેર કરવાને કારણે 2.83 ટકા સુધરી 991 રૂપિયા બંધ હતો. જોકે યુબીએસના સેલ કૉલના પગલે હીરોમોટો એક ટકો ઘટીને 6039 રૂપિયા બંધ રહ્યો હતો. ટૉપ નિફ્ટી ગેઇનર્સમાં ગ્રાસિમ સવાત્રણ ટકા સુધરી 2747 અને શ્રીરામ ફાઇનૅન્સ પોણાત્રણ ટકાના ગેઇને 3622 રૂપિયા રહ્યા હતા. બજાજ ફિનસર્વે 1988.25 રૂપિયાની નવી ઊંચાઈ દેખાડી અઢી ટકા સુધરી 1978 બંધ આપ્યું હતું.   L&Tનો શૅર HSBCના ડાઉનગ્રેડને કારણે અને ટાર્ગેટ ભાવ તેમણે ઘટાડીને 3500 આપ્યો હોવાથી 0.89 ટકા ઘટી ગુરુવારે નિફ્ટી લૂઝર્સના લિસ્ટમાં આવી 3760 રૂપિયા બંધ આપ્યું હતું. નિફ્ટીમાં આજથી ટ્રેન્ટ અને ભારત ઇલેક્ટ્રૉનિક્સનો સમાવેશ થશે તો સામે ડિવીઝ લૅબ અને એલટીઆઇ માઇન્ડ ટ્રી નિફ્ટીમાંથી વિદાય લેશે. જોકે આ બેઉ શૅર હવે નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીમાં આવી જશે. Citiની પૉઝિટિવ બ્રોકરેજ નોટને લીધે ટ્રેન્ટ ૩ ટકા વધી 7840 રૂપિયા બંધ રહ્યો હતો. તાતા જૂથની આ કંપની બીએસઈ અને એનએસઈમાં સર્વેલન્સ હેઠળ છે. 

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

27 September, 2024 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK