Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૨,૦૮૭ અને ૨૨,૧૧૦, નીચામાં ૨૧,૬૬૩ મહત્ત્વની સપાટી

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૨,૦૮૭ અને ૨૨,૧૧૦, નીચામાં ૨૧,૬૬૩ મહત્ત્વની સપાટી

12 February, 2024 12:00 PM IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૧,૮૦૫.૪૪ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

પ્રતીકાત્મક તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૧,૬૭૪.૨૦ સુધી આવી  સાપ્તાહિક ધોરણે ૧૦૮.૮૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૧,૮૪૨.૬૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૪૯૦.૧૪ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૧,૫૯૫.૪૯ બંધ રહ્યો. ઉપરમાં ૭૨,૪૭૪ ઉપર ૭૨,૫૫૯, ૭૩,૦૯૦ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૧,૨૦૦ નીચે નબળાઈ સમજવી. ૭૧,૨૦૦ નીચે ૭૦,૮૪૬ સપોર્ટ ગણાય. ૭૦,૦૦૦ નીચે જશે તો નબળાઈ વધતી જોવાશે. બજારમાં સંભાળીને વેપાર કરવો. આવનારા સમયમાં ચૂંટણી પણ છે. બજાર પણ ટેક્નિકલી ઓવરબૉટ છે, માટે સ્ક્રિપ આધારિત વેપાર કરવો.


નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ૨૧,૧૪૧ના બૉટમ સામે ૨૧,૫૭૦નું હાયર બૉટમ બનાવી ૨૧,૯૩૯નું વચ્ચેનું ટૉપ કુદાવતાં ટૂંકા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી ગણાય. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૧૮,૮૪૦ ગણાય. (VOLUME = ટૉપ પૅટર્ન વખતે મોટા વૉલ્યુમ સાથે થતી લેફ્ટ શોલ્ડરની રચના બાદ બનતા બૉટમ વખતે વૉલ્યુમ ઓછું હોય છે. ત્યાર બાદ મોટા વૉલ્યુમ સાથે ભાવો વધવા માંડે છે, જેમાં હેડની રચના થાય છે. ઘણી વાર હેડની રચના વખતે વૉલ્યુમ લેફ્ટ શોલ્ડર વખતના વૉલ્યુમ કરતાં ઓછું હોય છે. હેડની રચના બાદ બનતા બૉટમ વખતે વૉલ્યુમ પાછું ઘટતું જોવાય છે ત્યાર બાદ ભાવો વધે છે અને ખૂબ જ ઓછા વૉલ્યુમે રાઇટ શોલ્ડરની રચના થાય છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૧,૮૦૫.૪૪ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



પીટીસી (૨૨૭.૦૦) : ૨૫૪.૬૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪૦ ઉપર ૨૪૬ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૨૧ નીચે ૨૧૬, ૨૦૩ સુધીની શક્યતા જોવા મળશે.         


આઇટીસી (૪૧૫.૫૦) : ૪૭૪.૪૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને  અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૩૫ ઉપર ૪૪૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૦૮ નીચે ૪૦૦, ૩૮૯, ૩૭૮ સુધીની શક્યતા જોવા મળશે.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૫,૮૯૯.૫૫): ૪૪,૪૦૪ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૬,૪૭૬ અને ૪૬,૭૨૧ કુદાવે તો ૪૭,૧૪૬ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૪૫,૦૫૩ નીચે ૪૪,૪૦૪ મહત્ત્વનો સપોર્ટ ગણાય.


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2024 12:00 PM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK