Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૫,૦૬૫, ૨૫,૧૭૫ અને નીચામાં ૨૪,૫૮૦ મહત્ત્વના સપોર્ટ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૫,૦૬૫, ૨૫,૧૭૫ અને નીચામાં ૨૪,૫૮૦ મહત્ત્વના સપોર્ટ

Published : 29 July, 2024 08:25 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે

પ્રતીકાત્મક તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૦૬૬ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૩૮૬.૩૫ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૯૧૫.૪૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૭૨૮.૦૭ પૉઇન્ટના નેટ સુધારે ૮૧,૩૩૨.૭૨ બંધ રહ્યો. ઉપરમાં ૮૧,૪૨૮ ઉપર  ૮૧,૫૮૭ કુદાવે તો ૮૧,૬૨૦, ૮૧,૯૪૦, ૮૨,૩૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૮૦,૬૦૦ અને ૮૦,૪૦૦ સપોર્ટ ગણાય. બજેટ આવી ગયું છે. બજેટ વિશે એમ કહેવાય છે કે  બજેટ બાદ બજેટ પર કલાકો સુધી બોલી ગયેલા કહેવાતા બજેટ-નિષ્ણાતોને પોતે શું બોલી ગયા એ આગલા બજેટ સુધી સમજાતું નથી.


નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. ટૂંકા ગાળાનો સપોર્ટ ૨૪,૦૬૬, મધ્યમ ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૧૪૧, ૧૮,૮૪૦ ગણાય. (આ રચના થતી હોય ત્યારે વેચવાની ઉતાવળ કરવી જોઈએ નહીં, પણ ભાવો વધતા અટકીને સ્થિર થાય ત્યારે એટલે કે ટૉપ વખતે વેચવું જોઈએ. આ પૅટર્નની કોઈ મેજરિંગ ટેક્નિક નથી. ચાર્ટિસ્ટે બીજાં બધાં ઇન્ડિકેટરો અને પોતાના અનુભવનો ઉપયોગ કરી નિર્ણય  લેવો જોઈએ તેમ જ પાછલો ટ્રેન્ડ, સપોર્ટ અને રેઝિસ્ટન્ટ લેવલ, ગેપ્સ અને લૉન્ગ ટર્મ ટ્રેન્ડલાઇન વી જોવી જોઈએ.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૫૧૩.૭૫ છે. જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



એચડીએફસી બૅન્ક (૧૬૧૮.૧૫) : ૧૭૯૪ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૨૨ ઉપર ૧૬૨૬ અને ૧૬૫૩ કુદાવે તો ૧૬૮૧, ૧૭૧૦, ૧૭૩૭, ૧૭૬૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૫૮૪ સપોર્ટ ગણાય. મંદીનો વેપાર જોખમી સમજવો.      


ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક (૬૭.૩3) : ૬૨ની બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૨ ઉપર ૭૫.૫૦ કુદાવે તો ૭૯, ૮૩.૫૦ મહત્ત્વની સપાટી ગણાય. ત્યાર બાદ ૮૪ કુદાવે તો ૮૯, ૯૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૬૩ સપોર્ટ ગણાય. જાહેર થયેલાં પરિણામો સારાં ગણાય.  

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૧,૨૯૯.૧૦) : ૫૩,૩૦૧.૧૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૧,૩૮૯ ઉપર ૫૧,૬૭૦, ૫૧,૮૯૦, ૫૨,૨૨૦, ૫૨,૫૦૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૦,૬૦૧ સપોર્ટ ગણાય. ૫૧,૮૯૦ ઉપર મંદીમાં રહેવું જોખમી. 


નિફ્ટી ફ્યુચર (૨૪,૯૧૫.૪૫) : નીચામાં ૨૪,૦૬૬ સુધી આવીને સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૯૪૦ ઉપર ૨૪,૯૫૦ કુદાવે તો ૨૫,૦૬૫, ૨૫,૧૭૫, ૨૫,૨૮૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૪,૭૪૫ નીચે ૨૪,૫૮૦, ૨૪,૪૧૫ સપોર્ટ ગણાય.  આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

પીરામલ એન્ટરપ્રાઇઝ (૯૯૨.૧૦) : ૭૨૮.૭૯ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૯૯ ઉપર ૧૦૦૩ કુદાવે તો ૧૦૨૮, ૧૦૫૩, ૧૦૭૮, ૧૧૦૩, ૧૧૨૮ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૯૭૮ નીચે ૯૫૦ સપોર્ટ ગણાય. આ સાથે માસિક ચાર્ટ  આપ્યો છે. જાહેર થયેલાં પરિણામો સારાં છે.

યુકો બૅન્ક (૫૭.૧૪) : ૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક  તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૯ ઉપર ૬૨, ૬૫ અને ૭૦.૫૦ મહત્ત્વની સપાટી ગણાય. ત્યાર બાદ ૭૨ કુદાવે તો ૭૮, ૮૪, ૮૮ સુધીની ધારણા રાખી શકાય. નીચામાં બાવન સપોર્ટ ગણાય. જાહેર થયેલાં પરિણામો ખૂબ જ સારાં કહી શકાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

શૅરની સાથે શેર : ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, પાણીની વચ્ચેથી રસ્તો થઈ જશે. - મનોજ ખંડેરિયા

Whatsapp-channel Whatsapp-channel

29 July, 2024 08:25 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK