નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ મન્થ્લી ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૯,૬૯૦.૧૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૫૪૧.૩૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૯,૭૦૮.૨૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૧૮૨૯.૪૮ પૉઇન્ટના નેટ ઘટાડે ૬૬,૦૦૯.૧૫ બંધ રહ્યો. ઉપરમાં ૬૬,૭૦૦ ઉપર ૬૬,૯૩૦, ૬૭,૧૩૦, ૬૭,૩૩૦, ૬૭,૫૦૦ સુધીની શક્યતા. ૬૬,૭૦૦ ઉપર મંદીમાં રહેવું નહીં. નીચામાં ૬૫,૯૫૨ નીચે ૬૫,૭૨૦, ૬૫,૫૨૦, ૬૫,૩૨૪, ૬૫,૧૨૦, ૬૪,૯૨૦ સુધીની શક્યતા. માસિક એક્સપાયરીનું સપ્તાહ છે. સંભાળવું.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ મન્થ્લી ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. (૧) ડાઉનવર્ડ બાર રિવર્સલ = ગઈ કાલના ટૉપ કરતાં આજનું ટૉપ ઊંચું હોય અથવા સરખું હોય અને ગઈ કાલના ક્લોઝ કરતાં આજનું ક્લોઝ નીચું હોય તો એ સામાન્ય ડાઉનવર્ડ બાર રિવર્સલ ગણાય. દાખલા તરીકે ગઈ કાલના ભાવ ૬૧, ૭૦, ૬૦, ૬૫ હતા અને આજના ભાવ ૭૨, ૭૫, ૬૨, ૬૩ રહ્યા. તમે જોઈ શકશો કે ગઈ કાલનું ટૉપ ૭૦ છે. એની ઉપર આજનું ટૉપ ૭૫ કરી ગઈ કાલના ૬૫ના કલોઝ નીચે આજે ૬૩નું ક્લોઝ આવ્યું. આને સામાન્ય ડાઉનવર્ડ બાર રિવર્સલ કહેવાય. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૯,૮૮૯.૮૦ છે. જે ક્લોઝિંગ પ્રાઇસને આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
બાટા (૧૬૩૩.૬૦) ૧૭૪૮.૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૬૩ ઉપર ૧૬૭૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૬૨૮ નીચે ૧૬૧૮ તૂટે તો ૧૫૯૬, ૧૫૭૦, ૧૫૪૫, ૧૫૨૫ સુધીની શક્યતા.
ઇન્ડિયા બુલ રિયલ (૭૮.૩૫) ૬૨.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૨ ઉપર ૮૫ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર ૯૪થી ૧૦૨ની રેન્જ ગણાય. ત્યાર બાદ વધ-ઘટે ૧૧૨, ૧૨૦ સુધીની શક્યતા. નીચામાં ૭૫ નીચે ૭૩ અને ૭૦ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૪,૬૭૭.૬૦) ૪૬,૩૭૫.૯૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૫,૧૦૦ ઉપર ૪૫,૩૯૫ કુદાવે તો મંદીમાં રહેવું નહીં. ૪૫,૩૯૫ ઉપર ૪૫,૮૪૦, ૪૬,૧૧૭, ૪૬,૩૭૬ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૪,૫૮૯ નીચે ૪૪,૪૩૦, ૪૪,૨૭૦, ૪૩,૭૮૫ સુધીની શક્યતા.
નિફ્ટી ફ્યુચર (૧૯,૭૦૮.૨૫)
૨૦૨૭૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓલરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯,૮૨૫ ઉપર ૧૯,૮૯૫, ૧૯,૯૩૧, ૨૦,૧૬૦ પ્રતિકારક સપાટી ગણાય. ૧૯,૦૦૦ ઉપર મંદીમાં રહેવું નહીં. નીચામાં ૧૯,૬૯૦ ૧૯,૬૧૦, ૧૯,૫૪૦, ૧૯,૪૮૦, ૧૯,૪૧૦, ૧૯,૩૫૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
પંજાબ નૅશનલ બૅન્ક (૭૭.૫૦)
૪૩.૮૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક ધોરણે તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૯ ઉપર ,૮૩, ૮૮, ૯૨, ૯૭ સુધીની શક્યતા. નીચામાં ૭૨ સપોર્ટ ગણાય. ૭૨ તૂટે તો ૬૯ અને ૬૫ સપોર્ટ ગણાય. નવી લેવાલી વર્તમાન ભાવે હિતાવહ ન ગણાય. અત્રેથી ૫૦ આસપાસથી ખરીદવાનું જણાવતા હતા. લાંબા ગાળે ખૂબ જ સારો ભાવ જોવા મળી શકે. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે.
સિપ્લા (૧૧૮૫.૯૦)
૧૨૭૭.૯૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૨૦ અને ૧૨૩૧ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૧૬૮ નીચે ૧૧૪૦, ૧૧૧૫ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર : સંબંધ એક લાકડી-ટેકામાં હોય છે, આખા જીવનનો થાક અવસ્થામાં હોય છે. - કૈલાસ પંડિત


