વ્યાજદર ઘટવાથી સસ્તી લોન લઈને સામાન્ય માણસ દેવાદાર થશે. માલિયાઓ અને ચોકસી જેવાઓ સરવાળે હાથ ઊચા કરશે ને FDના વ્યાજનો ટેકો મેળવતા સામાન્ય માણસની મુસીબત વધશે એ નક્કી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૬૧૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૨૫.૧૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૫,૦૯૬.૩૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૭૩૭.૯૮ પૉઇન્ટના નેટ સુધારે ૮૨,૧૮૮.૯૯ બંધ રહ્યો. ઉપરમાં ૮૨,૩૦૦ ઉપર ૮૨,૫૧૦, ૮૨,૭૧૯ કુદાવે તો ૮૨,૯૬૦, ૮૩,૨૦૦, ૮૩,૪૫૦, ૮૩,૬૯૦, ૮૩,૯૪૦, ૮૪,૧૮૦, ૮૪,૪૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૮૧,૧૪૦ સપોર્ટ ગણાય. વધ-ઘટે સ્ક્રીપ આધારિત સુધારાની ચાલ જળવાશે. ખાસ કરીને બૅન્કિંગ અને ફાઇનૅન્સ શૅરોમાં ધ્યાન સારું ગણાય. સરકારી બૅન્કોને નજરઅંદાજ ન કરવી. આવનાર સમયમાં હળવે-હળવે ડાર્ક હૉર્સ સાબિત થઈ શકે. વ્યાજદર ઘટવાથી સસ્તી લોન લઈને સામાન્ય માણસ દેવાદાર થશે. માલિયાઓ અને ચોકસી જેવાઓ સરવાળે હાથ ઊચા કરશે ને FDના વ્યાજનો ટેકો મેળવતા સામાન્ય માણસની મુસીબત વધશે એ નક્કી.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (VOLUME = વૉલ્યુમ પૅટર્ન ભાવોની વધ-ઘટ પર આધારિત છે. પૅટર્નના પહેલા ભાગમાં વૉલ્યુમ વધતું હોય છે અને બાકીના બીજા ભાગમાં જેમ-જેમ ભાવોની વધ-ઘટ સંકડાતી જાય છે તેમ-તેમ વૉલ્યુમ પણ ધીરે-ધીરે ઘટતું જાય છે. સામાન્ય રીતે બ્રેકઆઉટ વખતે વૉલ્યુમમાં વધારો જોવા મળતો હોય છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૮૩૭.૫૫ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
કલ્યાણ જ્વેલર્સ (૫૬૩.૧૦) : ૪૯૩.૬૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૬૭ ઉપર ૫૭૬ કુદાવે તો ૫૯૪, ૫૯૭, ૬૧૫, ૬૨૨ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૬૧૫ નીચે ૬૫૦ સપોર્ટ ગણાય.
ગોદરેજ પ્રૉપર્ટી (૨૪૬૭.૦૦) : ૧૯૪૮ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪૮૫ ઉપર ૨૫૫૭, ૨૬૫૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૩૭૦ નીચે ૨૩૨૦ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૬,૭૭૦.૪૦) : ૫૩,૫૮૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૬,૮૩૩ ઉપર ૫૭,૨૨૦, ૫૭,૪૦૦, ૫૭,૬૫૦, ૫૮,૦૮૦, ૫૮,૪૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૬,૩૬૦, ૫૫,૭૮૦ સપોર્ટ ગણાય.
નિફ્ટી ફ્યુચર (૨૫,૦૯૬.૩૦)
૨૪,૬૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૧૫૦ ઉપર ૨૫,૨૨૨, ૨૫,૩૦૦, ૨૫,૩૭૦, ૨૫,૪૪૦, ૨૫,૫૧૦, ૨૫,૫૮૦, ૨૫,૬૬૦, ૨૫,૭૩૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૫,૦૭૦ નીચે ૨૫,૦૦૦, ૨૪,૯૩૦, ૨૪,૭૫૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
ઇન્ડસઇન્ડ બૅન્ક (૮૨૨.૮૫)
૭૨૫.૮૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૪૬ ઉપર ૮૬૪ કુદાવે તો ૮૭૬, ૮૮૧, ૯૦૬, ૯૩૨ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૮૦૮ નીચે ૭૯૫ સપોર્ટ ગણાય. સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
જે.એસ.ડબ્લ્યુ. એનર્જી (૫૨૨.૮૫)
૪૮૨.૧૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૨૪ ઉપર ૫૨૯, ૫૫૧ અને ૫૫૧ કુદાવે તો ૫૭૭, ૫૮૭, ૬૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૧૭ નીચે ૫૦૬ સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

