Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૫,૯૭૦ ઉપર ૨૬,૦૫૦ અને નીચામાં ૨૫,૫૯૨ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૫,૯૭૦ ઉપર ૨૬,૦૫૦ અને નીચામાં ૨૫,૫૯૨ મહત્ત્વની સપાટીઓ

Published : 20 October, 2025 08:26 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે

પ્રતીકાત્મક તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, ‘નૂતન વર્ષાભિનંદન.’ બુધવારથી શરૂ થતું નવું વર્ષ આપ સૌને તન-મન-ધન સર્વ પ્રકારે લાભદાયી નીવડે એવી શુભેચ્છા. નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૫,૧૨૩.૨૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૩૪૬.૮૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૫,૭૫૭.૮૦  બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૪૫૧.૩૭ પૉઇન્ટના નેટ સુધારે ૮૩,૯૫૨.૧૯  બંધ રહ્યો. ઉપરમાં ૮૪,૧૭૩ ઉપર ૮૪,૩૭૦, ૮૪,૬૫૦, ૮૪,૯૨૦, ૮૫,૧૯૦, ૮૫,૪૬૦, ૮૫,૭૩૦, ૮૫,૯૭૮ સુધીની શક્યતા. ૮૫,૯૭૮ કુદાવે તો વધુ મોટો સુધારો આવી શકે. નીચામાં ૮૩,૨૦૬, ૮૨,૭૯૧, ૮૨,૭૨૦ સપોર્ટ ગણાય. ગણતરીના શૅરો ચાલે છે. લીવર, આઇટીસી, રિલાયન્સ, એચડીએફસી અને આઇસીઆઇસીઆઇ બૅન્ક ચાલે તો બજારમાં મોટો સુધારો દેખાય છે.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (વેજ માર્કેટ મૂવના મધ્ય ભાગમાં જોવા મળે કે અંતમાં, પણ ચાર્ટિસ્ટે જે સામાન્ય નિયમ છે એ યાદ રાખવો જોઈએ કે ફૉલિંગ વેજ બુલિશ અને રાઇઝિંગ વેજ બેરિશ પૅટર્ન  ગણાય. TIME LIMIT = સામાન્ય રીતે વેજની રચનામાં એક મહિનાથી વધારે અને ત્રણ મહિનાથી ઓછો સમય લાગતો હોય છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૩૫૧.૧૬ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



ઇન્ડસઇન્ડ બૅન્ક (૭૫૧.૦૦) ૭૧૦.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૫૬ ઉપર ૭૬૧, ૭૬૮ કુદાવે તો ૭૮૦ અંતિમ પ્રતિકારક સપાટી ગણાય. ૭૮૦ ઉપર ૭૮૭, ૮૧૮, ૮૪૦ સુધીની શક્યતા. નીચામાં ૭૪૫ નીચે ૭૪૦, ૭૩૭ ક્લોઝિંગ સપોર્ટ ગણાય.


એચડીએફસી બૅન્ક (૧૦૦૨.૫૫) ૯૩૯.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૧૭ મહત્ત્વની સપાટી ગણાય. એની ઉપર વધુ સુધારો જોવાય. નીચામાં ૯૮૩ નીચે ૯૮૦ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફટી ફ્યુચર (૫૭,૭૫૭.૨૦) ૫૪,૩૦૧.૨૦ના બૉટમથી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૭,૯૨૦ ઉપર ૫૮,૧૭૦, ૫૮,૩૨૦ સુધીની શક્યતા. નીચામાં ૫૭,૪૦૦ નીચે ૫૭,૧૩૦, ૫૭,૦૦૦ સપોર્ટ ગણાય.


૨૪,૫૮૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૮૪૯ ઉપર ૨૫,૯૭૦, ૨૬,૦૫૦, ૨૬,૧૪૦, ૨૬,૨૨૫, ૨૬,૪૦૩ સુધીની શક્યતા. ૨૬,૪૦૩ કુદાવે તો વધુ સુધારો જોવાય. નીચામાં ૨૫,૫૯૨ નીચે ૨૫,૪૬૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

 

૧૩૫૬.૯૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૨૪ ઉપર ૧૪૩૨ કુદાવે તો ૧૪૪૨, ૧૪૫૫, ૧૪૬૮, ૧૪૮૧, ૧૪૯૩, ૧૫૦૦ સુધીની શક્યતા. નીચામાં ૧૩૯૧ નીચે ૧૩૮૫ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

 

૧૩૪૨.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૪૦ ઉપર ૧૪૪૩, ૧૪૫૨, ૧૪૬૧, ૧૪૭0, ૧૪૭૯, ૧૪૮૮ સુધીની શક્યતા. નીચામાં ૧૪૦૬ નીચે ૧૩૯૭, ૧૩૮૮ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

 

શૅરની સાથે શેર

જેટલી ફૂલોમાં રંગત છે બધી તમને મળે, ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે.

- ખલીલ ધનતેજવી

Whatsapp-channel Whatsapp-channel

20 October, 2025 08:26 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK