નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૯૪૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૯૩.૮૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૪,૦૪૮.૧૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૭૪૯.૦૮ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૬,૫૧૫.૪૩ બંધ રહ્યો. ઉપરમાં ૭૬,૯૨૪ ઉપર ૭૭,૨૩૧, ૭૭,૩૫૦ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૭૬,૧૫૨ નીચે ૭૫,૯૩૦, ૭૫,૭૦૦, ૭૫,૪૭૪ સુધીની શક્યતા જોવા મળશે. બજારના નરમ અન્ડરટોન વચ્ચે સ્ક્રિપ આધારિત વધઘટ જોવાશે. સેબીના માથે માછલાં ધોવાતાં હવે નછૂટકે CAS બાબત ફેરફાર કરવા તૈયાર થઈ છે. ત્યાં સુધી મોટા અને ખોટા દલાલો, ઑપરેટરોને દૈનિક ધોરણે મોટી મલાઈ મળતી રહેશે. અેમાં સેબીની પણ ભલાઈ તો ખરી જ, કારણ કે કોઈ લાલો લાભ વગર લેટે નહીં. આવી શંકા-કુશંકા રોકાણકારોના મનમાં ઘોળાયા કરે છે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી થયો છે તેમ જ માસીક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની અૅવરેજ ૨૪,૧૮૦.૫૧ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
INFO EDGE (૧૩૧૯.૮૦) : ૧૩૯૧ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસીક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૫૦ ઉપર ૧૩૭૧ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૧૩૧૩ નીચે ૧૩૦૦, ૧૨૭૦, ૧૨૪૦ સુધીની શક્યતા જોવા મળશે.
ભારત ફોર્જ (૧૩૧૯.૮૦) : ૧૩૯૧ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસીક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૫૦ ઉપર ૧૩૭૧ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૧૩૧૩ નીચે ૧૨૭૦, ૧૨૪૦ સુધીની શક્યતા જોવા મળશે.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૭,૭૭૪.૮૦) : ૫૮,૩૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસીક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૮,૦૫૦ ઉપર ૫૮,૧૦૧, ૫૮,૩૮૦ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૫૭,૨૧૧, ૫૭,૧૫૧ તૂટે તો ૫૬,૧૫૫ રસાકસીની સપાટી સપોર્ટ ગણાય.
નિફ્ટી ફ્યુચર (૨૪,૦૪૮.૧૦) : ૨૪,૭૫૮.૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસીક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૧૪૮ ઉપર ૨૪,૧૯૬ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૨૩,૯૪૦ નીચે ૨૪,૦૮૭ તૂટે તો ૨૩,૮૫૦, ૨૩,૬૪૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
મારુતિ (૧૨,૬૯૪.૦૦) : ૧૪,૨૯૫.૬૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસીક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨,૯૨૭ ઉપર ૧૩,૦૪૦, ૧૩,૨૬૫ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૧૨,૬૪૦ નીચે ૧૨,૯૮૮, ૧૨,૦૭૮ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે લાંબા ગાળાનો માસીક ચાર્ટ આપ્યો છે.
એમ્બેસી ડેવલપમેન્ટ (૫૭.૫૩) : ૭૫.૯૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસીક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૬, ૬૯, ૭૩ અને ૭૬ ઉપર જ તેજીની શરૂઆત થશે. નીચામાં ૫૭ નીચે ૫૫.૩૬ તૂટે તો ૫૩.૧૫, ૫૦,૮૦, ૪૮.૫૦, ૪૫.૧૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર: ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, પાણીની વચ્ચેથી રસ્તો થઈ જશે. - મનોજ ખંડેરિયા.
