Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર : ઉપરમાં ૧૯,૯૩૪ અને નીચામાં ૧૯,૬૩૭ અને ૧૯,૫૩૫ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર : ઉપરમાં ૧૯,૯૩૪ અને નીચામાં ૧૯,૬૩૭ અને ૧૯,૫૩૫ મહત્ત્વની સપાટીઓ

Published : 20 November, 2023 02:35 PM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ૧૮,૮૪૦.૫૫ના બૉટમ સામે ૧૯,૦૫૦.૪૦નું હાયર બૉટમ બનાવી વચગાળાનું ટૉપ ૧૯,૨૭૯ કુદાવતાં દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી થયો ગણાય

પ્રતીકાત્મક તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૯,૪૬૯.૬૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૬૮.૪૦ પૉઇન્ટના નેટ સુધારે ૧૯,૮૦૬.૫૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૫૩૫.૨૯ પૉઇન્ટના નેટ સુધારે ૬૫,૭૯૪.૭૩ બંધ રહ્યો. ઉપરમાં ૬૬,૦૩૭ ઉપર ૬૬,૩૫૯ કુદાવે તો ૬૬,૫૭૦, ૬૬,૮૮૦, ૬૬,૯૧૦, ૬૭,૨૫૦, ૬૭,૫૯૦, ૬૭,૯૨૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૬૫,૫૦૭, ૬૫,૩૭૩, ૬૫,૦૦૦ તૂટે તો ૬૪,૫૮૦, ૬૩,૫૫૦, ૬૩,૦૯૨ સુધીની શક્યતા જોવા મળશે.


નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ૧૮,૮૪૦.૫૫ના બૉટમ સામે ૧૯,૦૫૦.૪૦નું હાયર બૉટમ બનાવી વચગાળાનું ટૉપ ૧૯,૨૭૯ કુદાવતાં દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી થયો ગણાય. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. મન્થ્લી  ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. ( (૨) મેજર ફૉલિંગ ટ્રેન્ડ લાઇનમાંથી ભાવો ઉપરની તરફ ક્રૉસ થયા બાદ ઘણી વાર સાઇડવેઝમાં રહે છે અને ત્યાર બાદ તેજીતરફી બ્રેકઆઉટ આવતાં અપવર્ડ ટ્રેન્ડની શરૂઆત થાય છે. જ્યારે ઘણી વાર રિવર્સલ પૅટર્ન પૂર્ણ થયા બાદ તરત જ મેજર ટ્રેન્ડ લાઇનમાંથી બ્રેકઆઉટ આવે છે અને ટ્રેન્ડ રિવર્સલ થાય છે. (૩) ચાર્ટ પૅટર્નની લંબાઈ અને પહોળાઈનું પણ ખૂબ જ મહત્ત્વ છે એટલે પૅટર્નની રચના દરમ્યાન થતી ભાવોની વધ-ઘટ અને પૅટર્નને પૂર્ણ થતા લાગતા સમયગાળાનું પણ આગામી ચાલ નક્કી કરવામાં ખૂબ જ મહત્ત્વ છે.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૯,૫૭૩.૩૪ છે, જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



વૉકહાર્ટ (૩૨૬.૪૫) : ૨૧૩.૨૫નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૩૭ ઉપર ૩૫૧, ૩૯૨ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૩૧૦ નીચે ૨૭૫ સપોર્ટ ગણાય. ઘટાડે લઈ શકાય.      


બૉમ્બે ડાઇંગ (૧૬૪.૯૫) : ૧૨૬.૮૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૭ ઉપર ૧૭૭ કુદાવે તો ૧૯૨, ૨૧૦, ૨૨૭, ૨૪૫, ૨૫૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૫૮ નીચે ૧૫૩ અને ૧૫૦ સપોર્ટ ગણાય. ઘટાડે લઈ શકાય.      

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૩,૭૧૫.૪૫) : ૪૨,૦૬૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૪,૦૬૬ ઉપર ૪૪,૫૫૩ મહત્ત્વની સપાટી ગણાય, જેની ઉપર ૪૪,૫૮૫, ૪૪,૬૬૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૩,૬૫૦ નીચે ૪૩,૩૫૫, ૪૨,૮૪૯ તૂટે તો ૪૨,૦૬૭ સુધીની શક્યતા જોવા મળશે.


નિફ્ટી ફ્યુચર (૧૯,૮૦૬.૫૦)

૧૮,૮૪૦.૫૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯,૮૭૧ ઉપર ૧૯,૯૩૪ મહત્ત્વની સપાટી ગણાય, જેની ઉપર ૧૯,૯૫૦, ૨૦,૦૬૦, ૨૦,૧૭૦, ૨૦,૨૭૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૯,૬૯૫ નીચે ૧૯,૬૩૭, ૧૯,૫૩૫ તૂટે તો ૧૯,૩૭૫, ૧૯,૦૫૦, ૧૮,૮૪૦ સુધીની શક્યતા જોવા મળશે. ઘટાડો આવી શકે છે. 

અપોલો હૉસ્પિટલ (૫૪૭૮.૯૫) 

૪૭૨૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૪૯૩ ઉપર ૫૫૮૦, ૫૭૩૯, ૫૮૯૯ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૪૧૯ નીચે ૫૨૬૦ સપોર્ટ ગણાય. ઘટાડે લઈ શકાય. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે.

ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ (૧૩૮.૦૫)

૧૨૧.૩૫નાં બૉટમથી સુધારાતરફી છે.  દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૦ ઉપર ૧૪૬, ૧૫૨ અને ૧૬૪ કુદાવે તો ૧૭૬, ૧૯૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૩૪ નીચે ૧૩૨ સપોર્ટ ગણાય. ઘટાડે રોકાણ કરી શકાય. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર : સતત મહેનત કરીને મારું ભાવિ હું ઘડી લઉં છું, ભરોસો હું નથી કરતો મુકદ્દરના સહારા પર. - કુતુબ આઝાદ

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2023 02:35 PM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK