અક્ષયતૃતીયા નિમિત્તે એક જ સ્થળે પચાસથી વધારે પ્રોજેક્ટ્સ જોવા-જાણવાનો અવસર : AC ડોમમાં આયોજન
ગયા વર્ષે યોજાયેલા એક્ઝિબિશનમાં અનેક લોકોએ પોતાના ડ્રીમ હોમનું બુકિંગ કરાવ્યું હતું.
૩૦ એપ્રિલે આવતી અક્ષયતૃતીયા નિમિત્તે મિડ-ડે દ્વારા બોરીવલીમાં ૨૫, ૨૬, ૨૭ એપ્રિલે પ્રૉપર્ટી-એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. બોરીવલી-વેસ્ટના આર. એમ. ભટ્ટડ રોડ પર આવેલા કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ નંબર વનના AC ડોમમાં આયોજિત આ એક્ઝિબિશનમાં એન્ટ્રી વિનામૂલ્ય છે. એક્ઝિબિશનનો સમય સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૭.૩૦ વાગ્યા સુધીનો છે.
એ એક્ઝિબિશનમાં એક જ સ્થળે અંધેરીથી વિરારની અફૉર્ડેબલ, લક્ઝરી અને કમર્શિયલ પ્રૉપર્ટી જોવાનો મોકો મળશે. પચીસથી વધારે ડેવલપર્સના વેસ્ટર્ન સબર્બ્સમાં આવેલા પચાસથી વધારે પ્રોજેક્ટ્સ આ પ્રદર્શનમાં જોવા મળશે.

