ભારતમાં લક્ઝરી કાર ખરીદવાનું ચલણ વધી રહ્યું છે અને ૨૦૨૪માં દર કલાકે ૫૦ લાખ રૂપિયાથી વધારે કિંમતની હોય એવી ૬ કાર ભારતમાં વેચાઈ છે. ૨૦૨૫માં આ સેગમેન્ટમાં હજી વધારે ગ્રોથ થવાની ધારણા છે
લક્ઝરી કારની પ્રતીકાત્મક તસવીર
ભારતમાં લક્ઝરી કાર ખરીદવાનું ચલણ વધી રહ્યું છે અને ૨૦૨૪માં દર કલાકે ૫૦ લાખ રૂપિયાથી વધારે કિંમતની હોય એવી ૬ કાર ભારતમાં વેચાઈ છે. ૨૦૨૫માં આ સેગમેન્ટમાં હજી વધારે ગ્રોથ થવાની ધારણા છે. નવાઈની વાત એ છે કે પાંચ વર્ષ પહેલાં આ સેગમેન્ટમાં દર કલાકે આવી માત્ર બે કાર વેચાતી હતી. કોરોના મહામારી બાદ આ સેગમેન્ટમાં કારના વેચાણના આંકડા વધી રહ્યા છે અને BMW, મર્સિડીઝ બેન્ઝ અને આઉડી કંપનીની લક્ઝરી કારની હાઈ નેટવર્થ ધરાવતા ગ્રાહકોમાં જબરદસ્ત ડિમાન્ડ છે. આના કારણે કાર-ઉત્પાદકો આ સેગમેન્ટમાં આ વર્ષે બે ડઝન નવાં મૉડલ લૉન્ચ કરવાના છે. કંપનીઓને પણ આ પ્રીમિયમ સેગમેન્ટમાંથી સારો નફો રળવાનો મોકો મળી રહે છે. ૨૦૨૫માં આ સેગમેન્ટમાં આઠથી ૧૦ ટકાનો ગ્રોથ રહેવાની ધારણા છે. જોકે નવાઈની વાત એ છે કે ભારતમાં વેચાતી કારમાં આ સેગમેન્ટનો હિસ્સો એક ટકા જેટલો જ છે. વિશ્વનાં મુખ્ય અર્થતંત્રોમાં આ સૌથી નીચો આંકડો છે.