° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


નવા ઍન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટમાં દર્શાવાતી વિગતો વિશે જાણો

11 January, 2022 04:36 PM IST | Mumbai | Paresh Kapasi

આવકવેરા ખાતાએ બહાર પાડેલા નવા ઍન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ (એઆઇએસ) વિશે આપણે ગયા વખતે વાત શરૂ કરી હતી.

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો

આવકવેરા ખાતાએ બહાર પાડેલા નવા ઍન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ (એઆઇએસ) વિશે આપણે ગયા વખતે વાત શરૂ કરી હતી. દરેક વ્યક્તિના નાણાકીય વ્યવહારોનું આ સ્ટેટમેન્ટ કરદાતાને આવકવેરાનું રિટર્ન ભરતી વખતે મદદરૂપ થશે અને સરકારને કરચોરી અટકાવવામાં સહાયક ઠરશે. ચાલો, આજે એ સ્ટેટમેન્ટમાં આવરી લેવાનારી વધુ કેટલીક વિગતો વિશે વાત કરીએ...
બૉન્ડ અને સરકારી સિક્યૉરિટીઝ પર મળતું વ્યાજ :
કંપનીઓ ચૂકવાયેલા વ્યાજ બાબતેની માહિતી ફોર્મ ૨૭ક્યુમાં દર્શાવતી હોય છે. આ માહિતી ત્રિમાસિક ધોરણે આવકવેરા ખાતાને જણાવવામાં આવે છે અને એના પર વિશેષ દરે કરવેરો લાગુ પડે છે. જેણે વ્યાજ ચૂકવ્યું હોય એ એને લગતી માહિતી વ્યાજ પ્રાપ્ત કરનાર (કરદાતા)ને ફોર્મ ૧૬એમાં પૂરી પાડે છે. 
આ ઉપરાંત બીજી કેટલીક આવકને વિશેષ દરે કરવેરો લાગુ પડે છે અને એની ચુકવણી કરનાર કંપની રકમ પ્રાપ્ત કરનારને ફોર્મ ૧૬એમાં એની વિગતો પૂરી પાડે છે. આ વિગતો કંપનીએ ફોર્મ ૨૭ક્યુમાં દર્શાવવાની હોય છે. આવી આવકોમાં (૧) બિનરહીશ ભારતીયનાં યુનિટ પરની આવક (કલમ 115A(1)(a)(iiab)). (૨) ઑફશોર ફંડે યુનિટ્સ પર ચૂકવેલી આવક અને લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ (કલમ 115AB(1)(b) હેઠળ), (૩) ફૉરેન કરન્સી બૉન્ડ કે ભારતીય કંપનીના શૅર પર મળતી આવક અને લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ (કલમ 115AC હેઠળ), વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સિક્યૉરિટીઝ પર મળતી આવક (કલમ 115AD(1)(i) હેઠળ)નો સમાવેશ થાય છે. 
જીવન વીમા પૉલિસીમાંથી મળતી રકમ
જીવન વીમા પૉલિસીમાંથી મળતી રકમ આવકવેરાની કલમ ૧૦(૧૦ડી) હેઠળ અમુક શરતોને આધીન કરમુક્તિને પાત્ર છે. જો એ શરતોનું પાલન થાય નહીં તો એ રકમ કરપાત્ર બને છે અને કરવેરાની ચુકવણી કલમ ૧૯૪ડીએ હેઠળ કરવાની હોય છે. 
નૅશનલ સેવિંગ્સ સ્કીમમાંથી કરેલો ઉપાડ
નૅશનલ સેવિંગ્સ સ્કીમમાંથી કરેલો ઉપાડ કરપાત્ર છે. એના પર કરવેરો કાપીને રકમ ચૂકવાય છે. આથી કપાયેલી રકમની વિગતો ફોર્મ ૨૬ક્યુમાં ભરીને રકમ પ્રાપ્ત કરનારને ફોર્મ ૧૬એ દ્વારા જણાવવાની હોય છે.
લૉટરી ટિકિટના વેચાણ પર મળતું કમિશન વગેરે
લૉટરી બિઝનેસ પરનું કમિશન આવકવેરાની કલમ ૧૯૪જી હેઠળ કરવેરો કાપીને ચૂકવવામાં આવે છે. 
મ્યુચ્યુઅલ ફન્ડ / યુટીઆઇનાં યુનિટની પુનઃ ખરીદીમાંથી મળતી આવક
મ્યુચ્યુઅલ ફન્ડ / યુટીઆઇ પોતાનાં યુનિટની પુનઃ ખરીદી કરે ત્યારે એમાં યુનિટધારકને ચૂકવવામાં આવતી રકમ કલમ ૧૯૪એફ હેઠળ કરવેરો કાપીને ચૂકવવામાં આવે છે.  
જમીન કે ઇમારતનું વેચાણ
સ્થાવર મિલકતના વેચાણમાંથી મળતી રકમ સ્ટેટમેન્ટ ઑફ ફાઇનૅન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ (એસએફટી)માં દર્શાવવામાં આવે છે. આવા વેચાણના વ્યવહારમાં સંકળાયેલી પાર્ટીઓ જો પૅન નંબર આપે નહીં તો એ વેચાણની વિગતો ફોર્મ ૬૧માં ભરીને જણાવવાની હોય છે. 
સ્થાવર મિલકતની ટ્રાન્સફરમાંથી મળતી રકમ
સ્થાવર મિલકતની ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે ચૂકવવાની આવતી રકમની વિગતો ખરીદદારે ફોર્મ ૨૬ક્યુબીમાં દર્શાવવાની હોય છે, જેને રકમ ચૂકવવામાં આવી હોય એને ફોર્મ ૧૬બી દ્વારા એની જાણકારી આપવામાં આવે છે.
વાહનનું વેચાણ
મોટર વેહિકલનું વેચાણ કરવામાં આવે અને એ વખતે જો પૅન નંબર આપવામાં આવ્યો ન હોય તો એની વિગતો ફોર્મ ૬૧માં આપવાની હોય છે.
બિઝનેસની આવક
કૉન્ટ્રૅક્ટરને ચૂકવવામાં આવતી રકમ કૉન્ટ્રૅક્ટ આપનાર વ્યક્તિ ફોર્મ ૨૬ક્યુ દ્વારા જણાવે છે. આ રકમ પ્રાપ્ત કરનારને ફોર્મ ૧૬એ દ્વારા એની જાણ કરવામાં આવે છે. 
વિદેશી ચલણ બહાર મોકલવાનો વ્યવહાર / વિદેશી ચલણની ખરીદી
વિદેશી ચલણ બહાર મોકલવામાં આવે તો એને લગતી માહિતી ઑથોરાઇઝ્ડ ડીલર ફોર્મ ૧૫સીસીમાં દર્શાવે છે. શૈક્ષણિક લોન માટે એલઆરએસ હેઠળ મોકલવામાં આવતી રકમની જાણ લોન આપનાર નાણાકીય સંસ્થાએ કલમ ૮૦ઈ હેઠળ કરવાની હોય છે. 
વિદેશી ચલણની પ્રાપ્તિ
બિનરહીશ ભારતીયને ચૂકવવામાં આવતી રૉયલ્ટી, ફી વગેરેની માહિતી કરવેરો કાપી નાખનાર એન્ટિટી ફોર્મ ૨૭ક્યુમાં દર્શાવે છે. 
ઉપરોક્ત મુદ્દાઓ પરથી જોઈ શકાય છે કે આવકવેરા ખાતું હવે દરેક વ્યક્તિના નાણાકીય વ્યવહારો વિશે ઝીણામાં ઝીણી માહિતી મેળવી લે છે. જે કરદાતા પોતાના રિટર્નમાં એ આવક દર્શાવવાનું ચૂકી જશે તેમની સામે તપાસ શરૂ કરવામાં આવી શકે છે. જોકે, આવકવેરા ખાતાએ માહિતીમાં ક્યાંય કોઈ ત્રુટિ હોય તો ખાતાનું ધ્યાન દોરવાની અને એમાં ફેરફાર કરાવવાની સુવિધા પણ આપી છે. 
ટૂંકમાં, હવે કરચોરી કરવાનું આસાન રહ્યું નથી. આથી જ આપણે કહીએ છીએ કે નોટબંધી પછીનું આ ઘણું મોટું પગલું છે. 

11 January, 2022 04:36 PM IST | Mumbai | Paresh Kapasi

અન્ય લેખો

શેરબજાર ખૂલતાની સાથે જ ગબડી પડ્યું, સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો

બાદમાં બજારની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો હતો.

25 January, 2022 01:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

News In Short: સ્વિગી બની ગઈ ડેકાકૉર્ન : ભેગું કર્યું ૭૦૦ મિલ્યન ડૉલરનું ભંડોળ

આમ આ કંપની હવે ડેકાકૉર્ન (જેનું મૂલ્ય ૧૦ અબજ ડૉલરથી વધારે હોય એવી કંપની) બની ગઈ છે. 

25 January, 2022 12:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફેડરલ રિઝર્વની આગામી બેઠકે બન્ને માર્કેટમાં અજંપો વધાર્યો

ટેલિગ્રામના સ્થાપકે ક્રિપ્ટો પર પ્રતિબંધના રશિયાના પ્રસ્તાવનો વિરોધ કર્યો : આઇસી૧૫ ઇન્ડેક્સમાં ૮.૬ ટકા કરતાં વધુનો ઘટાડો

25 January, 2022 12:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK