જોકે કૉટન રિસર્ચ કેન્દ્ર કહે છે કે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે

પ્રતીકાત્મક તસવીર
કપાસના પાકમાં ગુલાબી ઇયળે ફરી દેખાડો દીધો છે અને ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં આગોતરા કપાસના વાવેતર સારા એવા થયા છે, જેમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળ્યો હોવાના અહેવાલ આવી રહ્યા છે.
પંજાબ અને હરિયાણાનાં ઉત્તરીય રાજ્યોમાં ગુલાબી બોલવૉર્મનો ઉપદ્રવ કપાસના ઉત્પાદકોને મુશ્કેલીમાં મૂકે છે. હરિયાણાના હિસ્સાર. સિરસા અને પંજાબના ભટિંડા-ફરીદકોટ જેવા જિલ્લાઓમાં કપાસના પાક ચક્રના પ્રારંભિક તબક્કે ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળ્યો છે. કપાસની વાવણી, જે આ રાજ્યોમાં એપ્રિલના મધ્યમાં શરૂ થાય છે એ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને ઉપદ્રવ એવા વિસ્તારોમાં જોવા મળે છે જ્યાં પાકનું વહેલું વાવેતર કરવામાં આવ્યું હતું અને એ ઉછેરના તબક્કામાં પહોંચી ગયું છે. જોકે, કુલ અસરગ્રસ્ત કપાસના વાવેતર વિસ્તારની વિગતો ઉપલબ્ધ નથી.
હરિયાણા અને પંજાબે ગયા વર્ષે નવીનતમ પાકના ચક્રમાં ગુલાબી ઇયળના ભારે ઉપદ્રવનો સામનો કર્યો હતો. તાજેતરમાં ફાટી નીકળવો એ પાછલા વર્ષના ઉપદ્રવના અવશેષ તરીકે જોવામાં આવે છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.
નાગપુરમાં આઇસીએઆર સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર કૉટન રિસર્ચના ડિરેક્ટર વાય. જી. પ્રસાદે જણાવ્યું હતું કે હરિયાણા અને પંજાબના ભાગોમાં ગુલાબી ઇયળ જોવામાં આવી રહી છે, પરંતુ એને નિયંત્રણ કરી શકાશે. આ એવી ઇયળ છે કે જેમની અગાઉથી જાણ થઈ શકતી નથી કે એનાં કોઈ લક્ષણો જોવા મળતાં નથી.