Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > જુલાઈમાં GST કલેક્શન ૧૫.૪ ટકા વધીને ૨.૧૧ લાખ કરોડ રૂપિયા થયું

જુલાઈમાં GST કલેક્શન ૧૫.૪ ટકા વધીને ૨.૧૧ લાખ કરોડ રૂપિયા થયું

Published : 02 August, 2026 07:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૪ મહિનામાં સૌથી ઝડપી વૃદ્ધિ, ચાલુ નાણાકીય વર્ષમાં બીજી વખત બે લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર થયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશમાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ના ગ્રૉસ કલેક્શનમાં જુલાઈ મહિનામાં વાર્ષિક ધોરણે ૧૫.૪ ટકાનો તગડો ઉછાળો નોંધાયો છે. જુલાઈમાં કુલ GST કલેક્શન ૨.૧૧ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે જે છેલ્લા ૧૪ મહિનામાં સૌથી ઝડપી વૃદ્ધિદર દર્શાવે છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-’૨૭માં આ બીજી વખત છે જ્યારે માસિક કલેક્શન બે લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું હોય.

ઇમ્પોર્ટ પરના GST કલેક્શનમાં ૨૮.૮ ટકાનો મોટો ઉછાળો આવતાં એ ૬૬,૫૧૧ કરોડ રૂપિયા નોંધાયું છે, જ્યારે સ્થાનિક GST આવક ૧૦.૧ ટકા વધીને ૧.૪૫ લાખ કરોડ રૂપિયા થઈ છે જે દેશના અર્થતંત્ર અને ગ્રાહકોની મજબૂત માગણીનો સંકેત આપે છે. આ અગાઉ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ મહિના એપ્રિલમાં રેકૉર્ડ ૨.૪૩ લાખ કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું.



રીફન્ડ બાદ કર્યા પછી જુલાઈ મહિનામાં નેટ GST આવક ૧૫.૮ ટકા વધીને ૧.૮૧ લાખ કરોડ રૂપિયા રહી છે, જ્યારે એપ્રિલથી જુલાઈ સુધીના પ્રથમ ૪ મહિનામાં ગ્રોસ GST કલેક્શન ૧૦.૧ ટકાના વધારા સાથે ૮.૪૩ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2026 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK