સરકારે ઍરલાઇન્સ કંપનીઓને કડક પગલાં લેવાની ચીમકી આપી
પ્રતીકાત્મક તસવીર
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઍરલાઇન કંપનીઓના ટોચના અધિકારીઓને સલાહ આપી છે કે જો હવાઈ ભાડામાં બેલગામ વધારો થશે તો સરકારને નક્કર પગલાં લેવાની ફરજ પડશે. ખાસ કરીને એ ક્ષેત્રમાં જ્યાં ગો-ફર્સ્ટનું સંચાલન બંધ થઈ ગયું છે. તાજેતરની એક બેઠક દરમ્યાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ અને ઍરલાઇન કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ ઍરલાઇન કંપનીઓને સલાહ આપી કે જો હવાઈ ભાડામાં બેલગામ વધારો થશે તો મંત્રાલયને નક્કર પગલાં લેવાની ફરજ પડશે.
વાસ્તવમાં મંત્રાલયને હવાઈ ભાડામાં અચાનક વધારાને લઈને સતત ફરિયાદો મળી રહી છે.
ADVERTISEMENT
મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘ભાડામાં બેલગામ વધારાથી હવાઈ મુસાફરો પર દમન થવો જોઈએ નહીં, અન્યથા મંત્રાલય ઑપરેટરો સામે પગલાં લઈ શકે છે.
ખાસ કરીને જે સેક્ટરમાં ગો-ફર્સ્ટે કામગીરી બંધ કરી દીધી છે ત્યાં હવાઈ ભાડામાં વધારો થવો જોઈએ નહીં. ઇકૉનૉમી ક્લાસના ભાડાની બકેટમાં પણ બહુ ફરક ન હોવો જોઈએ એમ એમઓસીએના વરિષ્ઠ અધિકારીએ મીટિંગ દરમ્યાન ઍરલાઇન્સને જણાવ્યું હતું.

