Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સુસ્તી સાથે શૅરબજાર ધીમા ઘટાડામાં બારેબાર સરકારી બૅન્કો મજબૂત

સુસ્તી સાથે શૅરબજાર ધીમા ઘટાડામાં બારેબાર સરકારી બૅન્કો મજબૂત

Published : 31 May, 2025 08:40 AM | Modified : 03 June, 2025 06:55 AM | IST | Mumbai
Anil Patel

માર્ચ ક્વૉર્ટરનો GDP ગ્રોથ ૬.૯ ટકાની એકંદર ધારણા સામે ૭.૪ ટકા નોંધાયો, વર્ષ પૂર્વે એ ૮.૪ ટકા હતો : સારા GDP પછી હવે રિઝર્વ બૅન્કની મીટિંગમાં વ્યાજદરના ઘટાડા પર નજર : લીલા હોટેલ્સ અને એજીસ વોપેકનું સોમવારે લિસ્ટિંગ, પ્રીમિયમ ૨-૩ રૂપિયા : બજાજ ઑટો ધારણ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. બજાજ ઑટો ધારણા મુજબનાં પરિણામ પાછળ દુભાયો, માઝગાવ ડૉકમાં ૨૬૯ રૂપિયાની ખરાબી
  2. સુઝલોનમાં ટનાટન પરિણામ પાછળ મોતીલાલ ઓસવાલ બુલિશ
  3. ડિફેન્સ શૅરોમાં એકંદર કમજોરી વચ્ચે ભારત ડાયનેમિક્સ નવા બેસ્ટ લેવલ સાથે સુધારામાં

પ્રસંગોપાત ઉછાળા ને આંચકા સાથે સાંકડી વધઘટમાં આગળ-પાછળ થતા રહેવાનો સિલસિલો બજારે જાળવી રાખ્યો છે. સેન્સેક્સ શુક્રવારે ૧૮૨ પૉઇન્ટ ઘટીને ૮૧,૪૫૧ તથા નિફ્ટી ૮૩ પૉઇન્ટની પીછેહઠમાં ૨૪,૭૫૧ બંધ થયો છે. માર્કેટ આગલા બંધથી ૧૬૮ પૉઇન્ટના ઘટાડે ૮૧,૪૬૫ ખૂલી તરત ઉપરમાં ૮૧,૬૯૮ થયું હતું અને ત્યાંથી ત્વરિત માઇનસ ઝોનમાં સરકી આખો દિવસ નરમ રહ્યું હતું જેમાં શૅરઆંક નીચામાં ૮૧,૨૮૬ થયો હતો. બન્ને બજારના મોટા ભાગના બેન્ચમાર્ક રેડ ઝોનમાં બંધ થયા છે. આઇટી, ટેક્નૉલૉજીસ, ઑઇલ-ગૅસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો, યુટિલિટીઝ એકાદ ટકા જેવા ડાઉન હતા. મેટલ ઇન્ડેક્સ પોણાબે ટકા નજીક ખરડાયો છે. સામે પીએસયુ બૅન્ક નિફ્ટી બારેબાર શૅરની મજબૂતીમાં ત્રણેક ટકા ઊછળ્યો છે. કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક અડધો ટકો પ્લસ હતો. છેલ્લા કેટલાક દિવસથી લગભગ રોજ નવી ટૉપ બનાવતો ડિફેન્સ ઇન્ડેક્સ ગઈ કાલે ૧૮માંથી ૧૫ શૅરની કમજોરીમાં ૧.૨ ટકા ઢીલો પડ્યો છે. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૨૯૯ શૅર સામે ૧૫૮૧ શૅર ઘટ્યા છે. બજારનું માર્કેટકૅપ ૧.૨૮ લાખ કરોડની નબળાઈમાં ૪૪૪.૧૯ લાખ કરોડ રૂપિયા નોંધાયું છે. એશિયા ખાતે તાઇવાન અને ઇન્ડોનેશિયા રજામાં હતાં. અન્ય તમામ અગ્રણી બજાર ઘટ્યાં છે. જપાન, હૉન્ગકૉન્ગ તથા થાઇલૅન્ડ સવા ટકા આસપાસ, સાઉથ કોરિયા પોણા ટકાથી વધુ તો ચાઇના અને સિંગાપોર અડધા ટકા જેવા કટ થયાં હતાં. યુરોપ રનિંગમાં અડધાથી એકાદ ટકો ઉપર ચાલતું હતું. અમેરિકન અદાલતે બ્રેક લગાવતાં ટ્રમ્પની ટૅરિફ-વૉર હાલ પૂરતી અટકી પડી છે. હવે કોર્ટમાં લિંગલ ફાઇટ જામશે. ટ્રમ્પ નવા કેવા ધમપછાડા કરે છે એના પર ખાસ નજર રહેશે. બ્રેન્ટ ક્રૂડ સાધારણ સુધારે ૬૪.૫૦ ડૉલર દેખાયું છે. બિટકૉઇન રનિંગમાં ૧,૦૫,૭૩૫ ડૉલરે ફ્લૅટ હતો. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૨૭૦ પૉઇન્ટ કે ૦.૩ ટકા અને નિફ્ટી ૧૦૨ પૉઇન્ટ કે ૦.૪ ટકા ઘટ્યો છે.

SME સેગમેન્ટમાં થ્રી-બી ફિલ્મ્સનો ૧૦ના શૅરદીઠ ૫૦ના ભાવનો ૧૫૯૯ લાખની OFS સહિત કુલ ૩૩૭૫ લાખનો BSE SME IPO પ્રથમ દિવસે કુલ ૮૬ ટકા ભરાયો છે. ગ્રે માર્કેટ ખાતે ૩નું પ્રીમિયમ છે. સ્કોડા ટ્યુબ્સનો ૧૦ના શૅરદીઠ ૧૪૦ના ભાવનો ૨૨૦ કરોડનો મેઇન બોર્ડનો ઇશ્યુ ગઈ કાલે કુલ ૫૭.૪ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ૨૦ જેવું ચાલે છે. SME કંપની નેપ્ચ્યુન પેટ્રોકેમનો શૅરદીઠ ૧૨૨ની અપર બૅન્ડવાળો ૭૩૨૦ લાખનો NSE SME ઇશ્યુ કુલ ૧૦૧ ગણો રિસ્પૉન્સ મેળવીને ગઈ કાલે પૂરો થયો છે. એન.આર. વંદનામાં ગ્રે માર્કેટ ખાતે ૧૪ રૂપિયા પ્રીમિયમ બોલાય છે. આગલા દિવસે ૨૯૯ બંધ રહેલી યુનિફાઇડ ડેટા ટેક ગઈ કાલે ૩૧૪ની ટૉપ બતાવી ૩ ટકા વધી ૩૦૯ નજીક રહી છે. લીલા હોટેલ્સ તથા એજીસ વોપેકનું લિસ્ટિંગ સોમવારે છે. હોટેલ લીલામાં ત્રણ રૂપિયા તથા એજીસમાં બે રૂપિયાનું પ્રીમિયમ હાલ બોલાય છે.



BSE લિમિટેડ બેવડી સદી ફટકારી નવા બેસ્ટ લેવલે બંધ


સેન્સેક્સના ૩૦માંથી વધેલા ૬ શૅર તથા નિફ્ટીના ૫૦માંથી વધેલા ૭ શૅરમાં ઝોમાટોવાળા એટર્નલ સાડાત્રણ ગણા વૉલ્યુમે સાડાચાર ટકાની મજબૂતીમાં ૨૩૯ નજીક બંધ આપીને ટૉપ ગેઇનર બની છે. સ્ટેટ બૅન્ક બે ટકા નજીક, HDFC બૅન્ક પોણો ટકો, લાર્સન અડધો ટકો વધ્યો છે. રિલાયન્સ નહીંવત્ સુધારે ૧૪૨૧ નજીક રહી છે.

બજાજ ઑટોનાં પરિણામ એકંદર ધારણા મુજબનાં આવ્યાં છે. કંપનીએ પોણાછ ટકાના વધારામાં ૨૦૪૯ કરોડ નેટ નફો મેળવી શૅરદીઠ ૨૧૦નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ગઈ કાલે ૨૬૭ રૂપિયા કે ત્રણ ટકા ગગડી ૮૬૦૭ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બન્યો છે. સેન્સેક્સમાં ટેક મહિન્દ્ર પોણાબે ટકા ડાઉન હતો. મેઇન બેન્ચમાર્કની અન્ય જાતોમાં હિન્દાલ્કો અઢી ટકા, શ્રીરામ ફાઇનૅન્સ બે ટકા, HCL ટેક્નૉ તથા એશિયન પેઇન્ટ્સ ૧.૬ ટકા, NTPC દોઢ ટકો, ઇન્ફી ૧.૪ ટકા, નેસ્લે-તાતા સ્ટીલ અને સનફાર્મા સવા-સવા ટકો, હીરો મોટોકૉર્પ ૧.૧ ટકા, JSW સ્ટીલ સવા ટકો, ગ્રાસિમ, મહિન્દ્ર તથા TCS એકાદ ટકો ડાઉન હતી. ICICI બૅન્ક પોણો ટકો કટ થઈ છે.


BSE લિમિટેડ ૨૬૯૦ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી સાડા ઠ ટકા કે ૨૦૯ની તેજીમાં ૨૬૭૪ બંધ થતાં એનું માર્કેટકૅપ ૧,૦૮,૫૯૮ કરોડના નવા શિખરે ગયું છે. ડિફેન્સમાં ગાર્ડન રિચ અઢી ટકા, માઝગાવ ડૉક સવાસાત ટકા કે ૨૬૯ રૂપિયા, કોચીન શિપયાર્ડ દોઢ ટકા, એસ્ટ્રા માઇક્રો એક ટકો, મિશ્ર ધાતુ નિગમ સવાત્રણ ટકા, એમટાર ટેક્નૉ દોઢ ટકા, આઇડિયા ફોર્જ ૧.૩ ટકા, પારસ ડિફેન્સ સવા ટકો નરમ હતી. સામે ભારત ડાયનેમિક ૨૦૯૬ના બેસ્ટ લેવલે જઈ સવાબે ટકા વધી ૨૦૧૫ બંધ આવી છે. સિકા ઇન્ટરપ્લાન્ટ પોણાબે ટકા, યુનિમેક ઍરોસ્પેસ પોણો ટકો, ઝેન ટેક્નૉલૉજીસ પોણો ટકો વધી છે. નાઇબ લિમિટેડ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૭૬૧ રહી છે. હિન્દુસ્તાન ઍરોનોટિક્સ અડધો ટકો માઇનસ હતી.

ઓલા ઇલેક્ટ્રિકનો કંગાળ દેખાવ, આવક કરતાં ખોટ વધી ગઈ

માર્કેટિંગ અને પીઆરની હાઇપથી ઓલા ઇલેક્ટ્રિકની હાલત બગડવા માંડી છે. કંપનીએ માર્ચ ક્વૉર્ટરમાં ૬૨ ટકાના ઘટાડામાં ૬૧૧ કરોડની આવક મેળવી છે, સામે નેટલૉસ ૧૦૯ ટકા વધીને ૮૭૦ કરોડ વટાવી ગઈ છે. કોટકવાળા શૅર ભારે બેરિશ બન્યા છે. ૩૦ની ટાર્ગેટ પ્રાઇસથી સેલનો કૉલ આપ્યો છે. શૅર ગઈ કાલે સવાત્રણ ગણા વૉલ્યુમે નીચામાં ૪૮ થઈ સવાચાર ટકા ગગડી ૫૧ નજીક બંધ થયો છે. ૭ એપ્રિલે અહીં ૪૫.૫૫ની ઑલટાઇમ બૉટમ બની હતી એ ક્યારે તૂટે છે એ સવાલ છે. નાયકા રિઝલ્ટ પૂર્વે ૮ ગણા વૉલ્યુમે ૦.૭ ટકા ઘટી ૨૦૩ હતી. કંપનીનો નફો લગભગ ત્રેવડાઈ ૨૦ કરોડ આવ્યો છે. બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ સામે શંકાસ્પદ વ્યવહાર, ફન્ડ ડાયવર્ઝન તેમ જ ગવર્નન્સને લગતાં ધારાધોરણોના ઉલ્લંઘન બદલ તપાસ હાથ ધરાઈ હોવાના અહેવાલ  છે. પતંજલિ ફૂડ્સ બમણા વૉલ્યુમે ૩.૯ ટકા ગગડી ૧૬૮૦ બંધ રહી છે.

સુઝલોન એનર્જીએ ૩૬૫ ટકાના વૃદ્ધિદરથી ૧૧૮૨ કરોડ નેટ પ્રૉફિટ મેળવી ટનાટન રિઝલ્ટ આપતાં શૅર તગડા વૉલ્યુમે સવાનવ ટકા ઊછળી ૭૧ વટાવી ગયો છે. મોતીલાલ ઓસવાલે ૮૩ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આપ્યો છે. તાતાની રાલિસ ઇન્ડિયા ૧૧ ગણા કામકાજે સાડાઅગિયાર ટકાની તેજીમાં ૩૨૦ બંધ આપી ‘એ’ ગ્રુપમાં મોખરે રહી છે. તો રિલાયન્સ પાવર ૬૦.૫૦ની ઐતિહાસિક ટૉપ બનાવી ૧૧.૩ ટકાના જમ્પમાં ૫૮ ઉપર બંધ થઈ છે. CCL પ્રોડક્ટ્સ ૯૦૦ના શિખરે જઈ ૯.૪ ટકા ઊછળી ૮૮૪ વટાવી ગઈ છે. આર.આર. કેબલ સવાનવ  ટકા કે ૧૨૦ની તેજીમાં ૧૪૨૯ હતી.

વેલસ્પન લિવિંગનો નફો ૧૦ ટકા ઘટતાં શૅર સાડાનવ ટકા ગગડી ૧૩૩ની અંદર બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બન્યો છે. ઇન્ડોકાઉન્ટ ઇન્ડ પોણાસાત ટકા, ચેન્નઈ પેટ્રો સાડાછ ટકા અને આઇએફસીઆઇ છ ટકા બગડી છે.

Whatsapp-channel Whatsapp-channel

03 June, 2025 06:55 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK