મુંબઈમાં છેલ્લા છ દિવસમાં સોનામાં ૨૭૬૨ રૂપિયા અને ચાંદીમાં ૯૦૬૨ રૂપિયાનો ઉછાળો : અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ઇલેક્શન નજીક આવતાં સસ્પેન્સ વધતાં સેફ હેવન ડિમાન્ડ વધી
કોમોડિટી કરન્ટ
સોના-ચાંદીની પ્રતીકાત્મક તસવીર
સોનામાં ઐતિહાસિક તેજીનો સિલસિલો એકધારો આગળ વધી રહ્યો છે અને બુધવારે પણ વર્લ્ડ માર્કેટમાં સોનું સતત પાંચમા દિવસે નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચીને ૨૭૫૦ ડૉલરની સપાટી પાર કરી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૭૫૮.૯૦ ડૉલરની સપાટીએ પહોંચ્યું હતું જે નવી ઑલટાઇમ હાઈ સપાટી છે. ચાંદી પણ સોનાની પાછળ વધીને ૩૪.૯૧ ડૉલરે પહોંચી હતી.