° °

આજનું ઇ-પેપર
Friday, 02 December, 2022


વર્ષ ૨૦૨૩માં ગ્લોબલ રિસેશનની વ્યાપક આગાહીને પગલે સોનાના ઘટાડાને બ્રેક લાગી

23 November, 2022 07:55 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ વધારાની અનિશ્ચિતતાથી સતત ચાર સેશન સોનું ઘટતાં ખરીદીનું આકર્ષણ વધ્યું

પ્રતીકાત્મક તસવીર કૉમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક તસવીર

૨૦૨૩માં ગ્લોબલ લેવલે રિસેશનની વ્યાપક આગાહી ટૉપ લેવલની ઇન્વેસ્ટમેન્ટ એજન્સી, રેટિંગ એજન્સી અને ટૉપ લેવલના ઍનલિસ્ટો દ્વારા થતાં સોનામાં ઘટ્યા મથાળે ખરીદીનું આકર્ષણ વધ્યું હતું, જેનાથી સોનામાં ઘટ્યા મથાળે મંદીને બ્રેક લાગી સુધારો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૭ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૧૦૯ રૂપિયા વધી હતી.

વિદેશી પ્રવાહ

વર્લ્ડની ટૉપ લેવલની એજન્સીઓ અને ઍનલિસ્ટો દ્વારા ૨૦૨૩માં રિસેશનની વ્યાપક આગાહીને પગલે અમેરિકન ડૉલર ઘટ્યો હતો અને સોનું સુધર્યું હતું. અમેરિકન ડૉલર સોમવારે એક ટકો સુધરતાં સોનું ૧૭૩૨.૬૦ ડૉલર સુધી અને ચાંદી ૨૦.૬૪ ડૉલર સુધી ઘટી હતી. ફેડ દ્વારા ડિસેમ્બરમાં ઇન્ટરેસ્ટ રેટમાં ૫૦ કે ૭૫ બેસિસ પૉઇન્ટનો વધારો થશે એ વિશે હજી પણ અનિશ્ચિતતા હોવાથી સોનામાં ઘટ્યા ભાવે ખરીદીનું આકર્ષણ વધે છે. સોના-ચાંદી વધતાં પ્લૅટિનમ અને પૅલેડિયમ વધ્યાં હતાં.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ સોમવારે એક ટકો વધ્યો હતો, કારણ કે ચીનમાં કોરોનાના નવા કેસ નવી ઊંચાઈએ પહોંચતાં ચાઇનીઝ યુઆન ઘટતાં ડૉલરને મજબૂતી મળી હતી, પણ મંગળવારે ડૉલર ઇન્ડેક્સ ઘટીને ફરી ૧૦૭.૫ના લેવલે પહોંચ્યો હતો, કારણ કે ક્લેવલૅન્ડના ફેડ પ્રેસિડન્ટ લોરેટા મેસ્ટરે જણાવ્યું હતું કે ઇન્ટરેસ્ટ રેટમાં વધારાને ધીમો કરતાં પહેલાં ઇન્ફ્લેશન ફેડના ટાર્ગેટની નજીક પહોંચવું જોઈએ. ફેડના ઇન્ફ્લેશનનો ટાર્ગેટ બે ટકાનો છે અને ઑક્ટોબર મહિનાનું ઇન્ફ્લેશન ૭.૭ ટકા હતું. ઑક્ટોબર મહિનામાં ઇન્ફ્લેશન સતત ચોથા મહિને ઘટ્યું હતું, પણ ફેડના ટાર્ગેટથી હજી પણ ચાર ગણાની નજીક છે. સૅન ફ્રાન્સિસ્કોના ફેડ પ્રેસિડન્ટ વારંવાર ઇન્ટરેસ્ટ રેટ વધારાની ગતિ ધીમી પાડવાનો વિરોધ કરી રહ્યા છે.

ચીનમાં કોરોનાના નવા કેસ સતત વધી રહ્યા છે અને હવે નવા કેસ પર કાબૂ મેળવવા માટે ચાઇનીઝ ગવર્નમેન્ટ ઑથોરિટી લૉકડાઉન, માસ ટેસ્ટિંગ વગેરેનાં વધુ કડક પગલાં શું ભરે છે એની પર બધાની મીટ છે, પણ કોરોનાના કારણે સતત ગબડી રહેલા પ્રૉપટી સેક્ટરને બેઠું કરવા ફાઇનૅન્શિયલ રેગ્યુલેટરે બૅન્કોને પ્રૉપટી ડેવલપર્સને લૅન્ડિંગમાં પ્રાયોરિટી આપવા સૂચના આપી હતી, જેને પગલે ચાઇનીઝ સ્ટૉક માર્કેટમાં છેલ્લાં ચાર સેશનથી આગળ વધી રહેલા ઘટાડા પર મંગળવારે બ્રેક લાગી હતી.

અમેરિકન કંપનીઓનો ડિફૉલ્ટ થવાનો રેશિયો સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં ૩.૭૫ ટકા વધવાની આગાહી બ્લૂમબર્ગે કરી હતી. આ રેશિયો એક વર્ષ અગાઉ માત્ર ૧.૬ ટકા હતો. અમેરિકન ફેડ દ્વારા સતત વધી રહેલા ઇન્ટરેસ્ટ રેટને કારણે ઇકૉનૉમી હવે ઝડપથી રિસેશન તરફ આગળ વધી રહી હોવાથી કંપનીઓની ડેબ્ટ કન્ડિશન સતત બગડી રહી છે. હજી ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારશે તો અમેરિકન કંપનીઓનો ડિફૉલ્ટ થવાનો રેશિયો વધીને છ ટકાએ પહોંચવાની આગાહી બ્લૂમબર્ગના રિપોર્ટમાં કરવામાં આવી હતી.

અમેરિકામાં લેબર માર્કેટમાં ૨૦૨૩માં મોટી મંદી આવવાની આગાહી રેટિંગ એજન્સી ફિચે કરી હતી. ફિચે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે હાલ ૫૦ લાખ લેબર ફૉર્સ છે, પણ ૨૦૨૩માં રિસેશનની અસરે લે-ઑફનો રેશિયો વધશે અને જૉબ ઓપનિંગમાં પણ મોટો ઘટાડો જોવા મળશે. અમેરિકાનો અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ હાલ ૩.૭ ટકા છે જે વધીને ૨૦૨૩માં ૪.૭ ટકા અને ૨૦૨૪માં ૫.૩ ટકાએ પહોંચવાની આગાહી ફિચે કરી હતી. જૉબ ઓપનિંગ ઇન્ડેક્સ હાલના ૬.૫ ટકાથી ઘટીને ૨૦૨૪માં ૫.૨ ટકાએ પહોંચશે, જેને કારણે જૉબ ઓપનિંગ માત્ર ૨૧ લાખે પહોંચશે.

વિશ્વમાં કરન્સીની મોટી વધ-ઘટને કારણે અનેક દેશો કરન્સી ક્રાઇસિસનો સામનો કરી રહ્યા છે. હાલ ઇજિપ્ત, શ્રીલંકા, પાકિસ્તાન અને ટર્કી કરન્સી ક્રાઇસિસના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. આ દેશો પાસે ફૉરેન કરન્સીનો જથ્થો ખતમ થતાં કોઈ દેશ સાથે વેપાર કરી શકવાની સ્થિતિમાં નથી. બંગલાદેશ પણ આ ક્ષેણીમાં આગળ વધી રહ્યું છે, ત્યારે જૅપનીઝ બૅન્ક નોમુરાએ વધી ત્રણ દેશો ચેક રિપબ્લિક, રોમાનિયા અને હંગેરી પણ કરન્સી ક્રાઇસિસના લિસ્ટમાં ઉમેરાવાની આગાહી કરી હતી. રોમાનિયા અને ચેક રિપબ્લિકની કરન્સી ડૉલર સામે આઠ ટકા તૂટી ચૂકી છે. 

23 November, 2022 07:55 PM IST | Mumbai | Mayur Mehta

અન્ય લેખો

સચિન અને ધોની કહે એટલે મ્યુચ્યુઅલ ફન્ડ સહી થઈ જાય?

મ્યુચ્યુઅલ ફન્ડ સહી હૈ એ સલામતીનો સંકેત છે, પણ રોકાણને લાંબો સમય આપો તો એ સહી સાબિત થવાની શક્યતાની ઊંચાઈ વધી જાય છે

01 December, 2022 04:03 IST | Mumbai | Jayesh Chitalia

મોંઘવારી ઘટતાં બૉન્ડના યીલ્ડમાં ૩૨ મહિનાનો સૌથી મોટો માસિક ઘટાડો

નવેમ્બર મહિનામાં યીલ્ડમાં ૧૬ પૈસાનો ઘટાડો જોવા મળ્યો

01 December, 2022 04:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કોર સેક્ટરનો ગ્રોથ ઑક્ટોબરમાં ઘટીને ૦.૧ ટકા થયાે હતો

ઑક્ટોબરમાં ક્રૂડ ઑઇલ, નૅચરલ ગૅસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ અને સિમેન્ટના ઉત્પાદનમાં નકારાત્મક વૃદ્ધિદર નોંધાયો હતો. 

01 December, 2022 03:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK