Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકાના જુલાઈના જૉબડેટા નબળા આવવાની શક્યતાને પગલે સોનામાં સતત વધતી તેજ

અમેરિકાના જુલાઈના જૉબડેટા નબળા આવવાની શક્યતાને પગલે સોનામાં સતત વધતી તેજ

05 August, 2022 06:03 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

અમેરિકી બૉન્ડ યીલ્ડ ઘટતાં અને ડૉલરમાં તેજી અટકતાં ગોલ્ડમાં ખરીદીનું આકર્ષણ વધ્યું

પ્રતીકાત્મક તસવીર

કૉમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક તસવીર


અમેરિકા રિસેશન તરફ ધકેલાઈ રહ્યાની વધુ એક સાબિતી આપતાં જુલાઈ મહિનાના જૉબડેટા નબળા આવશે એવા પ્રોજેક્શનને પગલે અમેરિકી બૉન્ડ યીલ્ડ ઘટતાં સોના-ચાંદીમાં નવી તેજી જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૭૩ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૭૪૮ રૂપિયા વધી હતી. 

વિદેશી પ્રવાહ 



અમેરિકા ધીમે-ધીમે રિસેશન તરફ ધકેલાઈ રહ્યાના એક પછી એક સંકેતને પગલે ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ સતત ઘટી રહ્યા હોવાથી સોનામાં છેલ્લા પાંચ દિવસથી સતત તેજી જોવા મળી રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે તાઇવાનના મુદ્દે વધી રહેલો તનાવ અને જુલાઈ મહિનાના જૉબડેટા નબળા આવવાની ધારણાથી ડૉલરમાં તેજીની આગેકૂચ અટકી હતી જેને કારણે સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું હતું. સોનું ગુરુવારે વધીને ૧૭૮૨.૧૦ ડૉલર થયું હતું, જે આગામી સપ્તાહે ૧૮૦૦ ડૉલરની સપાટી પાર કરી જાય એવી શક્યતા અનેક ઍનલિસ્ટોએ બતાવી હતી. સોનું સુધરતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ સુધર્યા હતા. 


ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાના મહત્ત્વપૂર્ણ જુલાઈ મહિનાના જૉબડેટા એટલે કે નૉન ફાર્મ પે-રોલ ડેટા શુક્રવારે જાહેર થશે. હાલમાં ઇકૉનૉમિસ્ટોની જુલાઈમાં ૨.૫૦ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની ધારણા છે. જૂનમાં અમેરિકામાં ૩.૭૨ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી, મે મહિનામાં ૩.૮૪ લાખ, એપ્રિલમાં ૩.૬૮ લાખ અને માર્ચમાં ૩.૯૮ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. ઇકૉનૉમિસ્ટોની ધારણા પ્રમાણે જો ૨.૫૦ લાખ જ નવી નોકરીઓ ઉમેરાય તો જુલાઈ મહિનાના નૉન ફાર્મ પે-રોલ ડેટા અઢી વર્ષના સૌથી નીચા હશે. ૨૦૨૨ના આરંભથી અમેરિકન જૉબડેટા સતત સ્ટ્રૉન્ગ આવી રહ્યા હોવાથી ફેડ દ્વારા આક્રમક ઇન્ટરેસ્ટ રેટ વધારો થઈ રહ્યો છે. 


અમેરિકાનો ગ્રોથરેટ સેકન્ડ ક્વૉર્ટરમાં સતત બીજા ક્વૉર્ટરમાં નેગેટિવ રહ્યો હોવા છતાં ફેડના વિવિધ પ્રોવિન્સના પ્રેસિડન્ટ સતત આક્રમક ઇન્ટરેસ્ટ રેટ વધારાની અપીલ કરી રહ્યા છે. સેન્ટ લુઇસના ફેડ પ્રેસિડન્ટે ૨૦૨૨ના અંતે બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૩.૭૫થી ૪.૦ ટકાએ પહોંચાડવાની વાત કહી છે. મોટા ભાગના ફેડ મેમ્બર્સ ઇન્ફ્લેશનને ગમે એ રીતે કાબૂમાં લેવાના મતના હોવાથી હાલમાં ડૉલર ૨૦ વર્ષની ઊંચાઈએ સ્થિર છે. ડૉલરનું મૂલ્ય ઊંચું હોવાથી ડૉલરની બોરોઇંગ કૉસ્ટને બતાવતો લીબોર (લંડન ઇન્ટરબૅન્ક ઑફર રેટ) ૧૪ વર્ષની ઊંચાઈએ ૨.૮૩ ટકાએ પહોંચ્યો છે. 

બ્રિટનમાં કન્સ્ટ્રક્શન્સ ઍક્ટિવિટીનો ગ્રોથ જુલાઈમાં ઘટીને ૪૮.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૫૨.૬ પૉઇન્ટ રહ્યો હતો. કન્સ્ટ્રશન્સ ઍક્ટિવિટીનો ગ્રોથ છેલ્લા દોઢ વર્ષમાં પ્રથમ વખત ઘટ્યો હતો અને પ્રથમ વખત ૫૦ પૉઇન્ટની નીચે રહ્યો હતો. રેસિડેન્શિયલ પ્રૉપર્ટી અને સિવિલ એન્જિનિયરિંગ ઍક્ટિવિટીમાં વૉલ્યુમ સતત ઘટી રહ્યું છે. વળી ઇન્ફ્લેશન સતત વધી રહ્યું હોવાથી મોટા ભાગના બિલ્ડિંગ મટીરિયલ્સના ભાવ વધતાં સેલ્સ ઘટી રહ્યું છે તેમ જ બિગ મટીરિયલ્સ કંપનીઓના પ્રોડક્શન પણ ધીમા પડતાં સપ્લાય અટકી રહી છે. બ્રિટન જેવી જ સ્થિતિ યુરોપિયન દેશોમાં જોવા મળી રહી છે, યુરો એરિયાનો કન્સ્ટ્રક્શન ઍક્ટિવિટીનો ગ્રોથ જુલાઈમાં સતત ત્રીજે મહિને ઘટીને ૪૫.૭ પૉઇન્ટ રહ્યો હતો જે જૂનમાં ૪૭ પૉઇન્ટ હતો. 
અમેરિકા અને ચીન વચ્ચે તાઇવાનના મુદ્દે તનાવ વધી રહ્યો છે, પણ અમેરિકાના સર્વિસ સેક્ટરના ડેટા સ્ટ્રૉન્ગ આવતાં અમેરિકન સ્ટૉક માર્કેટ બુધવારે ઓવરનાઇટ સુધર્યું હતું એને પગલે ચાઇનીઝ સ્ટૉક માર્કેટમાં પણ ગુરુવારે સુધારો જોવા મળ્યો હતો. અમેરિકા-ચીન વચ્ચે વધી રહેલા રાજકીય તનાવને પગલે છેલ્લા બે દિવસથી સ્ટૉક ઇન્ડેક્સ ઘટી રહ્યા હતા ,પણ ચાઇનીઝ કૉર્પોરેટ કંપનીઓનાં રિઝલ્ટ બુલિશ આવતાં ચાઇનીઝ સ્ટૉક ઇન્ડેક્સ ૦.૬૯થી ૦.૮૦ ટકા સુધર્યા હતા. 

ઑસ્ટ્રેલિયાની એક્સપોર્ટ જૂનમાં ૫.૧ ટકા વધીને નવી રેકૉર્ડબ્રેક સપાટી ૫૬૧.૫૨ અબજ ઑસ્ટ્રેલિયન ડૉલર રહ હતી, જ્યારે ઇમ્પોર્ટ પણ ૦.૭ ટકા વધીને ફ્રેશ રેકૉર્ડ સપાટી ૪૩.૮૬ અબજ ઑસ્ટ્રેલિયન ડૉલર રહી હતી. ઑસ્ટ્રેલિયાની એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ બંન્ને નવી રેકૉર્ડબ્રેક સપાટીએ પહોંચતાં ટ્રેડ સરપ્લસ પણ વધીને નવી ઑલટાઇમ હાઈ સપાટી ૧૭.૬૭ અબજ ઑસ્ટ્રેલિયન ડૉલરની સપાટીએ પહોંચી હતી, ખાસ કરીને દરેક કૉમોડિટીના ભાવ વધતાં ઑસ્ટ્રેલિયન એક્સપોર્ટમાં મોટો વધારો નોંધાયો હતો. 
બ્રાઝિલની સેન્ટ્રલ બૅન્કે ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૧૩.૭૫ ટકાની સપાટીએ પહોંચાડ્યા હતા. બ્રાઝિલની સેન્ટ્રલ બૅન્કે માર્ચ ૨૦૨૧થી ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની શરૂઆત કર્યા બાદ અત્યાર સુધી સતત બારમી વખત ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થયો હતો. બ્રાઝિલનું ઇન્ફ્લેશન જૂનમાં ૧૧.૮૯ ટકા અને મે મહિનામાં ૧૧.૭૩ ટકા હતું. ઇન્ફ્લેશન છેલ્લા ૧૦ મહિનાથી ડબલ ડિજિટમાં રહેતું હોવાથી સેન્ટ્રલ બૅન્ક દ્વારા સતત ઇન્ટરેસ્ટ રેટ વધારવામાં આવી રહ્યા છે. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

અમેરિકન ગૅસોલિનના ભાવ ગુરુવારે પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા તેમ જ ક્રૂડ તેલના ભાવ બુધવારે ઓવરનાઇટ ચાર ટકા ઘટીને ૯૧ ડૉલર થયા હતા, જે એક તબક્કે ૧૧૦ ડૉલર કરતાં વધુ હતા. જોકે નૅચરલ ગૅસના ભાવ હજી ઘણા ઊંચા છે, પણ એનર્જી પ્રોડક્ટના ભાવ સતત ઘટી રહ્યા હોવાથી અમેરિકા અને અન્ય વેસ્ટર્ન દેશોનાં ઇન્ફ્લેશન હવે ઝડપથી ઘટશે એવી ધારણા છે. વળી અમેરિકાના નૉન ફાર્મ પે-રોલ ડેટા પણ અઢી વર્ષના સૌથી નીચા આવે એવી ધારણા છે. આ તમામ ઘટનાક્રમનો સ્પષ્ટ સંકેત એ છે કે સપ્ટેમ્બર મહિનામાં ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં માત્ર ૨૫ બેસિસ પૉઇન્ટનો જ વધારો થઈ શકે છે. ઇન્ટરેસ્ટ રેટના હવે પછીના દરેક ઘટાડાના પ્રોજેક્શન સોનામાં નવી તેજી લાવશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૨,૦૩૯
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૧,૮૩૧
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૫૮,૦૫૭
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Whatsapp-channel Whatsapp-channel

05 August, 2022 06:03 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK