તાઇવાને ડિજિટલ ઍસેટ્સના નિયમનની દિશામાં વધુ એક પગલું ભર્યું છે.
પ્રતીકાત્મક તસવીર
બિટકૉઇન ઈટીએફમાં રોકાણ ઘટતાં અને અર્થતંત્રની અનિશ્ચિતતાઓ વચ્ચે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે ઘટાડો નોંધાયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૧.૫૮ ટકા (૧૩૨૦ પૉઇન્ટ) ઘટીને ૮૨,૦૮૯ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૩,૪૦૯ ખૂલીને ૮૩,૪૩૭ની ઉપલી અને ૮૧,૨૨૬ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કૉઇન ઘટ્યા હતા જેમાંથી શિબા ઇનુ ૧૦.૯૫ ટકા સાથે ટોચનો ઘટનાર હતો. એક્સઆરપી, પોલકાડોટ, ચેઇનલિન્ક અને અવાલાંશમાં ૪થી ૮ ટકાનો ઘટાડો થયો હતો.
દરમ્યાન તાઇવાને ડિજિટલ ઍસેટ્સના નિયમનની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. સંસદમાં મંજૂર થયા બાદ ત્યાં ઍન્ટિ-મની લૉન્ડરિંગ નિયમનો કડક બનાવવામાં આવ્યા છે. બીજી બાજુ, અમેરિકન સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશને બે સ્પૉટ ઇથેરિયમ ઈટીએફને મંજૂરી આપી છે. એનું લિસ્ટિંગ ન્યુ યૉર્ક સ્ટૉક એક્સચેન્જના અર્કા ટ્રેડિંગ પ્લૅટફૉર્મ પર થશે.
ADVERTISEMENT
મેકિન્ઝી ઍન્ડ કંપનીએ એના નવીનતમ અહેવાલમાં કહ્યું છે કે મોટી નાણાકીય કંપનીઓ બ્લૉકચેઇન દ્વારા ટોકનાઇઝેશન કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ પરિસ્થિતિમાં બ્લૉકચેઇન ટેક્નૉલૉજી વર્ષ ૨૦૨૪ની ટોચની ટેક્નૉલૉજી બની રહેવાની ધારણા આ અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે.