મોટા ભાગના વેપારીઓ અને ઇન્ડસ્ટ્રિયલિસ્ટો ઈમાનદારીથી ધંધો કરવા માગતા હોય છે; પણ કેટલાક લોકો ગોટાળા કરે છે, ગવર્નમેન્ટ પૉલિસી ટાઇટ હોવાથી પૉલિસીના લૂપહોલ્સનો ફાયદો ઉઠાવે છે એટલે સામાન્ય વેપારીઓ GSTને લઈને બહુ પરેશાન છે
પ્રતીકાત્મક તસવીર
અમારી ફેરસ ઍન્ડ નૉન-ફેરસ મેટલ ઇન્ડસ્ટ્રીના બૉમ્બે મેટલ એક્સચેન્જ લિમિટેડના ૬૫૦ લાઇફ મેમ્બર્સ છે અને અસોસિએટ્સ કંપનીઓ છે એના ૨૫૦૦ જેટલા મેમ્બર્સ છે. આવનારો સમય દેશ અને ખાસ કરીને
નૉન-ફેરસ મેટલ ઇન્ડસ્ટ્રી માટે બહુ જ સારો રહેશે. આજની તારીખે પણ રિક્વાયરમેન્ટ બહુ જ વધી ગઈ છે. ચીનમાં જે પ્રૉબ્લેમ્સ આવ્યા એ પછી વર્લ્ડવાઇડ જે પણ ઇન્ડસ્ટ્રીઓ છે એ ભારતમાં રોકાણ કરી રહી છે. એમાં જર્મન કંપનીઓ છે અને યુરોપિયન કંપનીઓ પણ છે જે અહીં મોટા ભાગે કોલૅબરેશન કરીને રોકાણ કરી રહી છે. એ પછી ફૉર્વર્ડ ઇન્ટિગ્રેશનમાં કે પછી બૅકવર્ડ ઇન્ટિગ્રેશનમાં હોય, બન્ને કેસમાં દેશની ફેરસ અને
ADVERTISEMENT
નૉન-ફેરસ ઇન્ડસ્ટ્રી માટે આ સોનેરી તક છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સના પ્રોજેક્ટ્સ
સહિત અન્ય ઇન્ડસ્ટ્રીઓમાં ડિમાન્ડ વધશે અને એથી અહીંનાં ધંધાપાણી વધશે. કેટલાંક વર્ષો પહેલાં આપણા દેશની રિક્વાયરમેન્ટ ૬થી ૭ લાખ ટન હતી. જો કૉપરની વાત કરીએ તો બિરલા કૉપર, સ્ટરલાઇઝ, વેદાંત ગ્રુપ અને હિન્દુસ્તાન ગ્રુપ એનું ઉત્પાદન કરે છે. હવે અદાણી ગ્રુપ પણ મોટા પાયે આવી રહ્યું છે. ઇમ્પોર્ટ પણ મોટા પ્રમાણમાં થાય છે. ઓવરઑલ કૉપર ઇન્ડસ્ટ્રી માટે ઘણો ગ્રોથ છે. એનાં કારણો પણ છે. ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી, સોલર ઇન્ડસ્ટ્રી અને બીજાં ઘણાં બધાં સેક્ટર્સ છે જેમાં ઘણાં બધાં કોલૅબરેશન થઈ રહ્યાં છે. ક્વૉલિટી અને ક્વૉન્ટિટી બન્નેમાં ભારતની શાખ છે. ક્વૉલિટી અને કમિટમેન્ટનો જ્યાં સુધી સવાલ છે વિશ્વના દેશો પહેલી ચૉઇસ ભારતને આપે છે. વર્લ્ડની મોટી-મોટી ઇલેક્ટ્રિક ઇન્ડસ્ટ્રીનાં મોટાં-મોટાં ગ્રુપો અને કંપનીઓ અહીં રોકાણ કરી રહ્યાં છે. ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ફેરસ અને નૉન-ફેરસ મેટલ બન્નેનો બહુ જ ઉપયોગ થાય છે. આજે જગતની મોટા ભાગની બધી જ ઑટોમોબાઇલ કંપનીઓએ એમના પ્લાન્ટ ભારતમાં નાખ્યા છે. આજે ભારત ફર્સ્ટ ચૉઇસ છે.
વેપારીઓને જે સમસ્યા છે એ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ને લઈને છે. મોટા ભાગના વેપારીઓ અને ઇન્ડસ્ટ્રિયલિસ્ટો ઈમાનદારીથી ધંધો કરવા માગતા હોય છે; પણ કેટલાક લોકો ગોટાળા કરે છે, ગવર્નમેન્ટ પૉલિસી ટાઇટ હોવાથી પૉલિસીના લૂપહોલ્સનો ફાયદો ઉઠાવે છે એટલે સામાન્ય વેપારીઓ GSTને લઈને બહુ પરેશાન છે. સરકારે ત્યાં ચેન્જિસ કરવાની જરૂર છે. બૅકવર્ડ ઇન્ટિગ્રેશન અને ફૉર્વર્ડ ઇન્ટિગ્રેશનમાં આજે જે કામ થઈ રહ્યાં છે એ જોતાં GSTને લઈને સરકાર સુધારો કરે જેથી ફૉર્જરી બિલનાં જે કામકાજ થાય છે એના પર રોક લાગી જાય. રિવર્સ મેકૅનિઝમમાં જવાની જરૂર છે. એનાથી સરકારને કરોડો, અબજો રૂપિયાનો ફાયદો થશે અને વેપારી કે ઇન્ડસ્ટ્રી કોઈ પણ રીતે એમાં ફસાશે નહીં. અમે જ્યારે ઇમ્પોર્ટ કરીએ છીએ ત્યારે ૧૦૦ ટકા GST ભરી દઈએ છીએ. એના પછી અમને એની ક્રેડિટ મળે છે. આજે અહીં લોકો બનાવટી કંપનીઓ ખોલે છે અને પછી ત્રણ મહિનામાં કંપની બંધ કરીને નાસી જાય છે. સરકારે અહીં રિવર્સ મેકૅનિઝમ અપનાવવું જોઈએ, જેમાં પહેલાં પેમેન્ટ થાય અને એ જ ચલણ પર આગળ ક્રેડિટ મળવી જોઈએ. એને કારણે પછી ટૅક્સ ગુપચાવી જ નહીં શકાય.
અહીં કળંબોલી, તળોજા, ભિવંડીમાં મોટા પ્રમાણમાં માર્કેટના વેપારીઓ ફેલાયા છે. ઑક્ટ્રૉયને કારણે મુંબઈના આઉટસ્કર્ટ્સમાં એ વખતે માર્કેટ ડેવલપ કરવામાં આવી. એ વખતે ત્યાં જગ્યાના ભાવ પણ ઓછા હતા એટલે વેપારીઓએ ત્યાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું. હવે ત્યાં રોડ-કનેક્ટિવિટી અને ટ્રાન્સપોર્ટ ફૅસિલિટી પણ વધી છે.
દેશની ફેરસ અને નૉન-ફેરસ મેટલ માર્કેટના વેપારીઓની સરકારને એટલી જ વિનંતી છે કે મેક ઇન ઇન્ડિયા અને ઈઝ ઑફ બિઝનેસની વાત થાય છે ત્યારે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને વિશ્વાસમાં લઈને એના તરફ વધુ ફોકસ કરવામાં આવે અને GSTનો જે બહુ જ મોટો ઇશ્યુ છે એને પૉઝિટિવલી લઈને એના પર કામ થવું જોઈએ જેથી માર્કેટમાં હાલ જે ફેક ઇન્વૉઇસિસનો નેરેટિવ ફેલાયો છે અને આખી ઇન્ડસ્ટ્રી બદનામ થઈ રહી છે એ ન થાય.
- અશોક બાફના (લેખક બૉમ્બે મેટલ એક્સચેન્જ લિમિટેડના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ છે.)

