અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પ વિજયી થશે તો ક્રિપ્ટો માર્કેટમાં જોરદાર તેજી આવી શકે છે. જોકે બીજા કેટલાક વિશ્લેષકોનું કહેવું છે કે ચૂંટણી પહેલાં અને પછીના થોડા દિવસ ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોએ સાવચેત રહેવું
ક્રિપ્ટોકરન્સી
ક્રિપ્ટોકરન્સી ઉદ્યોગના અનેક નિષ્ણાતોએ અંદાજ વ્યક્ત કર્યો છે કે અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પ વિજયી થશે તો ક્રિપ્ટો માર્કેટમાં જોરદાર તેજી આવી શકે છે. જોકે બીજા કેટલાક વિશ્લેષકોનું કહેવું છે કે ચૂંટણી પહેલાં અને પછીના થોડા દિવસ ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોએ સાવચેત રહેવું, કારણ કે આ દિવસોમાં વૉલેટિલિટી વધારે રહેશે. આ જ અંદાજનો પડઘો પડતો હોય એમ બુધવારે એક તબક્કે બિટકૉઇન ૭૩,૦૦૦ ડૉલરની સપાટી ઓળંગી ગયો હતો અને આ લખાઈ રહ્યું છે ત્યારે ભાવ ૦.૩૭ ટકાની વૃદ્ધિ સાથે ૭૧,૯૬૨ ડૉલર ટ્રેડ થઈ રહ્યો છે. ડિરાઇવ કંપનીના સ્થાપક નિક ફોર્સ્ટરે કહ્યું છે કે બજારમાં હાલ નોંધપાત્ર વૉલેટિલિટી ચાલી રહી છે અને ભાવવધારાની શક્યતાની સાથે-સાથે જોખમો પણ વધારે રહેશે.


