Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Union Budget 2023: શરૂ થઈ ગયું કાઉન્ટડાઉન, નાણાં મંત્રાલયમાં યોજાયો આ ખાસ સમારોહ

Union Budget 2023: શરૂ થઈ ગયું કાઉન્ટડાઉન, નાણાં મંત્રાલયમાં યોજાયો આ ખાસ સમારોહ

26 January, 2023 05:37 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નાણાપ્રધાન નિર્મલા સીતારમણની હાજરીમાં નોર્થ બ્લોકમાં સ્થિત નાણાં મંત્રાલયમાં હલવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

તસવીર સૌજન્ય: ફાઇનાન્સ મિનિસ્ટ્રી

તસવીર સૌજન્ય: ફાઇનાન્સ મિનિસ્ટ્રી


કેન્દ્રીય બજેટ (Union Budget 2023) તૈયારી પ્રક્રિયાના અંતિમ તબક્કાને ચિહ્નિત કરતાં પરંપરાગત `હલવા સમારોહ` (Halwa Ceremony 2023) આજે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ (finance Minister Nirmala Sitharaman)ની હાજરીમાં આયોજન થયું હતું. આ દરમિયાન નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની સાથે બજેટ પ્રેસના સભ્યો પણ હાજર હતા. નાણાપ્રધાન નિર્મલા સીતારમણની હાજરીમાં નોર્થ બ્લોકમાં સ્થિત નાણાં મંત્રાલયમાં હલવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને બધાને હલવો વહેંચવામાં આવ્યો હતો.

હલવા સમારોહનું આયોજન શા માટે કરવામાં આવે છે?



હલવા વિધિ પાછળની માન્યતા છે કે દરેક શુભ કાર્ય કરતાં પહેલાં કંઈક મીઠું ખાવું જોઈએ. ભારતીય પરંપરામાં હલવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. દેશના બજેટ જેવી મોટી ઘટનાઓ માટે દસ્તાવેજોની પ્રિન્ટિંગ પહેલાં આ ખાસ સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરા હેઠળ વર્તમાન નાણાપ્રધાન પોતે બજેટ સાથે સંકળાયેલા કર્મચારીઓ, બજેટના પ્રિન્ટિંગ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને નાણાં અધિકારીઓને હલવો વહેંચે છે. જો કે, છેલ્લા 2 વર્ષથી બજેટ પેપરલેસ થવાનું શરૂ થયું હોવાથી બજેટ દસ્તાવેજોની પ્રિન્ટિંગ પહેલાની જેમ ગોઠવવામાં આવશે નહીં.



આ વર્ષે પણ બજેટ પેપરલેસ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પરંપરાગત હલવા સમારોહ પૂર્ણ કર્યો છે. નાણાં રાજ્ય મંત્રી ડૉ. ભગવત કિશનરાવ કરાડ તેમ જ નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ હલવા સમારોહના અવસરે તેમની સાથે હાજર હતા. છેલ્લા બે વર્ષની જેમ 2023-24નું કેન્દ્રીય બજેટ પણ પેપરલેસ સ્વરૂપે રજૂ કરવામાં આવશે. 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.
નાણા મંત્રાલયે ગઈકાલે જ એક ટ્વીટ દ્વારા આની જાણકારી આપી હતી. નાણા મંત્રાલયે ટ્વીટ કર્યું હતું કે સીતારામન 1 ફેબ્રુઆરીએ બજેટ ભાષણ પૂરું કર્યા પછી બજેટ દસ્તાવેજો Android અને iOS બંને પ્લેટફોર્મ પર `Union Budget Mobile App` પર ઉપલબ્ધ થશે.

બજેટ દસ્તાવેજોનું પ્રિન્ટિંગ સત્તાવાર રીતે શરૂ થશે

1 ફેબ્રુઆરી, 2023ના રોજ રજૂ કરવામાં આવનાર બજેટ દસ્તાવેજોની પ્રિન્ટિંગની પ્રક્રિયા ગુરુવારે નાણા મંત્રાલયમાં પરંપરાગત હલવા સમારોહ સાથે શરૂ થશે. હલવા સમારોહ બાદ, નાણા મંત્રાલયના 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ આજથી બજેટ રજૂ થાય ત્યાં સુધી નાણા મંત્રાલયના ભોંયરામાં સ્થિત પ્રિન્ટિંગ હાઉસમાં રહેશે, જેથી સંબંધિત દસ્તાવેજોની ગુપ્તતા જાળવવામાં આવે. બજેટ રજૂ ન થાય ત્યાં સુધી તેમને બહાર આવવા દેવામાં આવશે નહીં.

આ પણ વાંચો: બજાર સવાત્રણસો પૉઇન્ટનો પ્રારંભિક સુધારો ભૂંસીને સરવાળે ફ્લૅટ, ઑટો ફ્રન્ટલાઇન અપ

આ લોકો તેમના પરિવારના સભ્યો સાથે કોઈ સંપર્ક કરશે નહીં અને તેમને તેમના ઘરે જવાની પણ મંજૂરી આપવામાં આવશે નહીં. ઈન્ટરનેટ અને ફોનની કોઈ વ્યવસ્થા રહેશે નહીં. આ કર્મચારીઓ અધિકારીઓને ફોન કરીને જ પરિવારના સભ્યો તેમના નજીકના અને પ્રિયજનોનો સંપર્ક કરી શકે છે. નાણાં મંત્રાલયની કેન્ટીનમાં તેમના માટે ભોજન તૈયાર કરવામાં આવશે અને તેમના માટે ભોંયરામાં તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

26 January, 2023 05:37 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK