નોંધનીય છે કે કૉઇનબેઝ વૈશ્વિક સ્તરે વિસ્તરવા ઇચ્છુક છે. ભારતમાં વર્તમાન કૅલેન્ડર વર્ષમાં જ રીટેલ સેવાઓ શરૂ કરવાનું એનું આયોજન છે.
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાસ્થિત ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કૉઇનબેઝે ભારતમાં બિઝનેસ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. સોશ્યલ મીડિયા પરની પોસ્ટમાં કૉઇનબેઝે જણાવ્યું હતું કે એણે ભારતના ફાઇનૅન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટમાં નોંધણી કરાવી લીધી છે.
નોંધનીય છે કે કૉઇનબેઝ વૈશ્વિક સ્તરે વિસ્તરવા ઇચ્છુક છે. ભારતમાં વર્તમાન કૅલેન્ડર વર્ષમાં જ રીટેલ સેવાઓ શરૂ કરવાનું એનું આયોજન છે.
ADVERTISEMENT
કૉઇનબેઝના એશિયા પૅસિફિક પ્રદેશના પ્રાદેશિક મૅનેજિંગ ડિરેક્ટર જૉન ઓલોઘલેને સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે ભારત આજની તારીખે બજારમાં ભરપૂર તકો ધરાવતો દેશ છે. સ્થાનિક ધારાધોરણોનું પૂર્ણપણે પાલન કરીને અહીં રોકાણ વધારવા માટેની તક મળવા બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે ઘટાડાનું વલણ રહ્યું હતું. માર્કેટ કૅપિટલાઇઝેશન ૧.૧૫ ટકા ઘટીને ૨.૫૯ ટ્રિલ્યન ડૉલર થયું હતું. બિટકૉઇનમાં ૧.૪૪ ટકાનો વધારો થઈને ભાવ ૮૧,૧૫૫ ડૉલર પર પહોંચ્યો હતો. ઇથેરિયમમાં ૨૪ કલાકના ગાળામાં ૫.૯૬ ટકાનો ઘટાડો થતાં ભાવ ૧૯૦૫ ડૉલર થઈ ગયો હતો. ડોઝકૉઇન ૫.૧૬ ટકા, ટ્રોન ૩.૯૧ ટકા અને અવાલાંશ ૪.૪૪ ટકા ઘટ્યા હતા.

