વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં કૅપિટલાઇઝેશન ૦.૫૧ ટકા ઘટીને ૨.૬૫ ટ્રિલ્યન ડૉલર થયું છે.
પ્રતીકાત્મક તસવીર
ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ–બાઇનૅન્સના CEO રિચર્ડ ટેન્ગે જણાવ્યું છે કે તેઓ બિટકૉઇનની સ્ટ્રૅટેજિક રિઝર્વ બનાવવા સંબંધે તથા ક્રિપ્ટો ઍસેટને લગતાં ધારાધોરણો ઘડવા સંબંધે અનેક દેશોને માર્ગદર્શન આપી રહ્યા છે.
ટેન્ગે ગુરુવારે ફાઇનૅન્શિયલ ટાઇમ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અનેક દેશોએ અને સોવરિન વેલ્થ ફન્ડ્સે પોતપોતાની ક્રિપ્ટો રિઝર્વ બનાવવાને લગતું માર્ગદર્શન મેળવવા બાઇનૅન્સનો સંપર્ક સાધ્યો છે. અમેરિકા આ બાબતે અગ્રેસર છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફોજદારી અને નાગરી કેસમાં કેન્દ્ર સરકારે જપ્ત કરેલા બિટકૉઇનની સ્ટ્રૅટેજિક બિટકૉઇન રિઝર્વ બનાવવા માટેનો આદેશ અગાઉ જાહેર કર્યો હતો.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં કૅપિટલાઇઝેશન ૦.૫૧ ટકા ઘટીને ૨.૬૫ ટ્રિલ્યન ડૉલર થયું છે. બિટકૉઇન ૦.૫૭ ટકા ઘટીને ૮૪,૧૦૫ ડૉલર અને ઇથેરિયમ ૧.૩૧ ટકા ઘટીને ૧૫૭૦ ડૉલર થયા છે. એક્સઆરપીમાં ૧.૪૯ ટકા, ડોઝકૉઇનમાં ૦.૪૯ ટકા અને અવાલાંશમાં ૦.૪૦ ટકા ઘટાડો થયો છે.


