ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે જાહેરાત કરી હતી કે ‘ચીન સાથે અમેરિકાની ટ્રેડ ડીલ થઈ ગઈ છે.
ડોનલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ
અમેરિકા અને ચીન વચ્ચે ટૅરિફ વૉર વચ્ચે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે જાહેરાત કરી હતી કે ‘ચીન સાથે અમેરિકાની ટ્રેડ ડીલ થઈ ગઈ છે. ચીન સાથેનો અમારો સોદો પૂરો થયો છે. આ સોદો ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ અને મારી અંતિમ મંજૂરીને આધીન છે. અમને કુલ પંચાવન ટકા ટૅરિફ મળે છે, ચીનને ૧૦ ટકા ટૅરિફ મળે છે.’
આ સંદર્ભમાં પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર લખ્યું હતું કે ‘પ્રેસિડન્ટ શી જિનપિંગ અને મારી સાથે અંતિમ મંજૂરીને આધીન, ચીન સાથેનો અમારો સોદો પૂરો થયો છે. ચીન અમને જરૂરી રૅર મિનરલ્સનો પુરવઠો પૂરો પાડશે. એવી જ રીતે અમે ચીનને જે સંમતિ આપી હતી એ ચીજો પૂરી પાડીશું, જેમાં અમારી કૉલેજો અને યુનિવર્સિટીઓનો ઉપયોગ કરતા ચીની વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.’


