Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ભારતના AI અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે 23,000 યુવાનોને સક્ષમ બનાવશે ડેલ ટેક્નોલોજીસનો ‘ઉડાન’ કાર્યક્રમ

02 September, 2026 05:00 IST | Mumbai

ભારતના AI અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે 23,000 યુવાનોને સક્ષમ બનાવશે ડેલ ટેક્નોલોજીસનો ‘ઉડાન’ કાર્યક્રમ

ડેલ ટેક્નોલોજીસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારતના 23,000 યુવાનોને તૈયાર કરવાના ઉદ્દેશ સાથે ‘ઉડાન: એમ્પાવરિંગ ઇન્ડિયાઝ ફ્યુચર વર્કફોર્સ’ (uDaan) નામના રાષ્ટ્રીય સ્કિલિંગ અને ઇનોવેશન કાર્યક્રમની જાહેરાત કરી છે. આ પહેલ માટે FITT-IIT દિલ્હી, લર્નિંગ લિંક્સ ફાઉન્ડેશન અને જનરેશન ઇન્ડિયા ફાઉન્ડેશન સાથે મળીને એક પબ્લિક-પ્રાઇવેટ કન્સોર્ટિયમની રચના કરવામાં આવી છે. આ કાર્યક્રમ હેઠળ દિલ્હી એનસીઆર, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ અને પુણે જેવા દેશના 5 મુખ્ય ટેક્નોલોજી કોરિડોરમાં આવેલી 100 આઈટીઆઈ (ITIs) અને 90 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (HEIs) ને આવરી લેવામાં આવશે. આ અભિયાન અંતર્ગત FITT-IIT દિલ્હી દ્વારા ઉદ્યોગોની જરૂરિયાત મુજબના ચાર વિશિષ્ટ અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવશે, જેમાં AI એપ્લિકેશન ડેવલપમેન્ટ, ક્લાઉડ ડેવલપમેન્ટ, એસેમ્બલી લાઇન ઓપરેશન્સ અને ફિલ્ડ ટેકનિશિયનનો સમાવેશ થાય છે. ડેલ ટેક્નોલોજીસ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર મનીષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, 'ભારતની AI આધારિત અર્થવ્યવસ્થામાં નવી ભૂમિકાઓ ઝડપથી ઊભી થઈ રહી છે, જેના માટે નવા કૌશલ્યોની જરૂર છે. ‘ઉડાન’ દ્વારા ડેલ યુવાનોને શિક્ષણથી લઈને રોજગાર સુધી પહોંચાડવા માટે સક્ષમ માર્ગ ઊભો કરી રહ્યું છે.' આ કાર્યક્રમ કેન્દ્ર સરકારના સ્કીલ ઇન્ડિયા 2.0, નવી શિક્ષણ નીતિ (NEP 2020), મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા વિઝન સાથે સુસંગત છે. તે માત્ર નોકરીઓ સુધી સીમિત ન રહેતાં પ્રથમ વર્ષમાં આઈટીઆઈ અને ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ દ્વારા 35 જેટલા ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સ અને માઇક્રો-એન્ટરપ્રાઇઝિસ ઊભા કરવાનું લક્ષ્ય પણ ધરાવે છે. આ ઉપરાંત, પ્લેસમેન્ટ પછી 3 થી 24 મહિના સુધી યુવાનોની રોજગારી અને સ્થિરતા પર નજર રાખવામાં આવશે જેથી ટકાઉ આજીવિકા સુનિશ્ચિત થઈ શકે.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK