World Cup 2019: શ્રીલંકાને આંચકો આપવા મક્કમ અફઘાનિસ્તાન

કાર્ડિફ | Jun 04, 2019, 12:03 IST

ગયા વર્ષે એશિયા કપમાં અફઘાન ટીમ લંકાને ૯૧ રનથી સજ્જડ પરાજય આપી ચૂકી છે : કિવીઓ સામે થયેલી ૧૦ વિકેટની હાર પછી આજે દિમુથ કરુણારત્નેની ટીમે પૂરો અનુભવ કામે લગાડવો પડશે

World Cup 2019: શ્રીલંકાને આંચકો આપવા મક્કમ અફઘાનિસ્તાન

ગયા વર્ષે એશિયા કપમાં અફઘાન ટીમ લંકાને ૯૧ રનથી સજ્જડ પરાજય આપી ચૂકી છે : કિવીઓ સામે થયેલી ૧૦ વિકેટની હાર પછી આજે દિમુથ કરુણારત્નેની ટીમે પૂરો અનુભવ કામે લગાડવો પડશે

૧૯૯૬માં અજુર્ન રણતુંગાની કૅપ્ટન્સીમાં વર્લ્ડ કપ ચૅમ્પિયન બનનારી શ્રીલંકાની ટીમ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સમાં બિનઅનુભવી છતાં આક્રમક અફઘાનિસ્તાન સામે જીત મેળવવાનો પ્રયાસ કરશે. અફઘાને શ્રીલંકાને ગયા વર્ષે એશિયા કપમાં ૯૧ રનથી હરાવી દીધું હતું. છેલ્લાં બે વર્ષમાં વન-ડેમાં શ્રીલંકન ટીમનો પર્ફોર્મન્સ અત્યંત નબળો રહ્યો છે.

ન્યુ ઝીલૅન્ડ સામે પહેલી મૅચમાં શ્રીલંકાની ટીમ ૨૯.૨ ઓવરમાં ૧૩૬ રનમાં આઉટ થઈ ગઈ હતી જેમાં કૅપ્ટન દિમુથ કરુણારત્નેએ કૅરી ધ બૅટ એટલે કે ટીમની ઇનિંગની શરૂઆતથી અંત સુધી નૉટઆઉટ રહેવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. કુશલ પરેરા, કુશલ મેન્ડિસ, લાહિરુ થિરિમાને પર મોટી ઇનિંગ રમવાનું પ્રેશર રહેશે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં લસિથ મલિન્ગા સૌથી અનુભવી છે.

અફઘાનિસ્તાનની ટીમ પોતાના સુપરલેટિવ બોલરો માટે જાણીતી છે. રાશિદ ખાન, મોહમ્મદ નબી, મુજીબ-ઉર-રહેમાન બૅટ્સમૅનોને પરેશાન કરવામાં સક્ષમ છે. ૨૦૧૫ના વર્લ્ડ કપમાં શ્રીલંકાએ અફઘાનને હરાવ્યું હતું, એથી ગુલબદિન નૈબની ટીમ આ પરાજયનો બદલો લેવા આતુર હશે.

અફઘાનિસ્તાનની સંભવિત ટીમ : મોહમ્મદ શેહઝાદ (વિકેટકીપર), નુર અલી ઝદરન, રહેમત શાહ, હશ્મતુલ્લાહ શાહિદી, હસરતુલ્લાહ ઝઝઈ, ગુલબદિન નૈબ (કૅપ્ટન), અસગર અફઘાન, નજીબુલ્લાહ ઝદરન, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ-ઉર-રહેમાન.

આ પણ વાંચોઃ World Cup 2019: આફ્રિકાને ફટકો, કાલે ભારત સામેની મૅચમાંથી લુંગી એન્ગિડી આઉટ

શ્રીલંકાની સંભવિત ટીમ : લાહિરુ થિરિમાને, દિમુથ કરુણારત્ને (કૅપ્ટન), કુશળ પરેરા (વિકેટકીપર), કુશળ મેન્ડિસ, ધનંજય ડીસિલ્વા, એન્જેલો મેથ્યુઝ, જીવન મેન્ડિસ, થિસારા પરેરા, ઇસરુ ઉડાના, સુરંગા લકમલ અને લસિથ મલિન્ગા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK