World Cup 2019: આજે ક્રિસ ગેઇલ અને જોફ્રા આર્ચરની ટીમો વચ્ચે ટક્કર

સધમ્પ્ટન | Jun 14, 2019, 11:36 IST

ધ રોઝ બાઉલમાં આ બન્ને કૅરિબિયન ખેલાડીવાળી ઇંગ્લૅન્ડ-વેસ્ટ ઇન્ડીઝ ટીમ વચ્ચે મુકાબલો રસાકસીભર્યો થવાની શક્યતા

World Cup 2019: આજે ક્રિસ ગેઇલ અને જોફ્રા આર્ચરની ટીમો વચ્ચે ટક્કર
ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ

વર્તમાન વર્લ્ડ કપની બે સૌથી આક્રમક ટીમ ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજે ધ રોઝ બાઉલ ગ્રાઉન્ડમાં મુકાબલો થશે જેમાં જેસન હોલ્ડરની કૅરિબિયન ટીમ એક અઠવાડિયા પછી ફરી ઍક્શનમાં દેખાશે. વેસ્ટ ઇન્ડીઝની સાઉથ આફ્રિકા સામેની મૅચ સોમવારે વરસાદને કારણે ૭.૩ ઓવર પછી આગળ રમી શકાઈ નહોતી. આ બન્ને ટીમો વચ્ચે આ વર્ષે રમાયેલી બાઇલેટરલ એટલે કે દ્વિપક્ષીય સિરીઝમાં સ્કોરલાઈન ૨-૨ રહી હતી જેમાં ક્રિસ ગેઇલે ૪ ઇનિંગ્સમાં ૪૨૪ રન ફટકાર્યા હતા અને ૩૯ સિક્સરનો વરસાદ વરસાવ્યો હતો.

એપ્રિલમાં ઇંગ્લૅન્ડ વતી ક્વૉલિફાય થનારા જોફ્રા આર્ચરની બોલિંગ શાનદાર છે જે બ્રિટિશ બોલિંગ અટૅકને વધુ સ્ટ્રોન્ગ બનાવે છે. બાર્બાડોઝમાં જન્મેલો આ બોલર ક્રિકેટની એબીસીડી કૅરિબિયનમાં શીખ્યો હતો. વિન્ડીઝ ટીમના કોચ ફ્લોયડ રાઇફરે મીડિયાને કહ્યું કે ‘ઇમાનદારીથી કહું તો અમે જોફ્રાને ઘણાં વર્ષોથી જાણીએ છીએ. તે અમારી જેમ બાર્બાડોઝનો જ છે. અમે તેને અન્ડર-૧૫, અન્ડર-૧૭ અને અન્ડર-૧૯ના દિવસોથી જાણીએ છીએ એથી તે અમારા માટે નવો નથી. હા, તે બહુ સારી ફાસ્ટ બોલિંગ કરે છે, પણ એવું કઈ નથી જેનાથી અમને પ્રૉબ્લેમ થાય. અમે તેની ચૅલેન્જ સ્વીકારવા તૈયાર છીએ.’

ઍન્દ્રે રસેલને ઈજાને કારણે સાઉથ આફ્રિકા સામેની મૅચની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નહોતું મYયું. જોસ બટલરને બંગલા દેશ સામેની મૅચમાં ઈજા થઈ હતી. આશા રખાય છે કે આ બન્ને ચાવીરૂપ ખેલાડીઓ આજની મૅચમાં રમી શકે.

ઇંગ્લૅન્ડની સંભવિત ઇલેવન

જેસન રૉય, જૉની બૅરસ્ટૉ (વિકેટકીપર), જો રૂટ, જૉસ બટલર, ઓઇન મૉર્ગન (કૅપ્ટન), બેન સ્ટોક્સ, ક્રિસ વૉક્સ, લિઆમ પ્લન્કેટ, જોફ્રા આર્ચર, આદિલ રાશીદ અને માર્ક વુડ.

આ પણ વાંચો : VIDEO: વર્લ્ડ કપ દરમિયાન કેદાર જાદવે કરી વાદળોને અપીલ

વેસ્ટ ઇન્ડીઝની સંભવિત ઇલેવન

ક્રિસ ગેઇલ, એવિન લુઇસ, શાઈ હોપ (વિકેટકીપર), નિકોલસ પુરન, શિમરન હેટમાયર, જેસન હોલ્ડર (કૅપ્ટન), ઍન્દ્રે રસેલ, કાર્લોસ બ્રેથવેટ, એશ્લે નર્સ, શેલ્ડન કોટરેલ અને ઓશને થોમસ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK