Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સિંધુને સલામ : ચીનના ગઢમાં ચાઇનીઝ પ્લેયરો પર જ પ્રભુત્વ

સિંધુને સલામ : ચીનના ગઢમાં ચાઇનીઝ પ્લેયરો પર જ પ્રભુત્વ

10 August, 2013 04:52 PM IST |

સિંધુને સલામ : ચીનના ગઢમાં ચાઇનીઝ પ્લેયરો પર જ પ્રભુત્વ

સિંધુને સલામ : ચીનના ગઢમાં ચાઇનીઝ પ્લેયરો પર જ પ્રભુત્વ







ગ્વાંગઝોઉ (ચીન): ભારતની ૧૮ વર્ષની બૅડમિન્ટન-પ્લેયર પી. વી. સિંધુએ ગઈ કાલે વલ્ર્ડ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપ્સમાં ભારત માટે નવા ઇતિહાસનું સજ્ર્યન કર્યું હતું. તે આ સ્પર્ધામાં સિંગલ્સની સેમી ફાઇનલમાં પહોંચી હતી અને એ સાથે તેણે ભારત માટે એક મેડલ પાકું કરી લીધું હતું. બૅડમિન્ટન માટે ઑલિમ્પિક્સ પછીની આ બીજા નંબરની મોટી ચૅમ્પિયનશિપ્સનો સિંગલ્સનો ચંદ્રક જીતનારી દેશની તે પ્રથમ મહિલા-ખેલાડી બનશે.

 અગાઉ પ્રકાશ પાદુકોણ ૧૯૮૩માં આ સ્પર્ધામાં સિંગલ્સનો બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા, જ્યારે જ્વાલા ગુટ્ટા તથા અશ્વિની પોનપ્પા ૨૦૧૧માં ડબલ્સનો બ્રૉન્ઝ જીતી હતી. જોકે સિંધુની સિદ્ધિ મહિલાઓની સિંગલ્સમાં ભારત માટે પહેલી જ ગણાશે. જે કામ વિશ્વની ચોથા નંબરની સાઇના નેહવાલ નથી કરી શકી એ કામ ૧૨મા ક્રમની સિંધુ કરવા જઈ રહી છે.

પહેલી વાર વિશ્વસ્પર્ધામાં

સિંધુ પહેલી વાર વલ્ર્ડ ચૅમ્પિયનશિપ્સમાં રમી રહી છે. ચીનનાં રમાતી આ સ્પર્ધામાં તેણે બે મોટી ચાઇનીઝ પ્લેયરોને સ્પર્ધામાંથી આઉટ કરી છે. તેણે ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં ચીનની ભૂતપૂર્વ વલ્ર્ડ નંબર વન શિશીઆન વાન્ગને સ્ટ્રેઇટ-ગેમમાં પંચાવન મિનિટની અંદર ૨૧-૧૮, ૨૧-૧૭થી હરાવી દીધી હતી.

ગુરુવારે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં સિંધુએ વિશ્વની નંબર ટૂ પ્લેયર અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચીનની યિહાન વાન્ગને ૨૧-૧૮, ૨૩-૨૧થી હરાવી હતી.

હૈદરાબાદની ચોથી સ્ટાર

ટેનિસમાં ભારતનું નામ રોશન કરી ચૂકેલી સાનિયા મિર્ઝા હૈદરાબાદની છે. જોકે બૅડમિન્ટનની ત્રણ ખેલાડીઓએ દેશને ગૌરવ અપાવ્યું છે. સાઇના નેહવાલ અને જ્વાલા ગુટ્ટાની જેમ પી. વી. સિંધુ પણ હૈદરાબાદની છે અને હવે તે સિદ્ધિના શિખર સર કરી રહી છે.

સાઇના અને કશ્યપ હાયાર઼્

સાઇના નેહવાલના હાથમાંથી ફરી એકવાર વલ્ર્ડ ચૅમ્પિયનશિપ્સનો મેડલ સરી પડ્યો છે. તે ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં વિશ્વની સોળમા નંબરની સાઉથ કોરિયાની બેઇ યોઉન-જૂ સામે ૪૦ મિનિટમાં સ્ટ્રેઇટ-ગેમથી હારી ગઈ હતી. સાઇનાનો ૨૧-૨૩, ૯-૨૧થી પરાજય થયો હતો. પારુપલ્લી કશ્યપ ક્વૉર્ટરમાં વલ્ર્ડ નંબર થþી ચીનના ડુ પેન્ગ્યુ સામે ૨૧-૧૬, ૨૦-૨૨, ૧૫-૨૧થી હારી ગયો હતો.

મમ્મી-પપ્પાએ અત્યારથી પુત્રીના મેડલનું સેલિબ્રેશન શરૂ કરી દીધું

પી. વી. સિંધુની મમ્મી પી. વિજયાએ ગઈ કાલે હૈદરાબાદથી ફોન પર ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને ખાતરી છે કે મારી પુત્રી ફાઇનલમાં પણ પહોંચશે. સાઇના નેહવાલ અને પી. કશ્યપ ક્વૉર્ટરમાં ન જીતી શક્યા, પરંતુ સિંધુએ તેમની હારને કારણે આત્મવિશ્વાસ ન ગુમાવ્યો અને પોતાની ક્વૉર્ટર જીતી ગઈ એની અમને વધુ ખુશી થઈ છે. તે ધીમે-ધીમે સાઇનાના લેવલ સુધી પહોંચી રહી છે એનો પણ મને ખૂબ આનંદ છે.’

પી. વી. સિંધુના પપ્પા પી. વી. રામને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું અને મારી પત્ની અગાઉ વૉલીબૉલ પ્લેયર હતા. અમે અમારા સમયમાં નહોતી મેળવી શક્યાં એટલી લોકપ્રિયતા અમારી દીકરી અમને અપાવી રહી છે. અમારી પુત્રીને તનતોડ મહેનત અને સંકલ્પશક્તિનું ફળ મળી રહ્યું છે. વહેલી સવારે ચાર વાગ્યે ઊઠીને પ્રૅક્ટિસ માટે ઍકૅડેમીમાં પહોંચી જવાની નિયમિતતા તેને હવે ફળી રહી છે. અમે અત્યારથી જ તેના મેડલનું સેલિબ્રેશન કરી રહ્યાં છીએ.’

પી. વી. સિંધુ કોણ છે?

પૂરું નામ : પુસર્લા વેન્કટ સિંધુ

ઉંમર : ૧૮ વર્ષ

નિવાસસ્થાન : હૈદરાબાદ

વલ્ર્ડ રૅન્કિંગ : ૧૨

પિતા : પી. વી. રામન (ભારતના ભૂતપૂર્વ વૉલીબૉલ-કૅપ્ટન અને અજુર્ન અવૉર્ડ વિજેતા)

માતા : પી. વિજયા (ભારતનાં ભૂતપૂર્વ વૉલીબૉલ પ્લેયર)

બૅડમિન્ટનમાં કેમ? : પી. વી. સિંધુનાં મમ્મી-પપ્પા વૉલીબૉલ રમ્યાં હતાં, પરંતુ ભારતના ભૂતપૂર્વ ચૅમ્પિયન બૅડમિન્ટન-પ્લેયર પુલેલા ગોપીચંદની મૅચો જોઈને તે બૅડમિન્ટન રમવાની ઇચ્છા નહોતી રોકી શકી અને ૮ વર્ષની ઉંમરે આ રમતની સ્થાનિક સ્તરની મૅચો રમવા લાગી હતી. તે ગોપીચંદની ઍકૅડેમીમાં જોડાઈ હતી અને હવે તે જ તેનો કોચ છે.

કરીઅર-રેકૉર્ડ : (૧) આ વર્ષના મે મહિનામાં મલેશિયા ઓપન ગ્રાં પ્રિમાં ગોલ્ડ મેડલ (૨) ૨૦૧૧ની ડચ ઓપનમાં સિલ્વર મેડલ (૩) ૨૦૧૨ની ઇન્ડિયા ઓપન ગ્રાં પ્રિમાં સિલ્વર મેડલ


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2013 04:52 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK